ETV Bharat / state

ભાજપના MLA થાવાણીને જીતુ વાઘાણીની શો-કૉઝ નોટિસ, શું બરતરફ કરશે?

author img

By

Published : Jun 3, 2019, 6:08 PM IST

ડિઝાઇન ફોટો

અમદાવાદઃ નરોડાથી ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી એક મહિલાને જાહેરમાં ઢોર માર માર્યો હતો. એક વીડિયોમાં ભાજપના ધારાસભ્ય મહિલાને લાત મારતા દેખાઈ રહ્યાં છે. આ સમગ્ર મામલે રાજ્યમાં આકરી ટીકાઓ થઈ રહી છે. જો ક, ભાજપ ધારાસભ્ય બલરામ થાવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ભુલ થઇ હોવાનું સ્વીકાર્યું હતું. ધારાસભ્ય બલરામે પીડિત મહિલા પાસે માફી માગી રાખડી બંધાવી હતી. હવે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કારણદર્શક નોટિસ ફટકારી કાર્યવાહીનો આદાશે આપ્યો છે. આમ, વાઘાણીએ થાવાણીને બરતરફ કરવાને બદલે માત્ર ઠપકો આપી માફી માગવા કહ્યું છે.

માત્ર એટલું જ નહીં, ઘટનાના 24 કલાક બાદ ભાજપ પ્રદેશ પ્રમુખે બલરામને કારણદર્શક નોટિસ ફટકારી કાર્યવાહી કરવાનો દેખાડો કર્યો છે. તેમજ આ નોટિસમાં ત્રણ દિવસમાં ખુલાસો આપવા કહ્યું છે. પ્રદેશ ભાજપે જણાવ્યું કે, લોકપ્રતિનિધિઓએ પ્રજા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. આ અંગે ૩ દિવસમાં ખુલાસો કરવા માટે શોકોઝ નોટિસ મોકલી છે. હવે બલરામ આ મામલે પક્ષ સમક્ષ ખુલાસો કર્યા બાદ ભાજપ તેની સામે શું પગલા લેશે એ જાવું રહ્યું?

Etv Bharat, Gujarati News, BJP, MLA, Balram, Jitu Waghani
ભાજપના MLA થાવાણીને જીતુ વાઘાણીની શો-કોઝ નોટિસ
Intro:Body:

ભાજપના MLA થાવાણીને જીતુ વાઘાણીની શો-કોઝ નોટિસ, શું બરતરફ કરશે?

અમદાવાદઃ નરોડાથી ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી એક મહિલાને જાહેરમાં ઢોર માર માર્યો હતો. એક વીડિયોમાં ભાજપના ધારાસભ્ય મહિલાને લાત મારતા દેખાઈ રહ્યાં છે. આ સમગ્ર મામલે રાજ્યમાં આકરી ટીકાઓ થઈ રહી છે. જો ક, ભાજપ ધારાસભ્ય બલરામ થાવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ભુલ થઇ હોવાનું સ્વીકાર્યું હતું. ધારાસભ્ય બલરામે પીડિત મહિલા પાસે માફી માગી રાખડી બંધાવી હતી. હવે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કારણદર્શક નોટિસ ફટકારી કાર્યવાહીનો આદાશે આપ્યો છે. આમ, વાઘાણીએ થાવાણીને બરતરફ કરવાને બદલે માત્ર ઠપકો આપી માફી માગવા કહ્યું છે. 

માત્ર એટલું જ નહીં, ઘટનાના 24 કલાક બાદ ભાજપ પ્રદેશ પ્રમુખે બલરામને કારણદર્શક નોટિસ ફટકારી કાર્યવાહી કરવાનો દેખાડો કર્યો છે. તેમજ આ નોટિસમાં ત્રણ દિવસમાં ખુલાસો આપવા કહ્યું છે. પ્રદેશ ભાજપે જણાવ્યું કે, લોકપ્રતિનિધિઓએ પ્રજા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. આ અંગે ૩ દિવસમાં ખુલાસો કરવા માટે શોકોઝ નોટિસ મોકલી છે. હવે બલરામ આ મામલે પક્ષ સમક્ષ ખુલાસો કર્યા બાદ ભાજપ તેની સામે શું પગલા લેશે એ જાવું રહ્યું?

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.