ETV Bharat / state

અમદાવાદમાં દોઢ વર્ષની બાળકીનું અપહરણ,પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો

author img

By

Published : Nov 11, 2019, 7:15 PM IST

અમદાવાદ: સાબરમતી વિસ્તારમાંથી દોઢ વર્ષની બાળકીનુ અપહરણ થવાના કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં બાળકીને સલામત છોડાવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદમાં દોઢ વર્ષની બાળકીનું અપહરણ

શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી. ત્યારે આરોપી સંજય પરમાર ત્યાથી પસાર થયો હતો. બાળકીને રમાડવા નજીક ગયો અને ત્યાર બાદ તેને લઈને રવાના થઇ ગયો હતો. બાળકી રડતી હોવાથી તેની માટે દૂધ અને બિસ્કીટ લીધા હતા. ત્યારબાદ નરોડા તરફ પહોચ્યો હતો.

બીજી તરફ બાળકીના પિતાને દિકરીના ગુમ થવાની જાણ થતા તેઓ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને ફરિયાદ નોંધાવી હતી. બાળકીના અપહરણની ફરિયાદના પગલે પોલીસે જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં બાળકીનો ફોટો મોકલીને શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન રડતી બાળકીની સાથે આરોપીને જોઈને એક જાગૃત નાગરિકને શંકા જતા તેણે પોલીસ કન્ટ્રોલને જાણ કરી હતી. પોલીસે ત્યા પહોંચીને તપાસ કરતા આરોપી બાળકીનું અપહરણ કરીને નરોડા આવ્યો હોવાનુ ખુલતા જ પોલીસે સંજય નામના આરોપીની ધરપકડ કરી હતી.

Intro:અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી દોઢ વર્ષની બાળકીનુ અપહરણ થવાના કેસમાં નવા ખુલાસો થયો છે. પોલીસે ગણતરીના કલાકોમા બાળકીને સલામત છોડાવી અને આરોપીની ધરપકડ પણ કરી છે. જોકે હવે પોલીસને જાણવા મળ્યું કે આરોપીએ અપહરણ કરતી વખતે દારૂ પીધો હતો અને જેથી બાળકીનું નશાની હાલતમાં અપહરણ કર્યું હતું. જોકે આરોપી પીધેલો હોવાથી તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે કે કેમ તે શંકાના આધારે પોલીસે બાળકીનુ મેડીકલ તપાસ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે.Body:શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી ત્યારે આરોપી સંજય પરમાર ત્યાથી પસાર થયો હતો. બાળકીને રમાડવા નજીક ગયો અને ત્યાર બાદ તેને લઈને રવાના થઇ ગયો હતો. બાળકી રડતી હોવાથી તેની માટે દૂધ અને બિસ્કીટ લીધા હતા અને ત્યાર બાદ નરોડા તરફ પહોચ્યો હતો. બીજી તરફ બાળકીના પિતાને દિકરીના ગુમ થવાની જાણ થતા તેઓ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને ફરિયાદ નોંધાવી હતી. બાળકીના અપહરણની ફરિયાદના પગલે પોલીસે જુદા-જુદા પોલીસ સ્ટેશનમા બાળકીનો ફોટો મોકલીને શોધખોળ શરૂ કરી હતી. આ દરમ્યાન રડતી બાળકીની સાથે સંજય પરમારને જોઈને એક જાગૃત નાગરિકને શંકા જતા તેણે પોલીસ કન્ટ્રોલને જાણ કરી અને પોલીસે ત્યા પહોંચીને તપાસ કરતા સંજય બાળકીનુ અપહરણ કરીને નરોડા આવ્યો હોવાનુ ખુલતા જ પોલીસે સંજયની ધરપકડ કરી હતી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.