ETV Bharat / state

IPLની ફાઇનલ મેચની ટિકીટ આપવાના બહાને લાખોની ઠગાઈ, જાણો કેવી રીતે થઇ

author img

By

Published : Jun 7, 2022, 5:18 PM IST

અમદાવાદમાં IPLની ફાઇનલ(IPL final match)મેચની ટિકીટ આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઇ આચરનારની અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપીએ 139 જેટલી ટિકીટ( Fraud in IPL tickets)આપવાના બહાને 2.56 લાખ રૂપિયા મેળવી લઈ ટિકીટ ન આપી ઠગાઇ આચરી હતી. અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પકડેલ જય શાહના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

ટિકીટ ફાળવણીમાં મેમ્બર હોવાનું કહી IPLની ફાઇનલ મેચની ટિકીટ આપવાના બહાને લાખોની ઠગાઈ કરી
ટિકીટ ફાળવણીમાં મેમ્બર હોવાનું કહી IPLની ફાઇનલ મેચની ટિકીટ આપવાના બહાને લાખોની ઠગાઈ કરી

અમદાવાદઃ IPLની ફાઇનલ મેચની ટિકીટ (IPL final match)આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઇ આચરનાર જય શાહની અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમે (Ahmedabad Rural Cyber Crime)ધરપકડ કરી છે. અમદાવાદના એક ગ્રુપને સ્ટેડિયમમાં પેવેલિયન બોક્ષ બુક કરવાના બહાને લાખો રૂપિયા પડાવી લીધા છે. પોલીસ ગિરફતમાં રહેલ જય શાહ વાસણા શાંતિવિલા એપાર્ટમેન્ટ રહે છે અને બેકાર છે. પણ પોતાના મોજશોખ માટે લોકો સાથે ઠગાઇ ( Fraud in IPL tickets)આચરી પૈસા મેળવે છે.

ટિકીટ

આ પણ વાંચોઃ છેતરપિંડીનો માસ્ટર માઈન્ડ ઝડપાયો, આ રીતે કરતો લાખો રૂપિયાની ઠગાઈ

ટિકીટ નહિ આપી ઠગાઇ આચરી - 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL ની ફાઇનલ મેચમાં ( IPL matches in Ahmedabad)જય શાહે 139 જેટલી ટિકીટ આપવાના બહાને 2.56 લાખ રૂપિયા મેળવી લઈ ટિકીટ ન આપી ઠગાઇ આચરી હતી. વહેલાલમાં રહેતા તરંગ પટેલ નામના યુવકને 26મી મેના રોજ જય શાહનો ફોન આવ્યો હતો અને તેણે IPL ફાઈનલ મેચની ટિકીટ જોઈતી હોય તો કરાવી આપીશ, તે પ્રકારનું કહીને પોતે સ્ટેડિયમમાં ટિકીટ ફાળવણીમાં મેમ્બર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જય શાહે લોકોને વિશ્વાસમાં લઈ ટિકીટના પૈસા બેન્કમાં જમા કરાવ્યા અને તેમને ટિકીટ નહિ આપી ઠગાઇ આચરી હતી.

આ પણ વાંચોઃ વડોદરા ઉચ્ચ અભ્યાસ માટે વિઝા આપવાનું કહી ઠગાઈ કરનારની ધરપકડ

પોલીસે જય શાહની ધરપકડ કરી - આરોપી જય શાહ પર ફરિયાદીને કોઈ શંકા ન જાય તે માટે પહેલા તેની પાસે 18 ટિકીટ લીધી હોવાનું કહ્યું હતું જેના 42000 પાંચસો રૂપિયા ચૂકવ્યા હતા. જે બાદ યુવકને વિશ્વાસ આવતા તેણે અન્ય 121 ટિકીટો બુક કરાવી હતી અને જેના 1 લાખ 25000 રૂપિયા તથા છૂટક 76 ટીકીટના પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. આમ કરી 2.56 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં પણ ઠગ જય શાહે ટીકીટ આપી ન હતી અને જે બાદ ફરિયાદી યુવક સાથે ઠગાઇ થઈ હોવાથી આ મામલે અમદાવાદ ગ્રામ્ય સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે જય શાહની ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમએ પકડેલ જય શાહના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે કે અન્ય કેટલા લોકો ટિકીટ આપવાના બહાને ઠગાઇ આચરી છે સાથે જ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશા તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.