ETV Bharat / state

Gujarat Technical University: ગુજરાત યુનિવર્સિટી બાદ GTUને પણ મળ્યા મહિલા કુલપતિ, રાજુલ ગજ્જરની નિમણુક

author img

By

Published : Aug 4, 2023, 8:36 AM IST

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ પદે ડૉ. રાજુલ ગજ્જરની નિમણુંક કરાઈ છે. ડૉ. રાજુલ ગજ્જર એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજના પ્રિન્સિપાલ છે અને હવે તેમની જીટીયુના નવા કુલપતિ પદે વરણી કરાઈ છે. ડૉ રાજુલ ગજ્જરનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ પદે ડૉ. રાજુલ ગજ્જરની નિમણુંક
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ પદે ડૉ. રાજુલ ગજ્જરની નિમણુંક

અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા પ્રથમ મહિલા કુલપતિ પદે ડૉ. રાજુલ ગજ્જરના નામની આજે મોડી સાંજે સત્તાવાર જાહેરાત કરાઈ છે. ગુજરાત યુનિવર્સિટી પછી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પણ પ્રથમ મહિલા કુલપતિની નિમણુંક કરવામાં આવી છે.

કોલેજના પ્રિન્સિપાલ: ડૉ. રાજુલ ગજ્જર હાલ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના પ્રિન્સિપાલ છે અને તેઓ વિશ્વકર્મા એન્જિનિયરીંગ કોલેજના પ્રિન્સિપાલ રહી ચુક્યા છે. ડૉ. રાજુલ ગજ્જર અગાઇ 1 જૂન, 2016થી 30 ડીસેમ્બર, 2016 સુધી જીટીયુના ઈન્ચાર્જ કુલપતિ રહી ચુક્યા છે. તેમજ એપ્લાયઈડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર રહી ચુક્યા છે. ડૉ રાજુલ ગજ્જર 31 ઓકટોબરે રીટાયર્ડ થવાના હતા, તે અગાઉ તેઓ કુલપતિ તરીકે નિમણુંક પામ્યા છે.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ પદે ડૉ. રાજુલ ગજ્જરની નિમણુંક
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ પદે ડૉ. રાજુલ ગજ્જરની નિમણુંક

ઇન્ટરનેશનલ રિસર્ચ પેપર લખ્યા: GTUના નવા કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરે UG અને PG નો અભ્યાસ એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાંથી જ કર્યો છે. PHDનો અભ્યાસ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાંથી કર્યો હતો. તેમને 66 નેશનલ અને ઇન્ટરનેશનલ રિસર્ચ પેપર લખ્યા છે. તેમણે 4 બુક્સ લખી છે. તેમના નામે 3 પેટન્ટ છે. તેઓ GTU ના પ્રથમ મહિલા ડીન અને ડાયરેકટર રિસર્ચ રહી ચુક્યા છે.

5 કુલપતિ ઇન્ચાર્જ કુલપતિ: ડૉ. રાજુલ ગજ્જર છેલ્લા 38 વર્ષથી એન્જિનિયરીંગ વ્યવસાયમાં અમુલ્ય યોગદાન આપી રહ્યા છે. ડૉ. રાજુલ ગજ્જરે 30થી વધુ પીજી અને 8 ડૉક્ટરલ વિર્ધાર્થીઓનું નિરીક્ષણ કર્યું છે. તેમણે 38થી વધુ ઉચ્ચ પ્રોજેક્ટસનું નેતૃત્વ કર્યું છે. તેઓ યુએસએ, કેનેડા, હંગેરી અને સિંગાપોરમાં આંતરરાષ્ટ્રિય એક્સપોઝર ધરાવે છે. GTUની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી 7 કુલપતિની નિમણુંક કરવામાં આવી છે. આજે ડૉ. રાજુલ ગજ્જરની 8માં કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અગાઉ રાજુલ ગજ્જર ઇન્ચાર્જ કુલપતિ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. GTUમાં અત્યાર સુધી 7માંથી 5 કુલપતિ ઇન્ચાર્જ કુલપતિ તરીકે જ હતા.

(1) એ. બી. પંચાલ- ઇન્ચાર્જ કુલપતિ તા. 31-12-2007થી 6-2-2008 સુધી
(2) મનીષ ભારદ્વાજ- ઇન્ચાર્જ કુલપતિ તા. 7-2-2008થી 1-3-2009 સુધી
(3) ડૉ. એમ.એન. પટેલ- ઇન્ચાર્જ કુલપતિ તા. 2-3-2009થી 9-4-2010 સુધી
(4) આકાશ અગ્રવાલ – કુલપતિ તા. 10-4-2010થી 07-6-2016 સુધી
(5) રાજુલ ગજ્જર- ઇન્ચાર્જ કુલપતિ તા. 8-6-2016થી 30-12-2016 સુધી
(6) નવીન શેઠ – કુલપતિ તા.31-12-2016થી 30-12-2022 સુધી
(7) પંકજરાય પટેલ – ઇન્ચાર્જ કુલપતિ તા. 31-12-2022થી

  1. Ahmedabad Corporation: ટેક્સ બાકી કરદાતાઓની મિલકતની AMC કરશે હરાજી
  2. Ahmedabad New Police Commissioner: અમદાવાદ શહેરને મળ્યા નવા પોલીસ કમિશનર, જી.એસ. મલિકનો મોટો એક્શન પ્લાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.