ETV Bharat / state

ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ, ગોરધન ઝડફિયાની હત્યાનું હતું કાવતરૂ

author img

By

Published : Aug 19, 2020, 12:08 PM IST

Updated : Aug 19, 2020, 1:41 PM IST

Firing ATS and Crime Branch
અમદાવાદ : શાર્પશૂટરને પકડવા ગયેલ ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરીંગ

મુંબઈથી આવેલો એક શાર્પશૂટર અમદાવાદમાં ભાજપ નેતા હત્યાની સોપારી લઈને આવ્યો હોવાની બાતમી ATSને મળી હતી. જેના આધારે ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શાર્પશૂટરને પકડવા ગઈ હતી, ત્યારે શાર્પશૂટરે પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું.

અમદાવાદ: મુંબઈથી આવેલો એક શાર્પશૂટર અમદાવાદમાં ભાજપ નેતા હત્યાની સોપારી લઈને આવ્યો હોવાની બાતમી ATSને મળી હતી. જેના આધારે ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શાર્પશૂટરને પકડવા ગઈ હતી, ત્યારે શાર્પશૂટરે પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના રીલીફ રોડ પર આવેલી એક હોટલમાં મુંબઈથી આવેલ શાર્પશૂટર રોકાયો હતો. જે ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાની સોપારી લઈને આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચ અને ATSની ટીમ રીલીફ રોડ પહોંચી હતી. જેમાં ATSના DIG હિમાંશુ શુક્લા અને ક્રાઈમ બ્રાન્ચના DCP દીપાન ભદ્રન પણ સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા.

ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ, ગોરધન ઝડફિયાની હત્યાનું હતું કાવતરૂ

શૂટરને પકડવા ગયેલી પોલીસની ટીમ પર શાર્પશૂટરે ફાયરિંગ કર્યું હતું. જે બાદ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે, સદનસીબે કોઈ અધિકારી કે અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી.

હાલ આરોપી શાર્પશૂટરને પકડીને ATS ખાતે લઇ જવામાં આવ્યો છે અને ત્યાં તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, આ શાર્પશૂટર ભાજપના મોટા નેતાની હત્યા કરવા માટે આવ્યો હતો, તેમજ ભાજપ કાર્યાલયની રેકી પણ કરતો હતો.

Last Updated :Aug 19, 2020, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.