ETV Bharat / state

અર્ચન જાનીએ આજે મહંત સ્વામી મહારાજની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરી

author img

By

Published : Jan 10, 2023, 1:25 PM IST

અર્ચન જાનીએ આજે મહંત સ્વામી મહારાજની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરી
અર્ચન જાનીએ આજે મહંત સ્વામી મહારાજની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરી

બરોડાના મિકેનિકલ કરેલ અર્ચન જાનીએ આજે મહંત સ્વામી મહારાજની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરી( Archan Jani of Baroda took initiation today) હતી. ત્યારે તેના પિતાએ જણાવ્યું હતું કે મારી પત્નીને ઈચ્છા અને સંકલ્પ હતો કે મારો પુત્ર પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરે અને મારા પુત્ર અર્ચનએ મારી પત્નીના જન્મદિવસના દિવસે જ પોતે સાધુ બનવા જઈ રહ્યો છે. તે જાણ કરીને મારી પત્નીને જીવનની સૌથી મોટી ભેટ આપી હતી.

અમદાવાદ: અમદાવાદ ઓગણજ ખાતે પ્રમૂખ સ્વામીના 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો(Shatabdi Mohotsav 100 years of Pramukh Swam) છે.જેમાં મોટી સંખ્યામાં લોકો આ મહોત્સવનો લાભ લઈ રહ્યા છે.જેમાંથી પાંચ અનુસ્નાતક, 23 સ્નાતક, 16 એન્જિનિયર એક શિક્ષક એક ફાર્માસિસ્ટ એક MBA એક MPH છે. જ્યારે IIM, હાવર્ડ યુનિવર્સિટી (USA), રૂતગસ યુનિવર્સિટી(USA) અને મેલબોર્ન યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત ભારતીય અને વિદેશી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા પછી આ યુવાનોએ ઘરની સુખ સુવિધાઓ અને આશાસ્પદ આશાસ્પદ કારકિર્દી છોડીને ત્યાગના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું હતું.

2019માં સાધુ બનવાનું નકકી કર્યું: કેતન જાનીએ ETV BHARATસાથે વાત કરતા જણાવ્યું કે મેં ગુજરાતના બરોડાથી આવીએ છીએ. પુત્ર અર્ચનએ બીએ મિકેનિકલ આણંદથી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ એમેરિકા યુનિવર્સિટી ઓફ મિશિગન જઈને માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ 2019 તેને નક્કી કર્યું કે મારે આગળનું જીવન સંસારમાં નહીં, પરંતુ મારે લોકસેવા ધર્મેસેવા અને સમાજને સેવા માટે જીવન સમર્પિત કરવું છે.

જન્મ દિવસે મેસેજ કરી જાણકારી આપી: વધુમા જણાવ્યું હતું કે મારી પત્નીનો પહેલેથી જ સંકલ્પ હતો કે મારો પુત્ર આગળ જઈને સાધુ બને અને પ્રમુખસ્વામી અને મહંત સ્વામી મહારાજની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરે. પુત્રને પણ ખબર હતી કે મારી માતાનો સંકલ્પ આ છે. જ્યારે તેની માતાનો જન્મદિવસ હતો. તે દિવસે તેની માતાને મેસેજ કરીને જણાવ્યું કે હું સાધુ બનવાનો છું. જે તેની માતાનો સપનું હતું. ત્યારે મને અને મારા પત્નીને ખૂબ જ ખુશી થઈ હતી. મારી પત્ની માટે જીવનની સૌથી મોટી ભેટ મારા પુત્ર આપી હતી. જે આજે દીક્ષા ધારણ કરી રહ્યો(Archan Jani of Baroda took initiation today) છે.

નવા 46 દીક્ષિત સાધુઓ: સારંગપુર ખાતે આવેલ BAPS આશ્રમમાં તેમની સખત મઠની તાલીમ ચાલુ રાખશે. જ્યાં તેઓ ભક્તિ, સેવા અને શિક્ષણમાં ડૂબેલા સાધવી તપસ્યાનું જીવન જીવે છે. 7 વર્ષનો તાલીમ અભ્યાસક્રમ તેમને પૂજા,સેવા,તપસ્યા અને સંબંધ તેમના વ્યક્તિગત અને આધ્યાત્મિક પ્રયાસોમાં નીપુણ બનાવવા મદદ કરશે. અભ્યાસક્રમ સ્વામિનારાયણ, હિન્દુ ધર્મશાસ્ત્ર, ઇતિહાસ અને સાહિત્ય તેમજ રામાયણ, મહાભારત, ભાગવતગીતા, ઉપનિષદ અને અન્ય હિન્દુગ્રંથોનો અભ્યાસને કરવામાં આવશે. જેમાં સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી જેવી ભાષાઓ અને વિશ્વ ધર્મનો અભ્યાસ પણ કરાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.