અમદાવાદઃ છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે 10 વાગ્યા બાદ રીતસર જાણે ઉનાળો બેઠો હોય એવો તાપ લાગે છે. જ્યારે સાંજના સમયે અંધારૂ થતા ફરી ઠંડક અનુભવાય છે. તો મોડી રાત્રે તો સુકા ઠંડા પવનોનો મારો અનુભવાય છે. રાજ્યમાં શિયાળો હવે અંતિમ તબક્કામાં છે. જ્યારે ઉનાળાનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે.
આ પણ વાંચો Gujarat Weather Today : પાછલા 30 વર્ષના ઇતિહાસને પાછળ છોડતી આજની ગરમી
સામાન્ય વધારોઃ હવામાન ખાતાની શનિવારે સવારે બહાર પડેલી એક યાદી અનુસાર આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં સામાન્ય વધારો થવાના એંધાણ છે. જ્યારે હવામાનમાં ખાસ કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. સૌરાષ્ટ્રના કાંઠાળા પ્રદેશોમાં બપોરના સમયે ગરમી અકળાવી રહી છે. હજું ચૈત્ર અને વૈશાખ એમ બે ધમધોખતા તાપના મહિના બાકી છે. શરૂઆત જ ગરમીની ધમાકેદાર રીતે થઈ રહી છે અને હવામાન ખાતાની આગાહી પરથી એવું કહી શકાય છે કે, આ વર્ષે ગરમી પણ પરસેવા છોડાવશે. ગુજરાતમાં પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાવવાનું ચાલું થઈ ગયું છે. દિવસ દરમિયાન ગરમી અનુભવાઈ રહી છે. ધીમે ધીમે બદલી રહેલા હવામાનની સીધી અસર જનજીવન પર પડી રહી છે. બપોરના સમયે લોકો ટોપી અન ચશ્મામાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો Cold-weather: સાબરકાંઠા જિલ્લામાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેતા રવિ પાકને ફાયદો
હવામાં ભેજઃ વહેલી સવારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, વડોદરા તથા સુરત જેવા મહાનગરમાં ભેજ અનુભવાઈ રહ્યો છે. જોકે, થોડું ધુમ્મસ પણ જોવા મળતા શિયાળો હોવાનો અહેસાસ થાય છે. જોકે, સવારના 11 વાગ્યા બાદ એકાએક સૂર્યદેવનો આકરો મિજાજ એક્ટિવ થતો હોય એવું વાતાવરણ રાજ્યમાં જોવા મળી રહ્યું છે. તારીખ 26 અને 27 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ દમણમાં વાતાવરણ સુકુ રહેવાની શક્યતા છે. જ્યારે 28 ફેબ્રુઆરીના રોજ તાપમાનમાં માંડ 2થી 3 ડિગ્રી વધશે. હવામાનને લઈને કોઈ જ પ્રકારની વોર્નિંગ નથી.
તાપમાન પર એકનજરઃ મહત્તમ તાપમાન- ભૂજમાં 35 ડિગ્રી, નલિયા- 30 ડિગ્રી, કંડલા- 34 ડિગ્રી, અમરેલી- 37 ડિગ્રી, ભાવનગર- 34 ડિગ્રી, દેવભૂમિ દ્વારકા- 25 ડિગ્રી, ઓખા-27ડિગ્રી, , પોરબંદર- 31ડિગ્રી, રાજકોટ- 36ડિગ્રી, વેરાવળ-31ડિગ્રી, દીવ-30ડિગ્રી, સુરેન્દ્રનગર-37ડિગ્રી, કેશોદ- 36ડિગ્રી, અમદાવાદ-35ડિગ્રી, ડીસા-34ડિગ્રી, વડોદરા-36ડિગ્રી, સુરત-36ડિગ્રી, દમણ-33ડિગ્રી (શનિવારે સવારે જાહેર થયેલી યાદીમાંથી)