ETV Bharat / state

કાગડાપીઠમાં નાના ભાઈની મોટા ભાઈએ હત્યા કરી, નજીવા કારણે ખોયો જીવ

author img

By

Published : Jan 6, 2023, 6:49 PM IST

કાગડાપીઠમાં નાના ભાઈની મોટા ભાઈએ હત્યા કરી, નજીવા કારણે ખોયો જીવ
કાગડાપીઠમાં નાના ભાઈની મોટા ભાઈએ હત્યા કરી, નજીવા કારણે ખોયો જીવ

અમદાવાદના કંટોડીયાવાસમાં ભાઈએ ભાઈની હત્યા (Brother killed Brother )કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભાઈભાભી વચ્ચેના ઝઘડામાં સમાધાન કરાવવા આવેલા નાના ભાઇએ જીવ ગુમાવ્યો છે. હત્યાને (Ahmedabad Crime News ) બનાવને પગલે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવતા ફરાર આરોપીને (Accused of murder absconding )શોધવા કાગડાપીઠ પોલીસ કાર્યવાહી (Kagdapith Police Lodge Complaint )હાથ ધરી છે.

ભાઈભાભી વચ્ચેના ઝઘડામાં સમાધાન કરાવવા આવેલા નાના ભાઇએ જીવ ગુમાવ્યો

અમદાવાદ અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ભાઈ એ ભાઈની હત્યા (Brother killed Brother )કરી હોવાની ઘટના (Ahmedabad Crime News ) બની છે. ઘરમાં મોટા ભાઈને તેની પત્ની વચ્ચે ચાલી રહેલા ઝગડાનું સમાધાન કરાવવા વચ્ચે પડેલા નાના ભાઈની મોટા ભાઈએ હત્યા કરી નાખી. મોટા ભાઈએ એક જ છરીનો ઘા મારતા નાના ભાઈનું મોત નીપજ્યું. જે બાદ આરોપી ફરાર (Accused of murder absconding )થઇ ગયો હતો. સમગ્ર બાબતને લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધી (Kagdapith Police Lodge Complaint ) તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો Murder Case in Rajkot : રાજકોટમાં લગ્ન કરવા બાબતે ભાઈએ ભાઈની કરી હત્યા

આવેશમાં આવીને છરીના એક જ ઘાએ કરી હત્યા કાગડાપીઠમાં આવેક કંટોડીયા વાસમાં એક જ મકાનમાં બે ભાઈઓ ઉપર નીચે રહેતા હતા. જેમાં ઘરના મોટા દીકરા વિપુલ ચુનારાને ગુરુવારે રાત્રે તેની પત્ની સાથે ઘરેલુ કંકાસ ચાલી રહ્યો હતો. ઘરમાં ચાલતા ઝઘડાને જોઈને નાના ભાઈથી રહેવાયુ નહીં. તે દરમિયાન જ મોટા દીકરા તથા વહુને ઝઘડામાંથી છોડાવવા પિતા ભીમસિંગભાઈ ચુનારા વચ્ચે પડ્યા હતા અને મોટા દીકરાને ઝઘડો ન કરવા સલાહ આપતા હતા. આ દરમિયાન આરોપીનો નાનો ભાઈ નીતિન ચુનારા પણ તેની પત્ની સાથે ત્યાં પહોંચ્યો હતો. તેણે પણ તેના ભાઈ અને ભાભીને ઝઘડો ન કરવા કહ્યું હતું. પરંતુ મોટો ભાઈ વિપુલ આવેશમાં આવી ગયો હતો અને તેણે તેના નાના ભાઈ નીતિનને છરીનો એક જ ઘા મારી દેતા તેનું મૃત્યુ (Brother killed Brother )નીપજ્યું હતું.

આ પણ વાંચો ભાઇઓએ સગાભાઇની હત્યા કરી, મૃતદેહને પોટલામાં બાંધી ફેંકી દીધો

મૃતકની પત્નીએ નોંધાવી ફરિયાદ આ ઘટનાને લઈને પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ તેના જેઠ સામે નોંધી હત્યાની (Brother killed Brother )કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે ફરાર આરોપીને શોધવા તજવીજ શરૂ કરી છે. ત્યારે આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ કઈ દિશામાં ફરાર (Accused of murder absconding )થયો છે તે બાબતને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. મૃતક અને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ. સી ઝાલા એ જણાવ્યું હતું કે મોડી રાત્રે આરોપીનો પત્ની સાથે ઝઘડો થયો હતો અને તે સમયે તેનો નાનો ભાઈ અને પરિવારના સભ્યો સમાધાન કરાવવા માટે અને ઝઘડો અટકાવવા માટે ભેગા થયા હતા અને તે જ સમયે મોટાભાઈએ નાના ભાઈને છરી મારતા તેનું મોત (Brother killed Brother )નીપજ્યું હતું અને જે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપી (Accused of murder absconding ) ની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.