ETV Bharat / state

GPSSB Chairman Trasnfer: પેપર ફૂટ્યા બાદ બદલીનો ધમધમાટ, NSUIએ કર્યો મંડળનો વિરોધ

author img

By

Published : Jan 31, 2023, 7:45 AM IST

Updated : Jan 31, 2023, 8:40 AM IST

GPSSB Chairman Trasnfer: પેપર ફૂટ્યા બાદ બદલીનો ધમધમાટ, NSUIએ કર્યો મંડળનો વિરોધ
GPSSB Chairman Trasnfer: પેપર ફૂટ્યા બાદ બદલીનો ધમધમાટ, NSUIએ કર્યો મંડળનો વિરોધ

પંચાયત સેવા પસંદગી મંડળ એ રાજ્ય સરકારનું સ્વતંત્ર ભરતી એકમ છે. જે પંચાયત વિભાગના સીધા નિયંત્રણમાં છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ થકી હજું તલાટી અને જુનિયર ક્લાર્કની (GPSSB Chairman Transfer) પરીક્ષા બાકી હોવા છતાં ચેરમેનની બદલી કરી દેવામાં આવી છે. જેને લઈને એકમ સામે અનેક પ્રકારના પ્રશ્નો ઊઠી રહ્યા છે. જોકે, ચર્ચા એવી પણ છે કે, પેપર ફૂટી ગયા બાદ સરકારી વિભાગથી લઈને પસંદી મંડળ સુધીમાં મોટા પડઘા પડ્યા છે.

અમદાવાદઃ ગુજરાત સેવા પસંદગી મંડળના અધિક મુખ્ય સચીવ ACSના છેલ્લા ચાર દિવસમાં જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું આયોજન થયું. વર્ષ 2017માં 10 ટકા ઈબીસી એ પછી જીએડીનો તારીખ 1 ઓગસ્ટ 2018 ના રોજ ઠરાવ, કોવિડની મહામારી અને છેલ્લા છ વર્ષથી અલગ અલગ વિભાગની ભરતીઓ અનિયમિત હતી. એવામાં સરકારે GPSSBમાં સરકારે જ્યુડિશિયરીમાંથી નિયુક્ત જજ નરેશ શાહને ચેરમેન પદેથી હટાવી દીધા છે. એ બાદ વિકાસ કમિશનર સંદીપકુમારને ચેરમેનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

  • गुजरात राज्य में जूनियर क्लर्क परीक्षा 29 जनवरी को होने वाली थी लेकिन परीक्षा से एक दिन पहले पेपर लीक हो गया। इसके विरोध में @NSUIGujarat अध्यक्ष नरेंद्र सोलंकी के नेतृत्व में कार्यकर्ताओं साथ कलेक्टर कार्यालय पर धरना दिया गया और कलेक्टर को ज्ञापन दिया। pic.twitter.com/hUSXAppa3G

    — NSUI Gujarat (@NSUIGujarat) January 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ Junior Clerk Exam Paper Leak: પેપરલીક કાંડનો મુખ્ય સૂત્રધાર જીત નાયક ઝડપાયો, 5 લાખમાં કર્યો હતો પેપરનો સોદો

સમીક્ષા બેઠક યોજીઃ GPSSBને બે મહિલા સભ્યોને હવાલે કરીને અટકેલી પરીક્ષાની પ્રક્રિયા આગળ વધારવાની ઉતાવળે વહીવટ ખાડે ગયો છે. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સોમવારે પોલીસ ભરતી સાથે જોડાયેલા આઈપીએસ વિકાસ સહાય તથા હસમુખ પટેલ, GPSSBના ઈન્ચાર્જ ચેરમેન સંદીપકુમાર સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આવનારા દિવસોમાં જૂનિયર ક્લાર્કની પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરી દેવાશે. અત્યાર સુધીમાં 12 વખત સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યા છે.

પોલીસ પ્રોટેક્શઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પેપર ફૂટી ગયા બાદ પોલીસ પ્રોટેક્શન માગ્યું છે. ઉચ્ચ સ્તરેથી આદેશ છૂટ્યા બાદ અમદાવાદ અને ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. ગાંધીનગરમાં આવતા તમામ પ્રવેશદ્વાર પર નાકાબંધી કરી દેવામાં આવી હતી. આઈબીના રીપોર્ટને પગલે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પોલીસ પ્રોટેક્શન માગ્યું હતું. જેના કારણે કર્મયોગી ભવનમાં મોડીરાતથી પોલીસ ટુકડી તૈનાત થઈ ગઈ હતી.

ભરોસો ઊઠ્યોઃ જેના કારણે પરીક્ષાર્થીઓનો સિસ્ટમ પરથી ભરોસો ઊઠી ગયો છે. જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. એવા સમયે ઉમેદવારો કહે છે કે, પેપર ફોડવા પાછળ જે કોઈ સંડોવાયેલા છે એના આરોપી સામે કડક પગલાં લો અને દાખલો બેસાડો. આ મામલે ગૃહવિભાગમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મંડળના સત્તાધીશો પણ જોડાયા હતા. જૂનિયર ક્લાર્કનું પેપરલીક કૌભાંડમાં એટીએસની ટીમે અત્યાર સુધીમાં 16 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં હૈદરાબાદ કે.એલ.હાઈટેક પ્રિન્ટિગ પ્રેસનો લેબર શ્રધારક લુહાની ગુજરાત એટીએસે ધરપકડ કરી લીધી છે. જોકે, ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Junior Clerk Exam Paper Leak: પેપરલીક કાંડના 15 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

સતત બીજા દિવસે વિરોધઃ અમદાવાદમાં આ પેપર ફૂટવાને લઈને સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIના કાર્યકર્તાઓએ અમદાવાદના મણિનગર વિસ્તારમાં રસ્તે બેસી જઈને આ પેપર લીક કાંડનો વિરોધ કર્યો છે. જિલ્લા ક્લેક્ટરને આવેદનપત્ર આપીને નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવામાં આવી એવી માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં એક મહિનામાં નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે એવી પણ સ્પષ્ટતા કરી હતી.

Last Updated :Jan 31, 2023, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.