માર્ગ અકસ્માત અંગે જાગૃતિ લાવવા શહેર ટ્રાફિક પોલીસે ખાસ કાર્યક્રમ યોજયો

author img

By

Published : Nov 21, 2022, 2:22 PM IST

Etv માર્ગ અકસ્માત અંગે જાગૃતિ લાવવા શહેર ટ્રાફિક પોલીસે ખાસ કાર્યક્રમ યોજયોBharat

ગુજરાતમાં એક સરેરાશ અનૂસાર દર વર્ષે સરેરાશ 20 હજાર જેટલા અકસ્માત થાય છે અને મોતને ભેટે છે. ત્યારે મણીનગર ખાતે (Maninagar Traffic Police) યોજાયેલા કાર્યક્રમમાં અકસ્માતમાં ભોગ બનેલા તમામ લોકોને યાદ કરી બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

અમદાવાદ દેશભરમાં નવેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર સમગ્ર વિશ્વમાં માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ અને સંભારણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેવામાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ (Maninagar Traffic Police) દ્વારા આ દિવસ અન્વયે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મણીનગરમાં ટ્રાફિક પોલીસ (Ahmedabad city traffic ) અને રોટરી કલબના (Rotary Club) સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

માર્ગ અકસ્માત અંગે જાગૃતિ લાવવા શહેર ટ્રાફિક પોલીસે ખાસ કાર્યક્રમ યોજયો

ટ્રાફિકના નિયમોનું પાલન ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 20 હજાર જેટલા અકસ્માત થાય છે. જેમાં 6 થી 7 હજાર જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. તેવામાં શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, સીટ બેલ્ટ લગાવવા અને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરી છે. મણીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અકસ્માતમાં ભોગ બનેલા તમામ લોકોને યાદ કરી બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ટ્રાફિકના નિયમોનું પાલન વાહન ચાલકોમાં જાગૃતતા લાવવા માટે ટ્રાફિક પોલીસે અમદાવાદમાં દાણીલીમડા,નરોડા,સ્ટેડિયમ તેમજ RTO ચાર રસ્તા પર અકસ્માત થયેલા વાહનો મુક્યા હતા. ખાસ કરીને યુવાનોને ઓવર સ્પીડિંમાં વાહનો ન ચલાવવા માટે પણ પોલીસે અપીલ કરી હતી. રોડ પરના અકસ્માત ઘટાડવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. તેવામાં અમદાવાદ શહેર ટ્રાફિકના JCP એન.એન પરમાર, DCP પૂર્વ સફિન હસન, DCP પશ્ચિમ નીતા દેસાઈ સહિત RTO ઓફિસર અને રોટરી કલબના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.