ETV Bharat / state

ભદ્રકાળી મંદિરે સવારથી ભક્તોની લાંબી લાઈન

author img

By

Published : Oct 26, 2022, 2:33 PM IST

ભદ્રકાળી મંદિરે સવારથી ભક્તોની લાંબી લાઈન
ભદ્રકાળી મંદિરે સવારથી ભક્તોની લાંબી લાઈન

નવા વર્ષની ઉજવણીની શરૂઆતમાં જ અમદાવાદ (Hindu New Year Celebration in Ahmedabad )ના નગરદેવી તરીકે ઓળખાતા ભદ્રકાળી માતાના મંદિરે સવારથી જ હરિભક્તોને લાંબી લાઈનો જોવા મળી આવી હતી. સૌએ આવનાર વર્ષ સુખમય અને નીરોગી બની રહે તેવી માતા ( Ahmedabad Bhadrakali Temple Darshan ) પાસે પ્રાર્થના કરી છે.

અમદાવાદ આજે કારતક સુદ એકમ એટલે કે ગુજરાતીઓનું નવું વર્ષ. નવા વર્ષની શરૂઆત (Hindu New Year Celebration in Ahmedabad )માં જ દરેક લોકો પોતાના કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરવા જતા હોય છે અને પોતાના નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં નગરની દેવી તરીકે ઓળખાતા ભદ્રકાળી માતાજી મંદિરે દર્શન કરવાનો મહિમા છે. ત્યારે આજે સવારથી જ અમદાવાદ શહેરીજનોને ભદ્રકાળી મંદિરે સવારથી ભક્તોની લાંબી લાઈન જોવા મળી આવી હતી.

નવા વર્ષે ભદ્રકાળી માતાના દર્શન કરી આશીર્વાદ લેતાં લોકો

ભક્તોએ શું કહ્યું મીનલભાઈએ etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષથી સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે નકારાત્મક માહોલ જોવા મળી રહ્યો હતો. પરંતુ આ વર્ષે સંપૂર્ણ રીતે રાહત મળતા જ ભારે ઉત્સાહપૂર્વક દરેક લોકોએ દિવાળીની (Hindu New Year Celebration in Ahmedabad )ઉજવણી કરી હતી. અમદાવાદ શહેરની નગરદેવી ભદ્રકાળી ( Ahmedabad Bhadrakali Temple Darshan ) માતા રક્ષા કરે છે. તેથી સવારથી જ ભક્તોની લાંબી લાઈન જોવા મળી આવે છે.

કુટેવ દૂર કરવાનો પ્રયત્ન કરીશ સુનીલભાઈએ જણાવ્યું હતું કે ભદ્રકાળી માતાના દર્શન ( Ahmedabad Bhadrakali Temple Darshan ) એટલે કે અમદાવાદના નગરદેવીના દર્શન કર્યાં છે.તેમના દર્શનથી જ દુઃખોનો નાશ થાય છે. સમગ્ર દેશનો અને અમદાવાદ શહેરનો વિકાસ થાય તેવી આશા અને માતાજી પાસે પ્રાર્થના કરી છે. સાથે સંકલ્પ લીધો હતો હું હેલ્થ સાથે સંકળાયેલો છું પણ મારામાં જે પણ કુટેવ છે એ દૂર કરવાનો પ્રયત્ન કરીશ એવો મેં આજના દિવસે (Hindu New Year Celebration in Ahmedabad ) સંકલ્પ લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.