ETV Bharat / state

Teesta Setalvad Case: ત્રણેય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા, શ્રીકુમારનો નિર્દોષ હોવાનો દાવો

author img

By

Published : May 8, 2023, 4:30 PM IST

Updated : May 8, 2023, 6:14 PM IST

Teesta Setalvad Case: ત્રણેય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા, શ્રીકુમારનો નિર્દોષ હોવાનો દાવો
Teesta Setalvad Case: ત્રણેય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા, શ્રીકુમારનો નિર્દોષ હોવાનો દાવો

વર્ષ 2002ના ગુજરાતના રમખાણોના બદનામનો કેસમાં તિસ્તા સામે ફરી કાયદાકીય પગલાં લેવાઈ શકે છે. આ કેસના મુખ્ય આરોપી પાસે તિસ્તા સેતલવાડ, પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ અને પૂર્વ ડીજીપી આરબીસી કુમાર સામે આ કેસમાં તપાસ ચાલું છે.

Teesta Setalvad Case: ત્રણેય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા, શ્રીકુમારનો નિર્દોષ હોવાનો દાવો

અમદાવાદઃ 2002 માં થયેલા ગુજરાતમાં રમખાણો માં બદનામ કરવાના કેસમાં ત્રણેય આરોપીઓ સામે આજે સેસન્સ કોર્ટમાં ચાર્જ ફ્રેમ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. તિસ્તા સેતલવાડે પુરાવા રજૂ કરવા માટે અરજી કરી છે. આર.બી.શ્રી કુમારે દોષમુક્ત થવા માટે માંગ કરી હતી. વર્ષ 2002ના ગુજરાતના રમખાણોના બદનામનો કેસમાં તિસ્તા સામે ફરી કાયદાકીય પગલાં લેવાઈ શકે છે. આ કેસના મુખ્ય આરોપી પાસે તિસ્તા સેતલવાડ, પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ અને પૂર્વ ડીજીપી આરબીસી કુમાર સામે આ કેસમાં તપાસ ચાલું છે.

આ સાથે જ આર.બી.શ્રી કુમાર દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરીને પોતાને આ કેસ માંથી દોષમુક્ત કરવા માંગ કરી હતી. આરબીસી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેમની સામે કોઈ પણ પ્રકારનો કેસ બનતો નથી. પૂર્વગ્રહ રાખીને તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. આ સાથે જ તિસ્તા સેતલવાડ દ્વારા પણ અરજી કરવામાં આવી છે. જેના ઉપર 22 મેં એ બધું સુનાવણી હાથ ધરાશે.---મનીષ ઓઝા (વકીલ)

SITની તપાસ ચાલુંઃ ગુજરાતના 2002 ના થયેલા રમખાણો માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાના કેસમાં મુખ્ય આરોપી તિસ્તા સેતલવાડ, પૂર્વ આઇપીએસ, ઓફિસર સંજીવ ભટ્ટ અને પૂર્વ ડીજીપી આરબીસી કુમાર સામે આ કેસમાં ચાલી રહી છે. આ કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આજે અમદાવાદ સ્ટેશન કોર્ટમાં ત્રણેય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

અરજી દાખલ કરીઃ જેમાં આ કેસ બાબતે આજે અનેક મુદતો બાદ કેસમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તિસ્તા સેતલવાડ આજે સીઆરપીસી ની કલમ 307 અને 308 અંતર્ગત પુરાવા રૂપે અન્ય ડોક્યુમેન્ટ આ કેસમાં સ્વીકારાય એ માટેની અરજી દાખલ કરી છે. આ અરજીમાં આરોપીને પણ પોતાનો પક્ષ રજૂ કરવાનો હક હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ આર.બી.શ્રી કુમાર દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરીને પોતાને આ કેસ માંથી દોષમુક્ત કરવા માંગ કરી હતી. આરબીસી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેમની સામે કોઈ પણ પ્રકારનો કેસ બનતો નથી. પૂર્વગ્રહ રાખીને તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે.

આરોપીઓ ગેરહાજર રહ્યાઃ મહત્વનું છે કે આ કેસમાં છેલ્લા કેટલાક સમયથી આરોપીઓ ગેરહાજર રહેવાના કારણે મુદ્દતો પડી રહી હતી. જેના કારણે કોઈપણ પ્રકારની કાર્યવાહી આગળ ધરવામાં આવી રહી ન હતી. હવે આ કેસમાં વધુ સુનાવણી 22 થી મેના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત 2002માં રમખાણો બાદ વડાપ્રધાન મોદી અને ગુજરાતને બદનામ કરવાના પ્રયાસ મામલે તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી.શ્રીકુમાર તથા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની તપાસ ચાલું છે. તિસ્તા સેતલવાડ સેશન્સ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કેસને લીઈને આ પહેલા પણ મુદ્દત પડી હતી. શ્રીકુમારનું દાવા સાથે એવું કહેવું છે કે, કેસ મારી સામે બનતો નથી. ચાર્જશીટ પણ ખોટી રીતે કરવામાં આવી છે.

Last Updated :May 8, 2023, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.