ETV Bharat / state

દ્વારકામાં 'દેવભૂમિ કોરિડોર' હેઠળ ભગવાન કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનશે

author img

By

Published : Dec 23, 2022, 10:44 AM IST

Updated : Dec 23, 2022, 4:04 PM IST

ગુજરાતના દ્વારકામાં 'દેવભૂમિ કોરિડોર' હેઠળ ભગવાન કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનશે
ગુજરાતના દ્વારકામાં 'દેવભૂમિ કોરિડોર' હેઠળ ભગવાન કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનશે

ગુજરાત સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, 'દેવભૂમિ દ્વારકા કોરિડોર'ના ભાગરૂપે દ્વારકા શહેરમાં ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (Gujarats tallest statue of Lord Krishna) બનાવવામાં આવશે. તેના પ્રથમ તબક્કાનું કામ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની ધારણા છે. (Devbhumi Dwarka Corridor)

અમદાવાદ: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, 'દેવભૂમિ દ્વારકા કોરિડોર'ના ભાગરૂપે દ્વારકા શહેરમાં ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (Gujarats tallest statue of Lord Krishna) બનાવવામાં આવશે. તેના પ્રથમ તબક્કાનું કામ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની ધારણા છે. શુક્રવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક બાદ ગુજરાતના આરોગ્યપ્રધાન હૃષિકેશ પટેલે (Gujarat Health Minister Hrishikesh Patel) આ જાહેરાત કરી હતી. હૃષિકેશ પટેલ રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે. (Devbhumi Dwarka Corridor)

ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા: દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (Gujarats tallest statue of Lord Krishna) સ્થાપિત કરવા ઉપરાંત દ્વારકાધીશ મંદિર માટે પ્રસિદ્ધ શહેરમાં 3D ઇમર્સિવ એક્સપિરિયન્સ ઝોન અને શ્રીમદ ભગવદ્ ગીતા અનુભવ ક્ષેત્ર પણ હશે. હૃષિકેશ પટેલે કહ્યું કે, ભાજપ સરકારે આ પ્રદેશને પશ્ચિમ ભારતનું સૌથી મોટું ધાર્મિક કેન્દ્ર બનાવવા માટે 'દેવભૂમિ દ્વારકા કોરિડોર' વિકસાવવાનો નિર્ણય કર્યો છે.

આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ભૂમિપૂજન: હૃષિકેશ પટેલે જણાવ્યું કે, આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં અમે એક વ્યુઈંગ ગેલેરી બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છીએ, જ્યાંથી લોકો પ્રાચીન દ્વારકા શહેરના અવશેષો જોઈ શકે. અમે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં (Announcement by Gujarat Health Minister Hrishikesh Patel) ભૂમિપૂજન કર્યા બાદ પ્રથમ તબક્કાનું કામ શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં અમે એક વ્યુઈંગ ગેલેરી બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છીએ, જ્યાંથી લોકો પ્રાચીન દ્વારકા શહેરના અવશેષો જોઈ શકે. અમે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ભૂમિપૂજન કર્યા બાદ પ્રથમ તબક્કાનું કામ શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ.

Last Updated :Dec 23, 2022, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.