ETV Bharat / state

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં વકીલનો સેમીનાર યોજાયો

અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ (Pramukh swami Shatabdi Mahotsav in ahmedabad) ચાલી રહ્યો છે. જેમાં આજે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા લીગલ સેમિનાર (Legal Seminar by Gujarat Bar Council) યોજવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી 3500 વકીલોએ સેમિનારમાં ભાગ લીધો હતો. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા થિંક બિયોન્ડ રિસ્પોન્સિબિલિટી વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો.

વકીલ દબાયેલા-કચડાયેલાં વર્ગનો અવાજ
વકીલ દબાયેલા-કચડાયેલાં વર્ગનો અવાજ
author img

By

Published : Dec 25, 2022, 3:57 PM IST

વકીલ દબાયેલા કચડાયેલાં વર્ગનો અવાજ

અમદાવાદ: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી(Pramukh swami Shatabdi Mahotsav in ahmedabad) નિમિત્તે પ્રમુખસ્વામી નગરમાં ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સેમિનાર (Gujarat Bar Council Seminar in ahmedabad) યોજાયો હતો. જેમાં સ્વામીજીએ લીગલ નોલેજ પર પ્રવચન આપ્યું હતું. દરેક બાર એસોસિએશનમાંથી 5 વકીલોના પ્રતિનિધિઓને અહીંયા બોલાવવામાં આવ્યા હતા.

લીગલ સેમિનારનું આયોજન: અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેમાં આજે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા થિંક બિયોન્ડ રિસ્પોન્સિબિલિટી વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી 2500 વકીલોનું રજીસ્ટ્રેશન થયું હતું. ગુજરાતમાંથી 3500 વકીલોએ સેમિનારમાં ભાગ લીધો હતો. (lawyers seminars in Pramukh swami Mahotsav)

આ પણ વાંચો: પ્રમુખસ્વામી નગરના આરોગ્ય સહાય કેન્દ્રમાં મળતી આરોગ્ય સેવા વિશે જાણો

વકીલ દબાયેલા-કચડાયેલાં વર્ગનો અવાજ: સેમિનાર સંપન્ન થયા બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, સ્વામીજી મહારાજે કરી તે માત્ર વકીલ સમાજ માટે નહીં પણ માનવ સમાજ માટે તે એક શીખ છે. હું તો ઘણો પ્રભાવિત થયો છે. સ્વામીજીને માનવજીવનને વકીલ વ્યવસાય સાથે જોડી દીધો હતો. એક મનુષ્યનું જીવન કેવું હોવું જોઇએ. અને એક વકીલનું પરિવાર, દેશ, અસીલ પરત્વે શું કર્તવ્ય હોવું જોઇએ. ભગવાનની આરાધના કરવાથી પ્રોફેશનમાં પણ લાભ મળે છે. આ બધું સાંભળીને મને લાગે છે કે આજનો દિવસ, કોન્ફરન્સ બહુ લાભદાયી અને ફાયદાકારક રહી છે.

આ પણ વાંચો: ડ્રોનની નજરે પ્રમુખસ્વામી નગર, બાલનગરી સહિતની સુંદર રચનાઓના મનોરમ્ય દ્રશ્યો

લીગલ નોલેજ પર સ્વામીજીનું ભાષણ: અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ જગત ચોક્સીએ જણાવ્યું હતું કે લીગલ નોલેજ પર સ્વામીજીએ ધર્મ અને ન્યાય કેવી રીતે સાંકળવો તેનું ખૂબ સારું જ્ઞાન આપ્યું. તેમણે વધુમાં કહ્યું કે, આધ્યાત્મિક રીતે જોઇએ તો દરેક વ્યક્તિનું ઉત્થાન જ રહ્યું છે. આવા સેમિનારો જો થતાં રહે તો પ્રજાને પડતી તકલીફો આપોઆપ દૂર થઇ શકે. અહીંયા વ્યસનમુક્તિને લગતી શોર્ટ ફિલ્મ બતાવી હતી. જેમાં વ્યસન મુક્તિથી માંડીને તમે તમારા કામને કેવી રીતે પ્રાધાન્ય આપી શકો તે દરેક વસ્તુ દરેક તબક્કા પર ઉજાગર કરતો આ કાર્યક્રમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.