ETV Bharat / state

Gold Price Hike in Rajkot : રાજકોટમાં સોનાના વેપારીઓને લગ્નગાળો પણ ન ફળ્યો, ગ્રાહકોના પ્રતિભાવમાં છુપાયું છે કારણ

author img

By

Published : May 4, 2023, 6:44 PM IST

Gold Price Hike in Rajkot : રાજકોટમાં સોનાના વેપારીઓને લગ્નગાળો પણ ન ફળ્યો, ગ્રાહકોના પ્રતિભાવમાં છુપાયું છે કારણ
Gold Price Hike in Rajkot : રાજકોટમાં સોનાના વેપારીઓને લગ્નગાળો પણ ન ફળ્યો, ગ્રાહકોના પ્રતિભાવમાં છુપાયું છે કારણ

લગ્નગાળામાં સોનાચાંદીના ઘરેણાંની માગ રહેતી હોય છે. ત્યારે રાજકોટમાં સોનાના વેપારીઓ નિસાસો નાંખી રહ્યાં છે કે તેમને લગ્નગાળો પણ ફળ્યો નથી. રાજકોટમાં સોનીબજારમાં સોપો પડેલો જોવા મળી રહ્યો છે કારણ કે લોકો સોનું લેવાનું ટાળી રહ્યાં છે. આવું કેમ બની રહ્યું છે તે જોઇએ.

સોનીબજારમાં સોપો

રાજકોટ : હાલ લગ્ર પ્રસંગની સીઝન ચાલી રહી છે. એવામાં રાજકોટમાં સોની બજારમાં લગ્નગાળો ચાલે છેં પણ મંદીનો માહોલ છવાયો જોવા મળી રહ્યો છે. હાલ સોનાં ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની અસર સોની બજારમાં સીધી જોવા મળી રહી છે. એવામાં લોકો પણ લગ્ન પ્રસંગ દરમિયાન જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. જેના કારણે સોની વેપારી હાલ મુશ્કેલીમાં મુકાયા છે.

લોકો સોનું લેવાનું ટાળી રહ્યાં છે : કોરોના મહામારી બે વર્ષ દરમિયાન પણ સોની બજારમાં ખુબ જ મંદીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારબાદ ધીમેધીમે વેપાર વધ્યો હતો. પરંતુ હાલ સતત સોના ચાંદીના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકો પણ હવે સોનું લેવાનું ટાળી રહ્યા છે.

આ પણ વાંચો Gold Price Today: યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવ આસમાને, જાણો નવો ભાવ

સોનાના ભાવ 62 હજારની આસપાસ પહોંચ્યા : આ અંગે રાજકોટમાં સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારી શ્રેય સોનીએઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા બાર વર્ષથી અમે સોના ચાંદીના ધંધા સાથે સંકળાયેલા છીએ. જ્યારે હાલમાં સતત સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે. જેના કારણે લોકો પણ જરૂરિયાત પૂરતું જ સોનું ખરીદી રહ્યા છેચ લગ્ન ગાળો છે છતાં પણ હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હજુ ભાવ વધવાની શક્યતા : તેમણે એમ પણ જણાવ્યું હતું કે જે લોકો અગાઉ શોખ માટે સોનુ ખરીદતા હતાં તે હવે બંધ થઈ ગયું છે અને ખૂબ જ જરૂરિયાત હોય તો જ સોનાની ખરીદી કરવાનું રાખી રહ્યા છે. એવામાં અમારા સોની વેપારીઓમાં મુશ્કેલી જોવા મળી રહી છે. જ્યારે સોના ચાંદીના ભાવ આગામી દિવસોમાં હજુ પણ વધે તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો Gold Silver Sensex News: ન્યૂયોર્કમાં સોનું આટલા ડૉલર થયુ મોંઘુ, જાણો સોના-ચાંદી માર્કેટનો મિજાજ

ગ્રાહકોનો પ્રતિભાવ : એક અઠવાડિયા પહેલાની વાત કરવામાં આવે તો સોનામ ભાવ રૂ. 60000ની આસપાસ હતા. જે આજે 62000 જેટલો ભાવ પહોંચ્યો છે. ચાંદીમાં પણ અગાઉ 70000 ભાવ હતા. જે હાલ 76000 પહોંચ્યા છે. અને હજુ પણ તેમાં ભાવ વધારો થાય તેવી શક્યતાઓ સોની વેપારીઓ માની રહ્યા છે. ત્યારે સોનાની ખરીદી કરવા આવેલા ગૌરવ પરમારે જણાવ્યું હતું કે અમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવી રહ્યો છે અને જેના કારણે જ અમે સોનુ ખરીદવા માટે દુકાને આવ્યા છીએ. ખાસ કરીને હાલ સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે એટલે આગામી દિવસોમાં પણ ભાવ વધે તેવી શક્યતાઓ છે. જેના કારણે અમે અત્યારથી જ સોનું ખરીદી રહ્યા છીએ. જેથી કરીને અમારે ભવિષ્યમાં જો સોનાના ભાવ વધે તો ચિંતા ન રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.