ETV Bharat / state

ઈકોનોમિકસે વિધાર્થીઓને હેરાન કર્યા: વર્ષ 2022 કરતા 2023માં 13.64 ટકા પરિણામ ઘટ્યું

author img

By

Published : May 31, 2023, 10:06 AM IST

Updated : May 31, 2023, 11:29 AM IST

માર્ચ 2022 માં ફક્ત સમગ્ર ગુજરાતમાં એક જ એવી શાળા હતી કે જેનું 10% કરતાં ઓછું પરિણામ આવ્યું હતું ત્યારે માર્ચ 2023 ના પરિણામમાં આ શાળાની સંખ્યામાં વધારો થઈને કુલ 44 શાળાઓનું પરિણામ 10% થી ઓછું આવ્યું છે.

GSEB HSC 12th Result 2023
GSEB HSC 12th Result 2023

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું સમયાંતરે પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે જેમાં વર્ષ 2022 કરતા વર્ષ 2023માં 13.64 ટકા પરિણામ ઓછું આવ્યું છે.

GSEB HSC 12th Result 2023
વર્ષ 2022 કરતા વર્ષ 2023માં 13.64 ટકા પરિણામ ઓછું

100 ટકા પરિણામ ધરાવતી શાળામાં ઘટાડો: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પડાયેલી વિગતોની જો વાત કરવામાં આવે તો માર્ચ 2022 માં ગુજરાતમાં કુલ 164 જેટલી શાળાઓનો સો ટકા જેટલું પરિણામ સામે આવ્યું હતું ત્યારે માર્ચ 2023 માં ફક્ત 311 જ શાળાનું પરિણામ 100% પ્રાપ્ત થયું છે. એટલે કે 753 શાળાઓના પરિણામમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે માર્ચ 2022 માં ફક્ત સમગ્ર ગુજરાતમાં એક જ એવી શાળા હતી કે જેનું 10% કરતાં ઓછું પરિણામ આવ્યું હતું ત્યારે માર્ચ 2023 ના પરિણામમાં આ શાળાની સંખ્યામાં વધારો થઈને કુલ 44 શાળાઓનું પરિણામ 10% થી ઓછું આવ્યું છે.

ગ્રેડ પ્રમાણે વિધાર્થિનીઓ સંખ્યા

  • A1 1874
  • A2 20,896
  • B1 51,607
  • B2 82,527
  • C1 1,00,699
  • C2 76,352
  • D 11,936
  • E1 131

નાપાસ થયેલ વિષય પ્રમાણે વિગતો

  • ગુજરાતી પ્રથમ ભાષા 33,789
  • અંગ્રેજી પ્રથમ ભાષા 2353
  • હિન્દી દ્વિતીય ભાષા 8473
  • અંગ્રેજી દ્વિતીય ભાષા 54,239
  • ઇકોનોમિક્સ 38,945
  • મેનેજમેન્ટ 22,333
  • સંસ્કૃત 27,739
  • સ્ટેટ 27,2007
  • ફિલોસોફી 29,565
  • સોશિયોલોજી 19,303
  • સાયકોલોજી 18,324
  • જીયોગ્રાફી 21,687
  • એકાઉન્ટ 28,519

ઈકોનોમિકસે વિધાર્થીઓને હેરાન કર્યા: સામાન્ય પ્રવાહના મુખ્ય વિશેની વાત કરવામાં આવે તો મુખ્ય વિષય એટલે કે ઇકોનોમિક્સ માં જ 38,945 વિદ્યાર્થીઓ નપાસ થયા છે જ્યારે એકાઉન્ટમાં 28,519 વિદ્યાર્થીઓ નબળા હોવાનું સામે આવ્યું છે આમ કોમર્સ ના વિષયોમાં સરેરાશ 25000 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયમાં નપાસ થયા છે જ્યારે પ્રથમ ભાષાની વાત કરવામાં આવે તો ગુજરાતી ભાષામાં પણ આજના વિદ્યાર્થીઓના પાસ થયા હોવાનું સામે આવ્યા છે જેમાં કુલ 33,789 અને ત્યારબાદ સૌથી વધુ અંગ્રેજી ભાષામાં 339 વિદ્યાર્થીઓ પાસ થવામાં નિષ્ફળ થયા છે.

  1. GSEB HSC 12th Result 2023: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73. 27 ટકા પરિણામ, આ રીતે જોઈ શકશો
  2. ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ, આ વિદ્યાર્થીનીઓેએ મારી બાજી, 100 ટકા પરીણામ ધરાવતી શાળામાં ઘટાડો
Last Updated :May 31, 2023, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.