ETV Bharat / state

Gujarat Legislative Assembly : રાજ્યમાં દારૂની રેલમછેલ, પોલીસ પર લાગ્યો હપ્તા ખોરીનો આરોપ

author img

By

Published : Mar 3, 2022, 2:47 PM IST

ગુજરાતમાં દારૂની રેલમછેલ થઇ રહી છે. તે બાબત ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ગૃહમાં સ્પષ્ટ થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહમાં વિદેશી દારૂ, દેશી દારૂ અને અન્ય નશીલા પદાર્થ અંગે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો તેના પ્રતિ ઉત્તરમાં સરકારે જે આંકડા રજૂ કર્યા તે ચોંકાવનારા (Issue of Taking Alcohol to Legislature) જોવા મળ્યા છે.

Gujarat Legislative Assembly : રાજ્યમાં દારૂની રેલમછેલ, પોલીસ પર લાગ્યા હપ્તા ખોરીનો આરોપ
Gujarat Legislative Assembly : રાજ્યમાં દારૂની રેલમછેલ, પોલીસ પર લાગ્યા હપ્તા ખોરીનો આરોપ

અમદાવાદ : રાજ્યમાં હાલ વિધાનસભાનું સત્ર (Session of Gujarat Legislative Assembly) ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વાર છેલ્લા 2 વર્ષ નશીલા પદાર્થો કેટલા ઝડપાયો તેમાં કેટલા આરોપીઓ હજુ વોન્ટેડ છે. જે અંગે ગૃહમાં સવાલ પૂછવા આવ્યો છે. જેને લઈ સરકારે જવાબ આપતા જણાવ્યું કે, રાજ્યમાંથી છેલ્લા બે વર્ષમાં 215 કરોડ 62 લાખ 52 હજાર 275 રૂપિયાની કિંમતની 1 કરોડ 6 લાખ 32 હજાર 94 વિદેશી દારૂની બોટલ, જ્યારે 4 કરોડ 33 લાખ 78 હજાર 162 રૂપિયાની 19,34342 લીટર દેશી દારૂ, 16 કરોડ 20 લાખ 5 હજાર 848 રૂપિયાની કિંમતની 12, 20, 258 બિયરની બોટલ અને 370 કરોડ 25 લાખ 48 હજાર 562 રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજો હેરોઈન પાવડર અને અન્ય ડ્રગ્સ પકડાય છે.

રાજ્યમાં દારૂની રેલમછેલ
રાજ્યમાં દારૂની રેલમછેલ

આ પણ વાંચોઃ Congress starts with protest in budget session : કોંગ્રેસે નર્મદા રીવર ઇન્ટર લીંકિંગ પ્રોજેક્ટને હાથમાં લીધો, સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંઘાવ્યો

4 હજારથી વધુ આરોપીઓ હજુ પણ વોન્ટેડ

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર 847 રૂપિયાની કિંમતનો વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલ 4 હજાર 46 આરોપીઓ હજુ પણ વોન્ટેડ છે. જો કે, કોંગ્રેસે આક્ષેપ (Allegations of Congress in Legislative Assembly) કર્યો છે કે પોલીસ અને સરકારની રહેમ નજર હેઠળ જ રાજ્યની સરહદોથી દારૂનો ગેરકાયદેસર જથ્થો રાજ્યમાં ઠાલવવામાં આવે છે. સાથે રાજ્યના યુવાધનને રોજગારીના બદલે બરબાર્દીમાં ધકેલવાનું ષડયંત્ર ચાલે છે.

આ પણ વાંચોઃ Kanu Desai Union Budget Reaction : તમામ રાજ્યોને ધ્યાનમાં લેવાયા છે રોજગારી અને સુખાકારીમાં વધારો કરશે બજેટ

રાજ્યમાં 2 વર્ષમાં ACB લાંચ લેતા કેટલા પોલીસકર્મીઓની ધરપકડ કરી

રાજ્યમાં કરોડો રૂપિયાના દારૂની રેલમછેલ થઈ રહી છે. આ તમામની વચ્ચે છેલ્લા બે વર્ષમાં ACBએ લાંચ લેતા 99 પોલીસકર્મીઓ પર લાંચના ગુન્હા દાખલ કર્યા છે. જેમાં સરકારે કુલ 12,18,550 રૂપિયા કબજે કર્યા છે. જો કે મહત્વની બાબત છે કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં હજુ સુધી એક પણ પોલીસકર્મીઓને સજા કરવામાં આવી નથી. જ્યારે રાજ્યમાં કરોડો રૂપિયાના દારૂની (Issue of Taking Alcohol to Legislature) રેલમછેલ અને પોલીસ હપ્તાખોરના આરોપ ક્યારેક આંખે ઉડીને જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.