ETV Bharat / state

Ahmedabad News: બુલેટ ટ્રેન પ્રોજકેટના પીલ્લરનું સ્ટ્રક્ચર ધરાશાયી, એક મહિલા ઇજાગ્રસ્ત

author img

By

Published : Apr 8, 2023, 10:22 PM IST

બુલેટ ટ્રેન પ્રોજકેટના પીલ્લરનું સ્ટ્રક્ચર ધરાશાયી, એક બુલેટ ટ્રેન પ્રોજકેટના પીલ્લરનું સ્ટ્રક્ચર ધરાશાયી, એક
બુલેટ ટ્રેન પ્રોજકેટના પીલ્લરનું સ્ટ્રક્ચર ધરાશાયી, એક

અમદાવાદ મણીનગર રેલ્વે સ્ટેશન પાસે બુલેટ ટ્રેનના પીલ્લર માટે તૈયાર કરવામાં લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું. જેમાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં એલ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

અમદાવાદ: દેશની સૌથી પહેલી સૌથી ઝડપી બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ દ્વારા શરૂ કરવામાં આવશે. જેને લઈને બુલેટ ટ્રેનની કામગીરી ફૂલ ઝડપે ચાલી રહી છે. ત્યારે હાલમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના પીલ્લરનું કામ ચાલી રહ્યું છે. ત્યારે મણિનગર રેલવે ફાટક પાસે પીલ્લરનું સ્ટ્રક્ચર અચાનક રોડ ઉપર તૂટી પડતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.

અચાનક તૂટી પડ્યું સ્ટ્રક્ચર: અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશન પાસે બુલેટ ટ્રેનના પીલ્લર માટેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સાંજે મણીનગર રેલ્વે સ્ટેશન પાસે બુલેટ ટ્રેનના માટે તૈયાર કરવામાં આવેલું લોખંડનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડવાની ઘટના સામે આવી હતી. જેમાં તે સ્ટ્રક્ચર રોડ ઉપર પડતા ત્યાંથી પસાર થતી એક મહિલા પર પડતાં દબાઈ ગઈ હતી.

આ પણ વાંચો: Bullet Train Vapi Station: ગુજરાત ગેટ-વે નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરજોશમાં, જાણો વાપી સ્ટેશનની સ્થિતિ

ક્રેન મારફતે મહિલાને બચાવાઈ: આ માર્ગ પર મોટી સંખ્યામાં ટ્રાફિક જોવા મળતો હોય છે. પરંતુ શનિવાર અને સાંજનો સમય હોવાથી ટ્રાફિક ઓછો જોવા મળતો હતો. એક મહિલા ત્યાંથી પસાર થતી હતી તેના ઉપર જ પિલ્લર ટુટી પડ્યો હતો અને મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. મહિલાને પિલ્લર નીચેથી કાઢવા માટે મોટી ક્રેન મંગાવવી પડી હતી. ક્રેન આવ્યા બાદ મહિલાને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો: Bullet Train Bharuch Station: બુલેટ ટ્રેન માટે નર્મદા નદી પર પુલનું નિર્માણ શરૂ

બુલેટ ટ્રેનના પિલ્લરનું કામ પૂરઝડપે: અમદાવાદ અને મુંબઈ વચ્ચે અંદાજિત 500 કિલોમીટર માર્ગ પર હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ચલાવવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જાપાનની મદદથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં બુલેટ ટ્રેનના પિલ્લરનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. અંદાજિત 110 કિલોમીટરથી પણ વધારે લાંબા રૂટ ઉપર પીલ્લરનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.