ETV Bharat / state

દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયમાં બ્લાસ્ટ અને વડાપ્રધાનને મારી નાખવાની ધમકી આપનાર યુવકની પૂછપરછમાં મોટો ખુલાસો

author img

By

Published : Nov 28, 2022, 5:44 PM IST

Updated : Nov 28, 2022, 6:21 PM IST

દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયની બ્લાસ્ટ અને વડાપ્રધાનને મારી નાખવાની ધમકી આપનાર યુવકની પૂછપરછમાં મોટો ખુલાસો
દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયની બ્લાસ્ટ અને વડાપ્રધાનને મારી નાખવાની ધમકી આપનાર યુવકની પૂછપરછમાં મોટો ખુલાસો

અમદાવદામાં એક પાગલ યુવકે પ્રેમમાં બોગસ મેઇલ આઈડી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા અને દિલ્હીમા બ્લાસ્ટ કરવાની ધમકી (Blast threat in Delhi) આપી હતી. જેમાં આરોપીએ PG પોર્ટલ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટેનો એક ઇમેઇલ કર્યો હતો. જે ઇ-મેઈલમાં લખ્યું હતું કે, ગુજરાતમાં વડાપ્રધાન કાર્યક્રમ દરમિયાન પીએમની હત્યા (Threatened to Kill the Prime Minister), તેમજ દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયની ઇમારતમાં બ્લાસ્ટ કરવાની યોજના બાબતે ઈમેલ કર્યો હતો.

અમદાવાદ પ્રેમમાં પાગલ યુવકે નાસીપાસ થતા બોગસ મેઇલ આઈડી (Bogus Mail Id) બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા અને દિલ્હીમા બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. યુવતીને બદનામ કરવાનું કાવતરું ઘડી દેશની સુરક્ષા એજન્સીને ધમકી આપનારા યુવકની ગુજરાત એટીએસએ યુપીથી ધરપકડ (Young man arrested by Gujarat ATS from UP) કરી છે.

પ્રેમમાં પાગલ યુવકે નાસીપાસ થતા બોગસ મેઇલ આઈડી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા અને દિલ્હીમા બ્લાસ્ટ કરવાની ધમકી આપી

ગુજરાત એટીએસ ઇ-મેઈલનું લોકેશન ટ્રેસ કરી ધરપકડ ગુજરાત ATSએ આ મામલે અમન સક્સેના નામના યુવકની ધરપકડ કરી છે. આરોપીએ PG પોર્ટલ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટેનો એક ઇમેઇલ કર્યો હતો. જે ઇ મેઈલમાં લખ્યું હતું કે, ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા ખાતે વડાપ્રધાન કાર્યક્રમ (Prime Minister Program at Jamnagar District) દરમિયાન પીએમની હત્યા, તેમજ દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયની ઇમારતમાં (Central Secretariat Building in Delhi) બ્લાસ્ટ કરવાની યોજના તાન્યા નામની યુવતી કે જે નવી નવી દિલ્હીમાં વકીલાત કરે છે. તે પટનાની છે અને એક અમન નામનો યુવક બદાયુનો છે. ત્યાં એક ગેંગ છે. જેની ફેસબુક પ્રોફાઈલ સાથે સાથેનો ઈમેલ કર્યો હતો. જેને લઈ ગુજરાત ATS ઇ-મેઈલનું લોકેશન ટ્રેસ (Gujarat ATS Email Location Trace) કરીને યુપીના બદાયુમાંથી અમન સક્સેનાની ધરપકડ કરી છે.

PG પોર્ટલ પર ખોટી અરજી પકડાયેલા અમન સક્સેનાની પૂછપરછ કરતા સામે આવ્યું કે, અમન સક્સેનાએ શુભમ રાજકુમાર નામની ખોટી ડિજિટલ ઓળખ ધારણ કરી PG પોર્ટલ પર ખોટી અરજી કરતો હતો. અમન પોતે જ પીએમને મારી નાખવાની યોજના તેમજ કેન્દ્રીય સચિવાયલ તથા ચૂંટણીમાં બ્લાસ્ટ કરવાની યોજના કરી હોવાનો ઇમેઇલ કર્યો હતો. અમને અત્યાર સુધીમાં 13 જેટલી ખોટી અરજીઓ અને રજૂઆતો કરી હતી.

પ્રેમનો ઇનકાર કર્યો હોવાથી અમનએ તાન્યાને બદનામ કરવાનું કાવતરું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમન તાન્યા નામની યુવતી સાથે પ્રેમ કરતો હતો, પરંતુ તાન્યાએ પ્રેમનો ઇનકાર કર્યો હોવાથી અમનએ તાન્યાને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં અમન પર કોઈ શંકા ન કરે અને તાન્યા અમન સાથે વાતચીત કરે તેવો એક પ્લાન બનાવ્યો હતો. જેમાં તાન્યાનો મિત્ર શુભમનું ખોટુ ઇમેઇલ આઈડી અમનએ બનાવ્યું હતું. તેણે પોતાનું નામ અને તાન્યાનું નામ લખી ધમકી વાળો ઈમેઈલ કરતો હતો..જેથી તાન્યા શુભમ સાથે બોલે નહીં અને ફરી અમન સાથે તાન્યા વાતચીત કરે.

આરોપી ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર એન્જિનિયર આરોપી અમનએ 29 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર 2022 સુધીમાં ધમકી ભરેલી અરજી અને ઇમેઇલ કરી ચૂક્યો છે. આરોપી અમન મુંબઈમાં IITમાં એન્જીનીયરનો અભ્યાસ કરી યુપીમાં ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. ત્યારે યુવતી તાન્યા અને શુભમ દિલ્હીમાં વકીલાતનો અભ્યાસ કરે છે. અમન તાન્યાની નજરમા સારો વ્યક્તિ બનવા આ આખું કાવતરું ઘડ્યું અને અંતે અમન જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો હતો. ત્યારે ગુજરાત એટીએસ અમનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Last Updated :Nov 28, 2022, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.