ETV Bharat / state

લ્યો બોલો ! રજાના દિવસે પણ RTOમાંથી લાઈસન્સ કાઢી આપતા, સાઈબર ક્રાઈમે દબોચી લીધા

author img

By

Published : Jul 19, 2019, 7:49 PM IST

અમદાવાદ: આરટીઓ કચેરીમાં મસમોટુ કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદનાં વસ્ત્રાલમાં આવેલી પૂર્વ આરટીઓમાં 25 ડિસેમ્બર 2018નાં રોજ રજાના દિવસે 120 લાઈસન્સ બેકલોક થયા હોવાનું સામે આવ્યું હતુ. આ અંગે RTO કચેરીની કર્મચારી દ્વારા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ પણ નોંધાવાઇ હતી. જે સમગ્ર મામલો સાયબરક્રાઇમ પાસે પહોંચ્યો હતો. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમ દ્વારા 4 લોકોની ધરપકડ કરાઇ છે.

રજાના દિવસે RTOમાંથી લાયસન્સ કાઢી આપનારા 4ની ધરપકડ

રજાનાં દિવસે RTOમાં થયેલા કૌભાંડને પગલે RTO અધિકારી દ્વારા બેકલોક થયેલા 120 લાઇસન્સને રદ કરી દેવાયા હતા. તેમજ આ મામલે RTO કચેરીનાં જ કોઇ કર્મચારીની સંડોવણી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતુ. આ સમગ્ર મામલાને લઇને સાયબર ક્રાઇમ દ્વારા જીગ્નેશ મોદી, જામનગરનાં ગૌરવ સાપોવડિયા, સંદિપ મારકણા તેમજ સંકેત રફાલીયા નામનાં શખ્સની ધરપકડ કરી છે.

રજાના દિવસે RTOમાંથી લાયસન્સ કાઢી આપનારા 4ની ધરપકડ
આ ગેંગ દ્વારા પોલેન્ડથી એક પેન્ડ્રાઇવ મંગવાઇ હતી. જે પેન્ડ્રઇવ તે RTO અધિકારીનાં કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીને તમામ ડેટા અને પાસવર્ડ હેક કરાયા હતા અને ગેરકાયદેસર રીતે લાઇસન્સ કઢાયા હતા. જે વાહનચાલકો 8મુ ધોરણ નાપાસ હોય તેમજ કોમ્પ્યુટર અને ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા માંગતા ન હોય તેવા વાહનચાલકો પાસેથી આ ગેંગ રૂપિયા 6500 થી 20 હજાર સુધીની રકમ વસૂલતા હતા. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમે અમદાવાદ સિવાય અન્ય કોઇ શહેર કે જિલ્લામાં આ શખ્સો દ્વારા આ પ્રકારે લાઇસન્સ કઢાયા છે કે કેમ તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.
Intro:અમદાવાદ: આરટીઓ કચેરીમાં મસમોટુ કૌભાંડ સામે આવ્યું છે, અમદાવાદનાં વસ્ત્રાલમાં આવેલી પૂર્વ આરટીઓમાં 25મી ડિસેમ્બર 2018 નાં રોજ રજાના દિવસે 120 લાઇસન્સ બેકલોક થયા હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે આરટીઓ કચેરીની કર્મચારી દ્વારા ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ પણ નોંધાવાઇ હતી, જે મામલો સાયબરક્રાઇમ પાસે પહોંચ્યો હતો ત્યારે આ મામલે સાયબર ક્રાઇમ દ્વારા ચાર લોકોની ધરપકડ કરાઇ છે.



Body:રજાનાં દિવસે આરટીઓમાં થયેલા કૌભાંડને પગલે આરટીઓ અધિકારી દ્વારા બેકલોક થયેલા 120 લાઇસન્સને રદ કરી દેવાયા હતા ,તેમજ આ મામલે આરટીઓ કચેરીનાં જ કોઇ કર્મચારીની સંડોવણી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતુ. સાયબર ક્રાઇમ દ્વારા જીગ્નેશ મોદી, જામનગરનાં ગૌરવ સાપોવડિયા, સંદિપ મારકણા તેમજ સંકેત રફાલીયા નામનાં શખ્સની ધરપકડ કરી છે.


આ ગેંગ દ્વારા પોલેન્ડથી એક પેન્ડ્રાઇવ મંગવાઇ હતી જે પેન્ડ્રઇવ એઆરટીઓ અધિકારીનાં કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીને તમામ ડેટા અને પાસવર્ડ હેક કરાયા હતા અને ગેરકાયદેસર રીતે લાઇસન્સ કઢાયા હતા...જે વાહનચાલકો 8મુ ધોરણ નાપાસ હોય તેમજ કોમ્પ્યુટર અને ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા માંગતા ન હોય તેવા વાહનચાલકો પાસેથી આ ગેંગ રૂપિયા 6500 થી 20 હજાર સુધીની રકમ વસૂલતા હતા.ત્યારે આ મામલે સાયબર ક્રાઇમે અમદાવાદ સિવાય અન્ય કોઇ શહેર કે જિલ્લામાં આ શખ્સો દ્વારા આ પ્રકારે લાઇસન્સ કઢાયા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે..


બાઈટ-રાજદીપસિંહ ઝાલા(ડીસીપી- સાયબર ક્રાઈમ-અમદાવાદ)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.