ETV Bharat / state

કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ઉપર શાહી ફેકવાનો પ્રયાસ

author img

By

Published : Nov 6, 2022, 10:53 PM IST

કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ઉપર શાહી ફેકવાનો પ્રયાસ
કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ઉપર શાહી ફેકવાનો પ્રયાસ

અમદાવાદ શહેરની એલિઝાબ્રિજ વિધાનસભા બેઠક પર ભીખુ દવેને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરનાર રશ્મિકાંત સુથારને ટિકિટ ન આપતા તેમના પુત્ર રોમીન સુથારે કોંગ્રેસ પ્રદેશના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપર શાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં (An attempt to cast ink on Bharat Singh Solanki) આવ્યો હતો.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકીય પાર્ટી દ્વારા પણ પોતાના ઉમેદવારો નક્કી કરી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઉમેદવાર નક્કી થતાં જ પાર્ટીની અંદર વીખવાદ અને વિવાદ ઉભો થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ પોતાનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દેતા અલગ અલગ વિધાનસભા બેઠક પરથી નારાજગી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરની એલિસબ્રિજ વિધાનસભા બેઠક (Ellisbridge Legislative Assembly) પર નારાજગી સામે આવતા એક યુવકે ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ સોલંકી ઉપર શાહી ફેંકવાનો (An attempt to cast ink on Bharat Singh Solanki) પ્રયાસ કર્યો હતો.

કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ઉપર શાહી ફેકવાનો પ્રયાસ

સારું કામ છતાં અવગણના: રોમિંગ સુથારએ જણાવ્યું હતું કે કે મારા પિતા રશ્મિકાંત સુથાર છેલ્લા 30 વર્ષની ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા હતા તેમણે માત્ર એલિસબ્રિજ વિધાનસભા નહીં પરંતુ સમગ્ર ગુજરાતના જવાબદારી સંભાળી છે. અત્યાર સુધી ગુજરાતના પ્રદેશ પ્રમુખે આદિવાસી સીટનું સંકલન કરવાનું કામ મારા પિતાને આપ્યું હતું. દીપક બાબરીયાએ મેનિફેસ્ટોનું કામ સોપ્યું હતું. તે સારી રીતે અને જવાબદારી પૂર્વક તે પોતાનું કામ પણ નિભાવ્યું હતું. છેલ્લા ૩૦ વર્ષથી પાલડી વોર્ડ વાસણા વોર્ડમાં નાના થી લઈને મધ્યમ વર્ગ સુધીના ગરીબ લોકોના લોકોની સેવા કરી છે. તે લોકો માટે કામ કર્યું છે. ગુજરાત કોંગ્રેસની તમામ સભાઓ અને રેલીઓમાં પણ ખૂબ જ સારી રીતે કામ કર્યું હોવા છતાં તો તેમની અવગણના કરવામાં આવી રહી છે.

આક્રોશમાં આવી શાહી ફેંકી: એલિસબ્રિજવિધાનસભા બેઠક પર સક્રિય અને મજબૂત નેતાને ટિકિટ આપી જોઈતી હતી. મારા પિતા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની અંદર સક્રિય કાર્યકર્તા છે. એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર મજબૂત દાવેદારી ઊભી કરી શકે તેમ હતા. પરંતુ કોંગ્રેસ દ્વારા બહારના ઉમેદવારને લાવીને ટિકિટ આપવામાં આવી છે. જેને લઇને મારા મનમાં આક્રોશ ઉભો થયો હતો. જેને લઈને કોંગ્રેસ પ્રદેશ ઓફિસે આવીને ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો મેં પ્રયાસ કર્યો હતો.

કૉંગ્રેસ ભાજપની બી ગણાવી: વધુમાં જણાવ્યું હતું કે ભરતસિંહ સોલંકી મુર્દાબાદ અને ભારતીય જનતા પાર્ટીની 'બી' ટીમ છે. તેવા નારા લગાવીને શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે કોંગ્રેસ દ્વારા જે મજબૂત ઉમેદવાર હોય તેની અવગણના કરવામાં આવી રહી છે. અને એલિસબ્રિજ વિધાનસભા પર મારા પિતા મજબૂત દાવેદારી આપી શકે તેમ હતા. પરંતુ કોંગ્રેસ દ્વારા અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જેને લઇને મેં શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મેં આ કામ કર્યું તેને લઈને મને પસ્તાવો પણ થઈ રહ્યો છે.મારે વિરોધ કરવાનું આ યોગ્ય પગલું ન હતું હું અન્ય રીતે પણ વિરોધ કરી શકતો હતો તેને જણાવ્યું હતું.

ધરપકડ બાદ છોડી દેવામા આવ્યો: ભરતસિંહ સોલંકી ઉપર સાઇડ ફેકનાર રોમિંગ સુથારની એલિસબ્રિજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પરંતુ થોડીક સમયમાં કોંગ્રેસ પાર્ટી તરફથી ફોન કરીને પોતાના કાર્યકર્તાનો પુત્ર હોવાથી તેને છોડી મૂકવાની વાત કરવા આવી હતી. જેથી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો ગુનો દાખલ કર્યા વિના છોડી મૂકવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.