અમદાવાદ: કૃષ્ણનગર પોલીસે ઝડપ્યું કુટણખાનું, 11 યુવતીઓને મુક્ત કરાવી

author img

By

Published : Sep 24, 2020, 12:35 PM IST

Ahmedabad

અમદાવાદમાં મંગળવારે સાંજે કૃષ્ણનગરમાંથી એક કૂટણખાનું ઝડપાયું છે. કૃષ્ણનગર પોલીસે આ ઘટનામાં 3 મકાનમાંથી 11 યુવતીઓને મુક્ત કરાવી છે. અહીં તેઓ પાસે દેહવેપાર કરાવવામાં આવતો હતો.

અમદાવાદ : શહેરના કૃષ્ણનગરમાં 3માં અલગ અલગ મકાન ભાડે રાખીને રાજુ યાદવ નામનો વ્યક્તિ છેલ્લાં કેટલાંક સમયથી કૂટણખાનું ચલાવતો હતો. તેમાં 11 જેટલી યુવતીઓને ગોંધી રાખી તેમની પાસે અનૈતિક કામ કરાવવામાં આવતું હતું. આ મકાન અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ઔડાના મકાનમાં આવેલા છે, ત્યાં ઔડાના 3 મકાનમાં ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર રાજુ યાદવ નામના આરોપીએ મુંબઈ, મહારાષ્ટ્ર અને બંગાળથી યુવતીઓને બોલાવતો હતો અને તેમની પાસે અનૈતિક કામ કરાવતો હતો.જેમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે કે, આરોપી રાજુ યાદવે કરારના આધારે આ મકાનોમાં પોતાનો કબજો કર્યો હતો. આ મકાનોમાં જ તેણે અનૈતિક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી.

કૃષ્ણનગર પોલીસને બાતમી મળી હતી કે, ઔડાના 3 મકાનમાં ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે રૂમનો દરવાજો બહારથી બંધ હતો. અંદર મકાનમાં યુવતીઓને રાખવામાં આવી હતી. પોલીસ રૂમમાં અંદર પહોંચી તો ચોંકી ઉઠી હતી. મકાનની અંદર ગ્રાહકોને વીઆઈપી જેવી સુવિધાઓ આપવામાં આવતી હતા. ઔડાના મકાનના રૂમોમાં એસી, એલઈડી ટીવી સહિતની સુવિધાઓ પણ રાખવામાં આવી હતી.

અમદાવાદ: કૃષ્ણનગર પોલીસે ઝડપ્યું કુટણખાનું, 11 યુવતીઓને મુક્ત કરાવી
જેની મહિતીના આધારે કૃષ્ણનગર પોલીસે કાર્યવાહી દરમિયાન એક ગ્રાહકની પણ ધરપકડ કરી છે. પોલીસે કાર્યવાહી કરતા રોકડા રૂપિયા 14,540, ત્રણ એલઈડી ટીવી, 5 એસી, 12 મોબાઈલ અને 1 રિક્ષા જપ્ત કરી છે. રાજુ યાદવ નામના શખ્સ કુટણખાનું ચલાવતો હતો, તે વ્યક્તિ ફરાર થઈ ગયો છે. કૃષ્ણનગર પોલીસે કુટણખાનું પકડી વધુ કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં અનેક જગ્યાએ આવી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અનેક જગ્યાએ સમાજ પાર્લરના આડમાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. પોલીસ સમયાંતરે આવી જગ્યાઓ પર દરોડાં કરતી રહી છે. જોકે, થોડા સમય બાદ આવી પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થઈ જતી હોય છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.