હેરોઈન કેસમાં ધરપકડ કરવા ગયેલી ATSના હાથે બોમ્બ બ્લાસ્ટનો આરોપી પણ ઝડપાયો

author img

By

Published : Feb 10, 2020, 7:03 PM IST

હેરોઈન કેસમાં ધરપકડ કરવા ગયેલી ATSના હાથે બોમ્બ બ્લાસ્ટનો આરોપી પણ ઝડપાયો

ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં ATSએ મુંબઈ એરપોર્ટ પરથી ડ્રગ રેકેટ માફિયા મુનાફ હાલારી ઉર્ફે મુસાને પાકિસ્તાની પાસપોર્ટ સાથે પકડી પાડ્યો હતો. મુસા રૂપિયા 1500 કરોડના ઝડપાયેલા ડ્રગ્સનો મુખ્ય આરોપી છે. મુસાને પકડતા ૧૯૯૩ના બ્લાસ્ટમાં પણ તેની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ : ATSએ મુનાફ હાલારી અબ્દુલ મજીદ ભડકતાની મુંબઇ એરપોર્ટથી ધરપકડ કરી છે. તે પાકિસ્તાની પાસપોર્ટ પર મુંબઇ ટ્રાન્ઝિટ ફ્લાઇટ દ્વારા દુબઇ જતો હતો, ત્યારે માહિતીના આધારે, આ આરોપીને મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી પકડી લેવામાં આવ્યો હતો. આરોપી ગતરાત્રીના દરિયાકાંઠેથી હેરોઇનની દાણચોરીના નશીલા કેસમાં વોન્ટેડ છે, જેમાં 2020ના જાન્યુઆરીમાં પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. મુનાફ હાલારી 1993ના બોમ્બે બ્લાસ્ટ કેસમાં પણ મુખ્ય આરોપી છે, જેમાં તે ફરાર હતો.

હેરોઈન કેસમાં ધરપકડ કરવા ગયેલી ATSના હાથે બોમ્બ બ્લાસ્ટનો આરોપી પણ ઝડપાયો

મુનાફ હાલારી વર્ષ 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના મુખ્ય કાવતરું કરનાર ટાઇગર મેમણનો નજીકનો સાથી છે. મુનાફ હાલારીએ ત્રણ બ્રાન્ડ નવા સ્કૂટર્સ ખરીદ્યા હતા. જેમાંથી એક તેને ઝવેરી બજાર ખાતે મુક્યું હતું, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. 12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં શ્રેણી બદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 257 વ્યક્તિઓના મોત અને 713 વ્યક્તિઓને ઈજા પહોચી હતી. મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ પછી તે બરેલી, અને ત્યારબાદ બેંગકોકમાં નાશી ગયો હતો.

હેરોઈન કેસમાં ધરપકડ કરવા ગયેલા ATSના હાથે મુંબઈ સીરીયલ બ્લાસ્ટનો આરોપી પકડાયો છે. હાલ બંને ગુનામાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસને લઇ આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતા રહેલી છે.

Intro:અમદાવાદ:ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. ATSએ મુંબઈ એરપોર્ટ પરથી ડ્રગ રેકેટ માફિયા મુનાફ હાલારી ઉર્ફે મુસાને પાકિસ્તાની પાસપોર્ટ સાથે પકડી પાડ્યો હતો.મુસા રૂ.1500 કરોડના ઝડપાયેલા ડ્રગ્સનો મુખ્ય આરોપી છે.મુસાને પકડતા ૧૯૯૩ના બ્લાસ્ટમાં પણ તેની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.Body:ATSએ મુનાફ હાલારી અબ્દુલ મજીદ ભડકતાની મુંબઇ એરપોર્ટથી ધરપકડ કરી છે. તે પાકિસ્તાની પાસપોર્ટ પર મુંબઇ ટ્રાન્ઝિટ ફ્લાઇટ દ્વારા દુબઇ જતો હતો ત્યારે માહિતીના આધારે, આ આરોપીને મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી પકડી લેવામાં આવ્યો હતો. આરોપી ગૌરાત દરિયાકાંઠેથી હેરોઇનની દાણચોરીના નશીલા કેસમાં વોન્ટેડ છે, જેમાં 2020ના જાન્યુઆરીમાં પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. મુનાફ હાલારી 1993ના બોમ્બે બ્લાસ્ટ કેસમાં પણ મુખ્ય આરોપી છે, જેમાં તે ફરાર હતો.


મુનાફ હાલારી વર્ષ 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના મુખ્ય કાવતરું કરનાર ટાઇગર મેમણનો નજીકનો સાથી છે. મુનાફ હાલારીએ ત્રણ બ્રાન્ડ નવા સ્કૂટર્સ ખરીદ્યા હતા. જેમાંથી ઝવેરીબજાર ખાતે મુક્યું હતું ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. 12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 257 વ્યક્તિઓના મોત, 713 વ્યક્તિઓને ઈજા પહોચી હતી. મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ પછી તે બરેલી, અને ત્યારબાદ બેંગકોકમાં ભાગી ગયો હતો.

Conclusion:હેરોઈન કેસમાં ધરપકડ કરવા ગયેલ ATSના હાથે મુંબઈ સીરીયલ બ્લાસ્ટનો આરોપી આ રીતે પકડાયો છે.હાલ બંને ગુનામાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે..આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતા રહેલી છે.

બાઈટ-કે.કે.પટેલ (DYSP-ગુજરાત ATS)

નોંધ- બાઈટ લાઈવ મોકલેલ હતી..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.