ETV Bharat / state

ટાઈફોઈડના કેસમાં વધારો થતાં AMC હરકતમાં

author img

By

Published : Dec 12, 2022, 7:42 PM IST

ટાઈફોઈડના કેસમાં વધારો થતાં AMC હરકતમાં
ટાઈફોઈડના કેસમાં વધારો થતાં AMC હરકતમાં

અમદાવાદ શહેરમાં રોગચાળો મોટા પ્રમાણમાં (AMC Health Department) જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનાના પ્રથમ ત્રણ દિવસમાં જ ટાઈફોડ, કમળો અને ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થતા અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું છે. (Epidemic in Ahmedabad)

અમદાવાદ : રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં રોગચાળો (Water borne disease in Ahmedabad) મોટાપ્રમાણમાં જોવા મળી રહ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય કેસમાં વધારો જોવા મળતા અમદાવાદ કોર્પોરેશનની તંત્ર હરકતમાં આવ્યું છે. જેને લઈને લોહીના સેમ્પલ તેમજ ક્લોરિન ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. (Epidemic in Ahmedabad)

ત્રણ દિવસમાં ડેંગ્યુના 38 કેસ શહેરમાં મચ્છરજન્ય કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર માસના પ્રથમ ત્રણ દિવસમાં સાદા મેલેરિયાના 1 કેસ, ઝેરી મેલેરીયાના 2 કેસ, ડેન્ગ્યુના 38 કેસ, ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. જેના કારણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 3,480 જેટલા લોહીના સેમ્પલ તેમજ 153 જેટલા સીરમના સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. (Ahmedabad Municipal Corporation)

પાણીજન્ય કેસોમાં ધરખમ વધારો મચ્છરજન્ય કેસની સાથે પાણીજન્ય કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. ડિસેમ્બર માસના પ્રથમ ત્રણ દિવસમાં પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઝાડા ઊલટીના 47 કેસ, કમળાના 56, ટાઈફોઈડના 60 અને જ્યારે સિઝનલ ફ્લુના કેસની સંખ્યા 1 કેસ નોંધાયો છે. કોર્પોરેશન દ્વારા બેક્ટેરિયા લોજિકલ તપાસ માટે 1571 પાણીનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 13 સેમ્પલ ઓન ફિટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 4730 જેટલી ક્લોરિનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. (Mosquito borne disease in Ahmedabad)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.