ETV Bharat / state

ઉત્તરાયણ અગાઉ અમદાવાદમાં છેલ્લી ઘડીની ખરીદીના દ્રશ્યો

author img

By

Published : Jan 13, 2021, 10:06 PM IST

ગુજરાતમાં ઉજવાતા વિવિધ તહેવારોમાં ઉત્તરાયણનો તહેવાર સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે. દર વર્ષે ગુજરાતના મોટા શહેરોમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે તેનું આયોજન કરાયું નથી. જોકે, નવા વર્ષની શરૂઆતમાં જ ભારતને કોરોનાની રસી મળી જતા આ ઉત્તરાયણના તહેવારને લોકો મન મૂકીને માણશે. જોકે, લોકોએ સરકાર દ્વારા જાહેર કરેલી SOPનું પાલન કરવાનું રહેશે.
ઉત્તરાયણ
ઉત્તરાયણ

  • રાયપુર, કાલુપુર, દિલ્હી દરવાજા અમદાવાદના પ્રખ્યાત પતંગ બજારો
  • પતંગ બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી નીકળી
  • કોરોના કાળમાં સૌપ્રથમ તહેવાર લોકો ઉલ્લાસ સાથે ઉજવશે

અમદાવાદ : શહેરની પોળોમાં ઉત્તરાયણ સાથે પોળોનું પતંગ- દોરીનું માર્કેટ ખૂબ જ વિશાળ છે. શહેરની આર્થિક ગતિવિધિઓમાં તે આગળ પડતું છે. અમદાવાદમાં કાલુપુર, રાયપુર અને દિલ્હી દરવાજા જેવા સ્થળોએ ઉતરાયણના પંદર દિવસ અગાઉ જ પતંગ દોરીનું માર્કેટ ભરાય છે, પરંતુ અમદાવાદવાસીઓ ઉત્તરાયણની આગળના દિવસે જેને સ્થાનિક બોલીમાં 'કતલની રાત' એમ કહેતા હોય છે.

ઉત્તરાયણ અગાઉ અમદાવાદમાં છેલ્લી ઘડીની ખરીદીના દ્રશ્યો

ઉત્તરાયણની આગળના દિવસે પતંગ માર્કેટમાં ભીડ

ઉત્તરાયણમાં આગળના દિવસે અમદાવાદના મોટા પાયે ભીડ જોવા મળતી હોય છે. આ વખતે અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ જેવા શહેરોમાં રાત્રિના 10 કલાક બાદ કરફ્યૂ લાગુ થતો હોવાથી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રાત્રે 08 કલાકે માર્કેટ બંધ કરી દેવા સૂચના આપવામાં આવી છે. તેમ છતાં અમદાવાદવાસીઓએ ઉત્તરાયણનો રંગ રાખ્યો હોય, તેમ છેલ્લી ઘડીએ ભરપૂર ખરીદી કરી હતી.

પતંગ-દોરીના ભાવમાં વધારો

ચાલુ વર્ષે પતંગનો સ્ટોક વધુ આવ્યો નથી. જે કારણે જૂના સ્ટોકનું વેચાણ વધ્યું છે અને તેને લીધે ભાવ પણ વધુ જોવા મળી રહ્યા છે. જ્યારે પતંગની માગમાં ગયા વર્ષ કરતા 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં સંજોગો જોતા વેપારીઓ ખુશ જોવા મળ્યા હતા. ઉત્તરાયણના દિવસે અમદાવાદવાસીઓ અમદાવાદના વાતાવરણને આકાશ રંગબેરંગી પતંગોથી ભરી દેશે, તેવું આ આજની ખરીદી જોતા જણાઇ રહ્યું છે.

ખરીદીમાં મશગુલ લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભુલ્યા ભાન

છેલ્લી ઘડીની ખરીદીમાં ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતુ. પોલીસના રાઉન્ડમાં પણ તેની તકેદારી લેવામાં આવી ન હતી. કોરોનાની રસી આવવાથી સૌ બેફિકર દેખાઈ રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.