ETV Bharat / state

Covid-19 Case Update: રાજ્યમાંથી કોરોનાના 51 કેસ સામે આવ્યા, 18 માસનું બાળક પણ કોવિડ પોઝિટિવ

author img

By

Published : Mar 12, 2023, 9:02 AM IST

Covid-19 Case Update: રાજ્યના કોરોના 51 કેસ સામે આવ્યા,  18 માસનું બાળક પણ કોવિડ પોઝિટિવ
Covid-19 Case Update: રાજ્યના કોરોના 51 કેસ સામે આવ્યા, 18 માસનું બાળક પણ કોવિડ પોઝિટિવ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ફરીએક વખત ચિંતા વધારી રહ્યા છે. ખાસ કરીને મહાનગરમાં વધી રહેલા કેસથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. જોકે, કોરોના વાયરસની સાથે બીજા નવા વાયરલ H3N2નો કેસ સામે આવતા મુશ્કેલી વધી ગઈ છે. કોરોનાને લઈને ગુજરાતમાં થયેલા કુલ કેસની સંખ્યા પર નજર કરીએ.

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી સામે આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી કોરોનાના પોઝિટિવ કેસ ફક્ત સિંગલ ડિજિટમાં સામે આવી રહ્યા હતા. હવે અચાનક જ કોરોનાએ માથું ઊંચક્યું છે. 11 માર્ચના દિવસે રાજ્યમાં એક સાથે 51 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી હાલમાં ગુજરાતમાં કુલ 181 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે.

આ પણ વાંચોઃ H3N2 Virus Cases in Gujarat : રાજ્યમાં નવા H3N2 વાયરસની એન્ટ્રી, 3 કેસો આવ્યાં હોવાનું સ્વીકારતી સરકાર

501 લોકોની થયું રસીકરણઃ ગુજરાત રાજ્યમાં આજે 11 માર્ચના રોજ કુલ 501 નાગરિકોનો રસીકરણ થયું છે. જેમાં સૌથી વધુ રસીકરણ સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવ્યું છે. આ સાથે જ 21 દર્દીઓને દવાખાનમાંથી ડીસચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ નથી થયું. સરકારની યાદીમાંથી આ વાત સામે આવી છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 12,80,88,102 નાગરિકોને પ્રથમ બીજો અને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.

Covid-19 Case Update: રાજ્યના કોરોના 51 કેસ સામે આવ્યા,  18 માસનું બાળક પણ કોવિડ પોઝિટિવ
Covid-19 Case Update: રાજ્યના કોરોના 51 કેસ સામે આવ્યા, 18 માસનું બાળક પણ કોવિડ પોઝિટિવ

અમદાવાદમાં ચિંતાજનકઃ અમદાવાદમાં એક સાથે આજે 32 જેટલા કોરોનાના પોઝિટિવ કેસે ચિંતા વધારી છે. જેમાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 18 માસના બાળકને પણ કોરોના પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં બાળકને સારવાર હેતુ દાખલ કરવામાં આવ્યું છે. જ્યારે 67 વર્ષીય મહિલા દર્દીને પણ ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં પણ હવે કોરોનાના કેસમાં સતત વધારો થવાથી લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. પરંતુ રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે અને ચિંતા કરવાની કોઈ જ જરૂર ન હોવાનું નિવેદન પણ આપ્યું હતું.

આ પણ વાંચોઃ Corona Death in Surat : સુરતમાં 2023માં કોરોનાના કારણે પ્રથમ મોત

ક્યાં જિલ્લામાં કેટલા નવા કેસ નોંધાયાઃ અમદાવાદ કોર્પોરેશન 32, રાજકોટ 06, ભાવનગર કોર્પોરેશન 03, સુરત કોર્પોરેશન 03, સાબરકાંઠા 02, ગીર સોમનાથ 01, પોરબંદર 01, સુરત 01, સુરેન્દ્રનગર 01, બરોડા કોર્પોરેશન 01. જોકે, મહાનગરમાં હોસ્પિટલ તંત્રએ વધી રહેલા કેસને ધ્યાને લઈને પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.