ETV Bharat / state

ગાંધીનગર ઉત્તર બેઠક પર ભાજપના રીટાબેન પટેલની જીત

author img

By

Published : Dec 7, 2022, 3:14 PM IST

Updated : Dec 8, 2022, 2:33 PM IST

Etv Bharatગાંધીનગર ઉત્તર બેઠક જીતવા રાજકીય પાર્ટીઓ તલપાપડ
Etv Bharatગાંધીનગર ઉત્તર બેઠક જીતવા રાજકીય પાર્ટીઓ તલપાપડ

ગાંધીનગરમાં ઉત્તર વિધાનસભાની બેઠક (Gandhinagar North Assembly Seat) પરથી ભાજપના રીટાબેન પટેલની(bjp candidate reetaben patel) જીત થઈ છે. જોકે આ બેઠક કૉંગ્રેસનો ગઢ છે તેમ છતાં અહીં જીતવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટીએ જોર લગાવ્યું હતું. હવે આ બેઠક ભાજપના હાથમાં આવી ગઈ છે.

અમદાવાદ ગાંધીનગરમાં ઉત્તર વિધાનસભાની બેઠક (Gandhinagar North Assembly Seat) પરથી ભાજપના રીટાબેન પટેલની(bjp candidate reetaben patel) જીત થઈ છે. ગાંધીનગરમાં આ વખતે કુલ 66.89 ટકા મતદાન (Low turnout in Gandhinagar North) થયું હતું. તેમાંથી ગાંધીનગર ઉત્તર બેઠક પર 60.73 ટકા એટલે કે ઓછું મતદાન થયું હતું. આ વિધાનસભા બેઠક (Gandhinagar North Assembly Seat) પર ભાજપની જીત (Gujarat Assembly Election 2022) મેળવવા માટે અનેક દિવસો અને રાતો ભેગી કરીને મહેનત કરવી પડી હતી. કુલ મતદારો 2.60 લાખ છે, જેમાં સૌથી વધુ સરકારી કર્મચારીઓ મતદાર છે. આ બેઠક હંમેશાથી કૉંગ્રેસ સ્ટ્રોન્ગ હોલ્ડ બેઠક રહી છે. ત્યારે આ વિધાનસભા બેઠક પર ભાજપે જીતવા માટે લોઢાના ચણા ચાવવા (Gujarat Assembly Election 2022) પડે તેવી પરિસ્થિતિ છે.

કેટલું મતદાન આ વખતે ગાંધીનગર ઉત્તર બેઠક પરથી 60.73 ટકા મતદાન (Low turnout in Gandhinagar North) થયું હતું. જ્યારે ગત ચૂંટણીમાં 69.10 ટકા મતદાન થયું હતું. આ સાથે જ અહીં 9 ટકા જેટલું ઓછું મતદાન થયું હતું.

બેઠક પરના ઉમેદવારો આ બેઠક (Gandhinagar North Assembly Seat) પરથી ભાજપે આ વખતે રીટાબેન પટેલ (Rita Patel BJP Candidate for Gandhinagar North), કૉંગ્રેસે વિરેન્દ્રસિંહ વાઘેલા (Virendrasinh Vaghela Congress Gandhinagar North) અને આમ આદમી પાર્ટીએ મુકેશ પટેલને (Mukesh Patel AAP Candidate for Gandhinagar North) ટિકીટ આપી હતી.

કાંટાની ટક્કર વર્ષ 2012માં આ બેઠક અસ્તિત્વમાં (Gandhinagar North Assembly Seat) આવી હતી. ત્યારે ભાજપે આ બેઠક (Gandhinagar North Assembly Seat) પરથી અશોક પટેલને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા ને તેઓ જીત્યા પણ હતા. ત્યારબાદ વર્ષ 2017માં આ બેઠક પરથી કૉંગ્રેસના સિનિયર નેતા ડો. સી. જે. ચાવડા ચૂંટણી મેદાને ઉતર્યા હતા. ત્યારથી આ બેઠક કૉંગ્રેસ પાસે જતી રહી હતી. તેમણે અશોક પટેલને હરાવી 4,477 મતથી જીત હાંસલ કરી હતી. જોકે, આ વખતે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નવા ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. એટલે અહીં કૉંગ્રેસ પોતાનો ગઢ બચાવવામાં સફળ રહેશે કે પછી ફરી અહીં ભાજપની રિએન્ટ્રી થશે તે સવાલ છે. હવે આ બેઠક પર કાંટાની ટક્કર નિશ્ચિત છે.

જ્ઞાતિ સમિકરણ અહીં 40,000 મત શિડ્યૂલ કાસ્ટના મતદારો, ક્ષત્રિય, ઠાકોરના 30,000 મતદારો, પાટીદાર સમાજના 20થી 22,000 મતદાર, બ્રાહ્મણ સમાજના 25,000 મતદારો, STના 5,000 મતદારો સાથે કુલ 1.25 લાખ મહિલાઓ અને 1.35 લાખ પુરૂષ મતદારો છે. અહીં કૉંગ્રેસના મજબૂત વિસ્તાર એવા બોરીજ, ઈન્દ્રોડા, ઘોડાકૂવા, ગોકુલપૂરા, આદિવાળા, પાલજ છે. આ 6 ગામના મતથી કૉંગ્રેસ જીતે છે.

મતદાન સમયનો માહોલ ભાજપ ફરી આ બેઠક (Gandhinagar North Assembly Seat) જીતવા તલપાપડ છે તે તો જગજાહેર છે. પરંતુ અહીંના મતદારોએ ઉમેદવારોને એટલા ખુશ થવા દીધા નથી. કારણ કે, અહીં ગત ચૂંટણી કરતા 9 ટકા ઓછું મતદાન (Low turnout in Gandhinagar North) નોંધાયું હતું. એટલે ઉમેદવારોને ચહેરા પડી ગયા છે.

Last Updated :Dec 8, 2022, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.