ETV Bharat / state

International Culture Festival: ગુજરાતના 140 જેટલા કલાકારોએ બનાવ્યો રેકોર્ડ, ભારતીય સંસ્કૃતિની રજૂઆત કરી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 9:49 AM IST

Updated : Sep 11, 2023, 5:45 PM IST

International Culture Festival
International Culture Festival

અમદાવાદ 140 જેટલા કલાકારોએ ઇન્ટરનેશનલ કલ્ચર ફેસ્ટીવલ ભાગ લીધો હતો. જેમાં તેમણે ફ્રાન્સ, પોલેન્ડ, હંગરી અને તુર્કીમાં અલગ અલગ 51 જેટલા નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિની રજૂઆત કરી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું હતું.

ગુજરાતના કલાકારોએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

અમદાવાદ : ગુજરાત વિશ્વમાં દરેક જગ્યા પર દેશનું નામ રોશન કરી રહ્યું છે. જેમાં ઉદ્યોગ હોય કે પછી રમત ગમત. ઉપરાંત રાજકારણ સહિતના દરેક ક્ષેત્ર ગુજરાતનું ટેલેન્ટ દેશનું નામ રોશન કરી રહ્યુ છે. ત્યારે વધુ એક ઇન્ટરનેશનલ કલ્ચર ફેસ્ટિવલમાં ભાગ લઈને ગુજરાતના કલાકારોએ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું છે.

વિશ્વમાં સંસ્કૃતિ પ્રચાર : આ અંગે રંગસાગર અકાદમીના ડાયરેક્ટર નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમારું મુખ્ય લક્ષ્યાંક છે કે દેશની તેમજ ગુજરાતની સંસ્કૃતિને પ્રચલિત કરવામાં આવે. જે અંતર્ગત અમે અત્યાર સુધીમાં 65 જેટલા ઇન્ટરનેશલ કલ્ચર ફેસ્ટિવલમાં ભાગ લઈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2017માં અમે રેકોર્ડ બનાવ્યો હતો. તેનો જ રેકોર્ડ અમે તોડી ફરી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વખતે અમે 4 દેશમાં ફેસ્ટિવલ ભાગ લીધો હતો. જેમાં એક સાથે 140 જેટલા લોકોએ 52 જેટલા અલગ અલગ દેશ સંસ્કૃતિના ડાન્સ તેમજ નૃત્ય કર્યા હતા.

ગુજરાતના 140 જેટલા કલાકારોએ રેકોર્ડ બનાવ્યો છે. તે આવનાર પેઢી માટે પ્રેરણાદાયી રહેશે. આવનાર પેઢીને પણ તૈયાર કરવાની છે. દેશના સિનિયર કલાકારો સુંદર કામ કરી રહ્યા છે. પરંતુ તેમની ઉંમર વધી ગઈ હોવાના કારણે કામ કરી શકે તેમ નથી. પણ હવે યુવા પેઢીને તૈયાર કરવાનો સમય આવી ગયો છે. જો ભારતીય કલા અને સંસ્કૃતિને જાળવી હશે તો નવા કલાકારોને તૈયાર કરવા પડશે. -- જોરાવરસિંહ જાદવ (વાઇસ પ્રેસિડેન્ટ, ભારત સંગીત નાટ્ય અકાદમી)

ઇન્ટરનેશનલ કલ્ચર ફેસ્ટીવલ : ગામડા તેમજ શહેરમાં કલાકારોએ યોગ્ય પ્લેટફોર્મ મેળવવું ખૂબ જ જરૂરી છે. તેમની કળા બહાર આવે તે ખૂબ જરૂરી છે. વિદેશમાં આપણી સંસ્કૃતિ પ્રચાર વિશ્વમાં થયા તે જરૂરી છે. કેમ કે આજ દેશ વિશ્વ મહાગુરુ બનાવા તરફ આગળ વધી રહ્યો છે. તેના માટે યુવા કલાકારો આગળ આવે તે ખૂબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ કલ્ચર ફેસ્ટીવલમાં કુલ 50 દેશના કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં જર્મની, ભારત, ગ્રીસ, સ્પેન અને ફ્રાન્સ સહિતના અલગ અલગ દેશના કલાકારોએ ભાગ લીધો હતો.

  1. Monsoon Festival: દમણમાં "મોન્સૂન ફેસ્ટિવલ" અંતર્ગત દેવકા બીચ પર વિવિધ રાજ્યના કલાકારોની સાંસ્કૃતિક પરેડે પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડ્યું
  2. International Folk Dance Festival : ગુજરાતી મહેક ગજેરાના ગ્રુપે હંગેરી અને ગ્રીસના ફેસ્ટિવલ્સમાં ભારતીય નૃત્યકલા વારસાનો ડંકો વગાડ્યો
Last Updated :Sep 11, 2023, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.