ETV Bharat / state

જગન્નાથજીના મામાના ઘરે જમશે લાખો ભક્તો, મોસાળમાં જમણવારને લઈને સરસપુરવાસીઓ સજ્જ

author img

By

Published : Jun 30, 2022, 7:54 PM IST

જગન્નાથજીના મામાના ઘરે જમશે લાખો ભક્તો, મોસાળમાં જમણવારને લઈને સરસપુરવાસીઓ સજ્જ
જગન્નાથજીના મામાના ઘરે જમશે લાખો ભક્તો, મોસાળમાં જમણવારને લઈને સરસપુરવાસીઓ સજ્જ

અમદાવાદ શહેરમાં નીકળનારી વિશ્વની બીજા નંબરની રથયાત્રા( jagannath rathyatra 2022)એટલે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે.બે વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનું રંગેચંગે આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનના મામાના ઘરે એટલે સરસપુર મોસાળમાં કોઇપણ ઉણપ ન રહી જાય તેના માટે મોસાળવાસીઓએ પણ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

અમદાવાદઃ વિશ્વની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા એટલે કર્ણાવતી શહેર અમદાવાદની( Ahmedabad Jagannath Rathyatra 2022)માનવામાં આવે છે. આ પ્રસંગે ભગવાનના મોસાળમાં ઉસ્તાહ અને ઉમંગનો માહોલ છવાઈ જતો હોય છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ રંગચંગે રથયાત્રા(jagannath rathyatra 2022)નીકળવાની છે ત્યારે સરસપુરવાસીઓએ પણ તોયારીઓને આખરી ઓપ આપ્યો છે.

જગન્નાથની 145મી રથયાત્રા - ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં નીકળનારી વિશ્વની બીજા નંબરની રથયાત્રા એટલે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે. રાજ્યમાં કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનું રંગેચંગે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો દર્શનાર્થીઓ જગતના નાથ જગન્નાથજીના દર્શન માટે આવતા હોય છે. ભગવાનના મામાના ઘરે એટલે સરસપુર મોસાળમાં કોઇપણ ઉણપ ન રહી જાય તેના માટે મોસાળવાસીઓએ પણ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

આ પણ વાંચોઃ Jagannath Rathyatra 2022 : શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભુલી ન જતાં નહિતર ભોગવવું પડશે !

જમણવારનું વિશાળ આયોજન - ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરસપુરમાં પહોંચશે ત્યારે રથયાત્રામાં જોડાયેલા અને સરસપુરના તમામ ભક્તો માટે જમણવારનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. મામા ઘર આંગણે સરસપુર મોસાળમાં કુલ 10થી 12 જગ્યાએ રસોડનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સરસપુરની મોટી સાળી વાળમાં સૌથી મોટા રસોડાનું આયોજન થયા છે. જેમાં અંદાજે 35,000 થી વધુ ભક્તો જમતાં હોય છે.

અલગ-અલગ વાનગીઓનો જમણવાર - ભગવાના મામાના ઘરની વાત કરીએ તો સરસપુરમાં અઠવાડિયા પહેલાથી જ અલગ-અલગ પોળોમાં અને વાડમાં રસોડા શરૂ કરી દેવામાં આવ્યા હતા. ખુદ પોળોના લોકો અને મંડળના લોકો ભેગા મળી સંપૂર્ણ દિવસ દરમિયાન રસોઈનું આયોજન કરે છે. સરસપુરમાં મોટા રસોડામાં કુલ 30થી 35 000 વધુ લોકો શાંતિપૂર્વક જમી શકે તેવું આયોજન કરાય છે. જ્યારે નાના રસોડામાં 8થી 10000 લોકો જમી શકે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. દરેક પોળો અને વાડમાં અલગ-અલગ વાનગીઓનો જમણવાર યોજવામાં આવે છે.

આ પણ વાંચોઃ Jagannath Rathyatra 2022 : જગન્નાથજી માટે સ્પેશિયલ મંગાવેલા મોરપીંછ બન્યા આકર્ષણનું કેન્દ્ર

રથ ખેચશે 1000થી વધુ ખલાસીઓ - વહેલી સવારે ભગવાન જગન્નાથજીના રથ ખેંચીને 1000થી વધુ ખલાસીઓ જગતના નાથ જગન્નાથજીને સરસપુર મામાના ઘરે લઈ પધારતા હોય છે. ત્યારે ખાસ કરીને માત્ર ખલાસીઓ માટે ખાસ અલગથી વડવાળો વાસ ખાતે જમણવારનું આયોજન કરવામાં આવે છે. જેમાં માત્ર ખીચડી અને શાક જ બનાવવામાં આવે છે. સરસપુરમાં પોળોની વાત કરીએ તો મોટી સાળવી વાડ, લુહારની પોળ, કડિયા વાડ, તળિયા પોળ, લીમડા પોળ, પીપળા પોળ, ગાંધીની પોળ, આંબલી વાડ (હનુમાન મંદિર), ઠાકોર વાસ, વડવાળો વાસ, પિંજરા વાડ (રૂડીમાનું રસોડું), સ્વામિનારાયણ મંદિર, આંબલી વાડ (રાજુ મારવાડી) જેવી અલગ અલગ પોળોમાં આ પ્રકારે રસોડાનું આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.