ETV Bharat / state

Fake CMO Officer : કર્મકાંડ કરનારા યુવકનો કાંડ, નકલી CMO અધિકારી બની અધિકારીઓને ધાક ધમકી આપતો હતો

author img

By

Published : Aug 21, 2023, 10:23 PM IST

Fake CMO Officer
Fake CMO Officer

નકલી PMO ઓફિસર કિરણ પટેલ બાદ નકલી CMO અધિકારી હોવાની ઓળખ આપતા વધુ એક ઠગ ઝડપાયો છે. સાણંદના 28 વર્ષીય યુવકે GST ઓફિસરને CMO અધિકારી હોવાનું કહીને ધમકી આપી હતી. જોકે ફરીયાદીએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતા અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા મહાઠગને ઝડપી પાડી સમગ્ર મામલાનો ભેદ ખોલ્યો હતો.

કર્મકાંડ કરનારા યુવકનો કાંડ

અમદાવાદ : PMO ઓફિસર બનીને અનેક લોકો સાથે ઠગાઈ આચરનાર કિરણ પટેલની થોડા મહિનાઓ પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તેવામાં વધુ એક મહા ઠગ ઝડપાયો છે. જે પોતે CMO અધિકારી હોવાની ઓળખ આપી અલગ-અલગ વિભાગના અધિકારીઓને ફોન કરી દમદાટી આપતો હતો. છેલ્લા ઘણા સમયથી આરોપી પોતાના ફોનમાં ટ્રુ કોલરમાં પોતે સીએમ ઓફિસમાં અધિકારી હોવાનું લખાણ રાખી કાંડ કરતો હતો. આરોપીએ તલાટીથી લઈને નાયબ મામલતદાર સુધીના અધિકારીઓને ફોન કરી ભલામણ કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે તેણે GST ઓફિસરને પણ ધમકી આપતા અંતે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે સાણંદના યુવકની ધરપકડ કરી છે.

નકલી CMO અધિકારી
નકલી CMO અધિકારી

આવી રીતે ઝડપાયો : અમદાવાદ GST કચેરીમાં ફરજ બજાવતા એક અધિકારીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી GST વિભાગમાં ફરજ બજાવે છે. થોડા દિવસો પહેલા એક અજાણ્યા વ્યક્તિએ તેઓને ફોન કરી પોતે CMO ના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી હતી. તે વારંવાર એક કેસની કાર્યવાહી આગળ ન વધારી કેસ પૂરો કરવા ધમકી આપતો હતો. જેથી અંતે GST અધિકારીએ આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમે સાણંદમાં રહેતા લવકુશ શીવગોપાલ દ્વિવેદી નામના 28 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો. વ્યવસાયે કર્મકાંડ કરનાર આરોપીની ધરપકડ કરી તપાસ કરતા તેણે મોટો કાંડ કરી નાખ્યો હોવાની હકીકત સામે આવી છે.

ખોટી ઓળખ
ખોટી ઓળખ

ગુનો કબુલ્યો : આરોપીની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તેના કાકા ઉંઝા ખાતે પેઢી ધરાવી વેપાર કરે છે. GST ના અધિકારી દ્વારા પેઢીની સ્થળ તપાસ કરી હતી. તે પેઢીના કેસની તપાસના કામે નોટિસ આપી હતી. GST વિભાગના અધિકારી દ્વારા આરોપીના કાકા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તે માટે તેણે પોતે ચીફ મિનિસ્ટર ઓફિસમાં અધિકારી તરીકેની ઓળખ આપી GST ના અધિકારીને કેસની ફાઈલ બંધ કરવાની ધાકધમકી આપી હતી.

આરોપીએ જીએસટી અધિકારીને ફોન કરીને તેના કાકા સામે થયેલ કાર્યવાહી અંગે ધાકધમકી આપી હતી. જેથી તેની સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. તેણે પોતાની ખોટી ઓળખ પ્રસ્થાપિત કરીને કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરી છે અને કેટલા પૈસા પડાવ્યા છે, તે બાબતે તેની વધુ તપાસ અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આરોપી પોતે સોશિયલ મીડિયા ઉપર રાજકારણમાં હોવાનું લખાણ ધરાવે છે. પરંતુ તેની પાસેથી તે બાબતના કોઈ પુરાવા મળ્યા નથી.-- જે.એમ. યાદવ (ACP, સાયબર ક્રાઈમ-અમદાવાદ)

કોણ છે આ ઠગ ? આ મામલે પકડાયેલા આરોપીનો જન્મ હિંમતનગરમાં થયો છે, તે વર્ષ 2017 થી સાણંદના નિધરાડમાં રહે છે, તેનો મૂળ વ્યવસાય કર્મકાંડ અને જ્યોતિષનો છે. સાથે સાથે તે સિક્યુરિટી સર્વિસ પ્રોવાઈડર તરીકે પણ કામ કરે છે. આરોપી રાજકીય પક્ષો સાથે સંકળાયેલો હોવાથી રાજકીય આગેવાનો સાથેની ઉઠક બેઠકનો દુરુપયોગ કરતો હતો. પકડાયેલા આરોપીએ પોતાના સોશિયલ મીડિયામાં પોતે પ્રદેશ અધ્યક્ષ ગુજરાત બજરંગ સેના તેમજ એક્સ જનરલ સેક્રેટરી સ્ટેટ યુવા મોરચા તેમજ બીજેપી અન્ય ભાષી થલતેજ વોર્ડના ઇન્ચાર્જ તરીકેની પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી હતી.

ખોટી ઓળખ : પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગુજરાતના મુખ્યપ્રધાન અને અનેક રાજકારણીઓ સાથેના ફોટા પોસ્ટ કર્યા હતા. તેમજ અન્ય રાજ્યોના પણ સિનિયર નેતાઓ સાથેના ફોટા મૂક્યા હોય તે પ્રકારનું પણ જોવા મળ્યું છે. તે જ ફોટાનો તે દુરુપયોગ કરીને પોતે મુખ્યપ્રધાન કાર્યાલયનો અધિકારી હોવાની ઓળખ આપતો હતો. બાદમાં અલગ અલગ વિભાગમાં અને ખાસ કરીને મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા તલાટી અને નાયબ મામલતદારને ફોન કરીને અલગ અલગ કામ માટે ભલામણ કરતો હતો. તે માટે લોકો પાસેથી પૈસા પડાવતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

  1. Interstate Fraudster Caught : મહાનુભાવોના નામે વેપારીઓને ફોન કરી ઠગાઈ કરતો રાજસ્થાનનો મહાઠગ ઝડપાયો
  2. Maha Thug Kiran Patel : મહા ઠગ કિરણ પટેલના ત્રણ દિવસના રિમાન્ડ ગ્રામ્ય કોર્ટે મંજૂર કર્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.