ETV Bharat / state

Incident of robbery in Ahmedabad: વસ્ત્રાપુરમાં થયેલ લૂંટના આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયા

author img

By

Published : Jan 15, 2022, 7:58 PM IST

Incident of robbery in Ahmedabad: વસ્ત્રાપુરમાં થયેલ લૂંટના આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયા
Incident of robbery in Ahmedabad: વસ્ત્રાપુરમાં થયેલ લૂંટના આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયા

અમદાવાદના વસ્ત્રાપુરમાંં તાજેતરમાં કુરિયર કંપનીના કર્મચારીને લૂંટી લેવાની (Incident of robbery in Vastrapur, Ahmedabad)ઘટના બની હતી. 11 જાન્યુઆરીએ બનેલી આ ઘટના બાદ ગણતરીના દિવસોમાં વસ્ત્રાપુર પોલીસે લૂંટના (Ahmedabad City Police)ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. લૂંટની અવારનવાર બનતી ઘટનાઓ માંથી પોલીસના ધ્યાને આવ્યું છે કે અનેક વખત કુરિયર કંપની કે આંગડિયા પેઢીના કર્મચારીઓને સૉફ્ટ(Incident of robbery of a courier company employee) ટાર્ગેટ બનવવામાં આવે છે.

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં (Accused of robbery in Vastrapur)તાજેતરમાં કુરિયર કંપનીના કર્મચારીને આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટી લેવાની ઘટના બની હતી. 11 જાન્યુઆરીએ બનેલી આ ઘટના બાદ ગણતરીના દિવસોમાં વસ્ત્રાપુર પોલીસે લૂંટના(Ahmedabad City Police) ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ આ લૂંટમાં ગયેલો મુદ્દામાલ પણ (Incident of robbery in Vastrapur, Ahmedabad)કબજે કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે પકડાયેલા ત્રણેય આરોપીઓ પૈકી એક આરોપી મુખ્ય સૂત્રધાર અને અગાઉ પણ કુરિયર કંપનીમાં ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

વસ્ત્રાપુરમાં લૂંટની ઘટના

એક આરોપી કુરિયર કંપનીમાં ચોરી કરવાના આરોપમાં પકડાઈ ચૂકેલો

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ ત્રણેય આરોપીઓને ધ્યાનથી જુઓ. આરોપીઓના નામ છે ઉદયન પારેખ, નિકુંજ પંડ્યા અને વિશાલ ચૌહાણ. જેમાંથી મુખ્ય સૂત્રધાર ઉદયન પારેખ નામનો શખ્સ છે. કે જે અગાઉ પણ નારણપુરામાં એક કુરિયર કંપનીમાં નોકરી કરતો હતો અને તેજ કુરિયર કંપનીમાં ચોરી કરવાના આરોપમાં પકડાઈ ચૂકેલો છે. હાલમાં પણ તે કુરિયર કંપનીમાં જે નોકરી કરતો હતો ત્યાં જ લૂંટ કરવાના ઇરાદે બે શખ્સો સાથે મળી યુનિવર્સિટી પાસેના સમરસ હોસ્ટેલ નજીક કુરિયર કંપનીના કર્મચારીને લૂંટવા માટે ઉદયન પારેખએ જ પ્લાન બનાવ્યો હતો. આ લૂંટનો પ્લાન સક્સેસ ગયો અને લાખો રૂપિયાની રોકડ ચોરી કરી આરોપીઓ ભાગલા પાડવા બેઠા ત્યારે જ પોલીસની ટીમે તેમને ઝડપી લીધા.

આ પણ વાંચોઃ youth's own kidnapping drama: પૈસા મેળવવા યુવકે જાતે પોતાના અપહરણનું રચ્યું તરકટ

કર્મચારી સાથે તકરાર કરી અને અઢી લાખ લઈ ફરાર

પોલીસ પૂછપરછમાં સામે આવી આવ્યું કે આ ત્રણે આરોપીઓમાંથી મુખ્ય સૂત્રધાર ઉદયન પારેખ છે. જેણે નિકુંજ પંડ્યા અને વિશાલ ચૌહાણ ને માહિતી આપી હતી કે કુરિયર કંપનીનો કર્મચારી રાત્રી દરમિયાન યુનિવર્સિટીના રૂટ ઉપરથી પસાર થાય છે. માટે ઉદયન પારેખ અગાઉથી જ વિશાલ ચૌહાણને સમરસ હોસ્ટેલ પાસે મૂકી આવ્યો. બાદમાં અકસ્માતના બહાને નિકુંજ પંડ્યા અને ઉદયન પારકે કર્મચારી સાથે તકરાર કરી અને અઢી લાખ રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં 50 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીઓ ની ઓળખ આસાન થઈ ગઈ અને પોલીસ ગિફ્ટમાં આવી ગયા. હાલ તો પકડાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ 2 લાખ 40 હજારની રોકડ રકમ મોબાઇલ અને બે વાહનો પોલીસે કબજે કર્યા છે.

કુરિયર કંપની કે આંગડિયા પેઢીના કર્મચારીઓને સૉફ્ટ ટાર્ગેટ

લૂંટની અવારનવાર બનતી ઘટનાઓ માંથી પોલીસના ધ્યાને આવ્યું છે કે અનેક વખત કુરિયર કંપની કે આંગડિયા પેઢીના કર્મચારીઓને સૉફ્ટ ટાર્ગેટ બનવવામાં આવે છે. ત્યારે કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પોલીસ રજીસ્ટ્રેશન પણ કેટલા જરૂરી બન્યા છે કે આવા બનાવ સમયે શકમંદ વ્યક્તિઓની તુરંત ઓળખ કરી શકાય.
આ પણ વાંચોઃ Amba gets Italian parents: રાજકોટમાં નિર્દયી રીતે તરછોડાયેલી અંબાને મળ્યાં ઈટાલીના માવતર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.