ETV Bharat / state

પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે ઓળખપત્ર ચેક કરવામાં આવે : VHP

author img

By

Published : Sep 23, 2022, 11:04 PM IST

Etv Bharatપાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે ઓળખપત્ર ચેક કરવામાં આવે : VHP
Etv Bharatપાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે ઓળખપત્ર ચેક કરવામાં આવે : VHP

નવરાત્રીનો તહેવાર (Navratri 2022) ટૂંક સમયમાં આવી રહ્યો છે. ગરબા આયોજકો દ્વારા ગરબા આયોજનની તમામ તૈયારીઓ (Garba planning preparations) શરૂ કરી દીધી છે. શહેરની બેન દીકરીઓ અનિચ્છની ઘટનાનો બનાવ ન બને તે માટે તમામ, પુરુષોના ઓળખપત્ર ચેક કરવા ત્યારબાદ, જ પાર્ટી પ્લોટ ની અંદર પ્રવેશ આપવો તે અંગે બજરંગ દળ (Requested by Bajrang Dal) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અમદાવાદ: 26 સપ્ટેમ્બરથી દેશમાં નવરાત્રીનો તહેવાર (Navratri 2022) ઉજવવામાં આવશે. બીજી તરફ ગુજરાતમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કોરોનાના કારણે બે વર્ષ બાદ આ વખતે ગુજરાતમાં નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવશે. જેને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ સાથે ગરબા ક્લાસીસમાં (Garba Class for navratri)પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કારણ કે, દરેક વ્યક્તિ ઉત્સવનો ભરપૂર આનંદ માણતા નવરાત્રી દરમિયાન તેમના શ્રેષ્ઠ ડાન્સ મૂવ્સ બતાવવા માંગે છે.

બજરંગ દળનો અનુરોધ: નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ લોકોએ તૈયારી શરૂ કરી દીધી છે ખાસ કરીને ગરબા ડાન્સ શીખનારા લોકો ક્લાસીસમાં પણ ખેલૈયા ગરબા ની પ્રેક્ટિસ કરી રહ્યા છે, ત્યારે આવા સમયે નવરાત્રીમાં કોઈપણ બેન દીકરી જેહાદનો શિકાર ન બને તે માટે બજરંગ દળ (Requested by Bajrang Dal) દ્વારા ઓળખપત્ર ચેક કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

ઓળખકાર્ડ વગર પ્રવેશ નહિ: વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ચેતન જોશી, (V H P President Chetan Joshi) સહિતના આગેવાનોએ અમદાવાદ શહેર કલેકટરને (Ahmedabad City Collector) નવરાત્રીમાં લવજેહાદના બનાવો રોકવા પાર્ટી પ્લોટના પ્રવેશદ્વારે જ ઓળખપત્ર તપાસીને જ પ્રવેશ આપવામાં આવે તેઓ અનુરોધ કરતો પત્ર લખવામાં આવ્યો છે. સાથે ગરબાનું આયોજન કરનાર આયોજકોને પણ આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ પત્ર ચેક કરીને જ પાર્ટી પ્લોટમાં પ્રવેશ આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.

બહેન દીકરીઓ સાથે અનિચ્છનીય ઘટના ન બને: નવરાત્રીની અંદર મોટાભાગના લોકો, ગરબા રમવા માટે તૈયાર થઈને જતા હોય છે. એવા સમયે અસામાજિક તત્વો દ્વારા, કોઈપણ પ્રકારની અનિચ્છની ઘટના ન બને તે માટે ગરબાના ગ્રાઉન્ડ પર આવતા અંગતુગ પુરુષોની ઓળખ તપાસીને જ બિનહિંદુઓને પ્રવેશ આપવામાં ન આવે અને ઓળખપત્ર ચેક કરીને જ પ્રવેશ આપવામાં આવે અને લવ જેહાદની (Love jihad) માનસિકતા ધરાવતા તત્વોને અટકાવવામાં આવે તેઓ અનુરોધ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.