ETV Bharat / state

Gujarat Covid Case: અમદાવાદમાં કેસની સંખ્યા 200ને પાર, કચ્છમાં એકનું મૃત્યુ

author img

By

Published : Mar 25, 2023, 10:24 PM IST

Gujarat Covid Case: અમદાવાદમાં કેસની સંખ્યા 200ને પાર, કચ્છમાં એકનું મૃત્યુ
Gujarat Covid Case: અમદાવાદમાં કેસની સંખ્યા 200ને પાર, કચ્છમાં એકનું મૃત્યુ

ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. શનિવારે ચોવીસ કલાક પૂરા થતા કોરોના વાયરસના નવા 402 કેસ સામે આવ્યા છે. દિવસે દિવસે કોરોના રૂપી ઘાત વધારે ઘાતક બની રહી હોય એવો માહોલ જોવા મળ્યો છે.

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. મિશ્ર વાતાવરણની અસર થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. સૌથી વધારે કોરોના વાયરસના કેસ અમદાવાદમાંથી નોંધાયા છે. જેનો આંકડો 200ને પાર થઈ ગયો છે. અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 220 કેસ સામે આવ્યા છે. આવી સ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગે કોરોનાની પહેલી લહેરીની જેમ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં આવતા દર્દીઓને પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી લેવા માટે તબીબો સલાહ આપી રહ્યા છે. અમદાવાદની તમામ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા કોરોનાને લઈને દિવસે દિવસે વધી રહી છે.

આ પણ વાંચોઃ Coronavirus Origins : કોરોના વાયરસની ઉત્પત્તિને 3 વર્ષ, હજુ પણ એક રહસ્ય

મહાનગરની સ્થિતિઃ જે રીતે કોરોના વાયરસની પહેલી તથા બીજી લહેરમાં અમદાવાદ કોરોના વાયરસનું કેન્દ્રબિન્દુ રહ્યું હતું. એવી સ્થિતિ ધીમે ધીમે નિર્માણ પામી રહી છે. જ્યારે રાજકોટમાં 30, સુરતમાં 32, તેમજ મોરબીમાં 18 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 12,અમરેલીમાં 18 તેમજ વડોદરામાં 23 કેસ નોંધાયેલા છે. જ્યારે સાબરકાંઠામાં નવા 9 અને ગાંધીનગર 8 નવા કેસ સામે આવ્યા છે. વલસાડમાં 5, ભરૂચમાં 3, જામનગરમાં 3, કચ્છમાં 1, નવસારી 3, આણંદમાં 2 કેસ નોંધાયા છે.

કચ્છમાંથી મૃત્યુંઃ પોઝિટિવ કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો કચ્છમાં 8 પર પહોંચ્યો છે તો આજે જિલ્લામાં દોઢ વર્ષ બાદ કોરોનાંથી 9 માસની બાળકીનું મોત નિપજ્યું છે. ગાંધીધામ ખાતે ગઈ કાલે 9 માસની બે બાળકીઓ કોરોના સંક્રમિત થઈ હતી.તો એક બાળકીને તાવ, જાડા, ઉલ્ટી અને ન્યૂમોનિયા સહિતની બીમારી હોતા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ભુજની જનરલ હોસ્પિટલમાં ટેસ્ટ દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું રિપોર્ટ આવ્યું હતું અને નબળા શરીરના કારણે કોરોનાથી તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ H3N2 Virus : જો તમે વાયરસથી બચવા માંગતા હોવ તો જનતા અને સરકારે તાત્કાલિક આ કરવું

162 દર્દી સાજાઃ શનિવારે કોરોના વાયરસને માત આપીને 162 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1529 સુધી પહોંચી ગઈ છે. જોકે, સતત અને સખત રીતે બદલી રહેલા હવામાનને કારણે શરીદ, ઉધરસ, તાવ અને ફ્લુના કેસ વધી રહ્યા છે. આ સાથે ઝાડા ઊલ્ટીના કેસમાં પણ દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.