કોંગ્રેસના નેતાઓના મોઢામાં સત્તારૂપી મધની લાળ ટપકી રહી છે: જીતુ વાઘણી

author img

By

Published : Mar 3, 2020, 2:01 AM IST

a

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 'મા ઉમિયા'ના વિશ્વના સૌથી ઉંચા મંદિરનું અને વિશાળ કેમ્પસનું નિર્માણ થઇ રહ્યું છે. જેનાથી રાજ્યના યુવાઓને જ્યાં સંખ્યાબંધ આધુનિક સેવાઓ ઉપલબ્ધ થશે. એવા પવિત્ર સ્થળનાં શિલાન્યાસ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે ઉદ્બોધન કર્યુ હતું. જે અંગે ટીપ્પણી કરીને કોંગ્રેસ ઇરાદાપૂર્વક અકારણ રીતે બિનજરૂરી વિવાદ ઉભો કરી રહી હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુએ વાઘાણી જણાવ્યું હતું.

ગાંધીનગરઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 'મા ઉમિયા'ના વિશ્વના સૌથી ઉંચા મંદિરના શિલાન્યાસ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે હતી. ત્યારે નીતિની પટેલે કરેલી ચર્ચા કરેલા મુદ્દાઓ પર વિપક્ષના નેતાઓ ટીપ્પણી કરીને જબરદસ્તી વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

કોંગ્રેસના નેતાઓના મોઢામાં સત્તારૂપી મધની લાળ ટપકી રહી છે: જીતુ વાઘણી

જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, "નીતિનભાઇ પટેલના નિવેદનોનું ખોટું અર્થઘટન કરી કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. વિધાનસભાની અંદર અને બહાર હું હોઉં કે નાયબ મુખ્યપ્રધાન હોય, કોંગ્રેસ યેનકેન પ્રકારે ભાજપાના આગેવાનોને ટાર્ગેટ બનાવતી હોય છે. અમારા દ્વારા પાર્ટી વતી, પક્ષના પ્રતિનિધિ તરીકે વળતો જરૂરી જવાબ પણ યોગ્ય સમયે આપવામાં આવતો હોય છે."

નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે સંદર્ભે નિવેદન આપ્યું હતું કે, "એક બાજુ સમગ્ર વિપક્ષ ભેગો મળીને આક્ષેપબાજી કરતો હોય છે. ત્યારે હું એકલો તેમને ભાજપા તરફથી જવાબ આપવા માટે પહોંચી વળવા સક્ષમ છું. રાજ્યમાં 27 વર્ષથી સત્તાની બહાર રહેલી કોંગ્રેસ બેબાકળી બની છે અને ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલ કોંગ્રેસના નેતાઓના મોમાં સત્તારૂપી મધની લાળ ટપકી રહી છે. નીતિન પટેલને કોંગ્રેસની સલાહની જરૂર નથી. કોંગ્રેસ પહેલા પોતાનું ઘર સંભાળે."

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એકલા પડી ગયા હોવા પર કોંગ્રેસે રમૂજ કરી હતી. જેના જવાબમાં જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં 27 વર્ષથી સત્તાની બહાર રહેલી કોંગ્રેસ બેબાકળી બની છે. ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલા કોંગ્રેસના નેતાઓના મોમાં સત્તારૂપી મધની લાળ ટપકી રહી છે. વાતાવરણને ડહોળવાના પ્રયાસો કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે. એટલે જ લોકસભાની ચૂંટણીમાં સતત બીજી વખત તમામ 26 બેઠકો ઉપર અને વિધાનસભામાં સતત છઠ્ઠી વખત જનતાએ ભાજપને ભવ્ય વિજય અપાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.