ETV Bharat / state

World Cup Match in Ahmedabad : અમદાવાદની ભારત પાકિસ્તાન મેચ પર નજર રાખનારા ટીથર ડ્રોન વિશે જાણો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2023, 1:53 PM IST

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14મી ઓક્ટોબરે ભારત પાકિસ્તાન મેચ યોજાવાની છે. હાઇ વોલ્ટેજ મેચને પગલે અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્તમાં ટીથર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. વર્લ્ડ કપ ક્રિકેટ મેચ દરમિયાન ડ્રોન સર્વેલન્સ દ્વારા સ્ટેડિયમ ઉપર તથા આસપાસના વિસ્તારની ઉપર બાજ નજર રાખવામાં આવશે.

World Cup Match in Ahmedabad : અમદાવાદની ભારત પાકિસ્તાન મેચ પર નજર રાખનારા ટીથર ડ્રોન વિશે જાણો
World Cup Match in Ahmedabad : અમદાવાદની ભારત પાકિસ્તાન મેચ પર નજર રાખનારા ટીથર ડ્રોન વિશે જાણો

ટીથર ડ્રોન

અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ડ્રોન સર્વેલન્સ માટેની તમામ તૈયારી કરી દેવામાં આવી છે. આ ડ્રોન 12 કલાક સર્વેલન્સ માટે તહેનાત રહેશે. આ ડ્રોન પાંચ કીલોમીટર વિસ્તારમાં તમામ નાનામાં નાની વસ્તુઓમાં જોઈ શકશે. ખાસ કરીને સ્ટેડીયમ અને આસપાસનો વિસ્તારમાં આવેલા ધાબા પર કોઇ શંકાસ્પદ હરકત થશે તો ડ્રોનની નજરમાં આવી જશે.

ભારત પાકિસ્તાન મેચમાં એરિયલ સર્વેલન્સ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ક્રાઇમ બ્રાન્ચ ઉડાવશે ટીથર ડ્રોન ઉડાડવામાં આવશે. આ ડ્રોન 5 કીમી વિસ્તારમાં નાનામાં નાની વસ્તુઓમાં જોઈ શકે છે. આ ડ્રોન 100 ફૂટની હાઈટ પર રખાશે. સ્ટેડિયમની આસપાસ જ્યાં લોકોની ભીડ વધારે જોવા મળશે ત્યાં આ ડ્રોન ચક્કર મારશે અને પરિસ્થિતિ પર નજર રાખશે.

આતંકીઓની હિલચાલના ખબર : દિલ્હીના સ્પેશિયલ સેલે પકડેલા અલ સુફા આતંકી સંગઠનનાં વોન્ટેડ આરોપી શાહનવાઝે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં રેકી કર્યાની કબૂલાત કરતા ગુજરાત પોલીસ એલર્ટ પર છે. આ ગ્રૂપના જ આતંકીઓ પાસેથી ચિત્તોડગઢ અને પૂણેમાંથી પકડાયેલા ટાઈમર અને એમોનિયામ નાઈટ્રેટ જેવા વિસ્ફોટક જોતા ગુજરાત પોલીસ તહેવાર અને મેચને લઈને અનેક શકમંદોને સર્વેલન્સમાં મૂક્યા છે.

અમદાવાદ પોલીસ એલર્ટ મોડ પર : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે યોજાનાર ભારત પાકિસ્તાન મેચના રોમાંચક મુકાબલાને માણવા બોલિવૂડ સેલિબ્રિટિઝ, જાણીતા ઉદ્યોગતિઓ, કોર્પોરેટ્સ, સ્પોન્સર્સ સહિત શુક્રવારથી ચાર્ટર્ડ વિમાનોની લઇને અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન શરૂ થઇ જશે, હાઇ વોલ્ટેજ મેચને લઇને અમદાવાદ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે.

સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી : દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો સૌથી લાંબી મેચની મજા માણશે. પ્રથમવાર કોઇ મેચમાં દર્શકો બપોરે 2 વાગ્યે શરૂ થનારી મેચમાં સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી લઇ શકશેઅને રાત્રે 10:30 કલાકે એટલે કે લગભગ સાડા બાર કલાકથી વધુ સમય સ્ટેડિયમમાં રહેશે. આ સમય દરમિયાન 1 લાખ 30 હજારથી વધુ લોકો આ સ્ટેડિયમમાં ઉપલબ્ધ હશે. ખરેખર આ ઐતિહાસિક ઘટના છે. એનઆઈએને મળેલો ધમકીભર્યો ઇમેઇલ અને આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુના ધમકીભર્યા ઓડિયો બાદ રાજ્ય સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ કોઇ પણ પ્રકારનું રિસ્ક લેવા માગતી નથી. જેથી સુરક્ષા કારણોસર દર્શકોને સવારે 10:00 કલાકે સ્ટેડિયમમાં પ્રવેશ આપી દેવાશે.

  1. IND Vs PAK: ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકોનો ધસારો, મુંબઇથી અમદાવાદ બીજી સ્પેશિયલ ટ્રેન મુકાઈ, AMTS અને BRTSની ખાસ વ્યવસ્થા
  2. India vs Pakistan Pre Match Ceremony : અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા યોજાશે સેરેમની, જાણો કાર્યક્રમની રૂપરેખા...
  3. World Cup 2023: વનડે વર્લ્ડ કપ 2023માં 10 મેચ બાદ પોઈન્ટ ટેબલની કેવી છે સ્થિતિ ? કઈ ટીમ આગળ અને કોણે બનાવ્યાં સૌથી વધુ રન ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.