ETV Bharat / state

અનલોકમાં લગ્ન કરવા છે? તો આ રહ્યું પેકેજ, માસ્ક-સેનીટાઈઝરથી લઈ લગ્નની ચોરી સુધીની છે વ્યવસ્થા...

author img

By

Published : Jun 16, 2020, 7:31 PM IST

ahmedabad
ahmedabad

લોકડાઉનના કારણે લગ્ન સિઝનમાં ગ્રહણ લાગી ગયું છે, ત્યારે અમદાવાદની એક હોટલે કોરોના જોખમને ધ્યાનમાં રાખીને લગ્ન મંડપની સુચારુ વ્યવસ્થા કરી છે. જેમાં માસ્ક, સેનીટાઈઝર સહિતની તમામ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ચાલો જાણીએ વિશેષ લગ્ન વ્યવસ્થા વિશે...

અમદાવાદઃ ગુજરાતમાં ડિસેમ્બર-જાન્યુઆરી બાદ એપ્રિલથી જૂન મહિના લગ્નસરાની બહુ મોટી મોસમ ગણાય છે. પરંતુ કોરોના મહામારીને પગલે લગ્નની મોસમમાં પરણવા ઇચ્છુક નવયુગલો માટે આ મોસમ અભિશાપ સમાન રહી છે. કારણ કે, કોરોનાના પગલે લાગું થયેલા લોકડાઉનમાંમાં ગુજરાતમાં અંદાજે 30 હજાર જેટલા લગ્ન કેન્સલ થયા છે. તેમજ 50 લોકોની હાજરી સાથે મળેલી લગ્નની મંજૂરીમાં પણ તમામે ફરજિયાત માસ્ક પહેરવાનું હોવાથી પરણવા ઇચ્છતા નવયુગલો મહિના પહેલા મહેમાનો સાથે ફોટો આલ્બમ બનાવવા માંગતા નથી.

અનલોકમાં લગ્ન કરવા છે? તો આ રહ્યું પેકેજ, માસ્ક, સેનીટાઈઝરથી લઈ લગ્નની ચોરી સુધીની છે વ્યવસ્થા...

આ ઉપરાંત પચાસ માણસો માટે જમવાનું પણ મોંઘું પડે અને આવવા જવા સહિતની ઘણી મુશ્કેલી પણ પડે તેમ હોવાથી અનેક યુવક-યુવતીઓ અને પરિવારજનો હાલ લગ્ન કરવા માંગતા નથી. પરંતુ જે લોકોને લગ્નના મુહૂર્તમાં જ લગ્ન કરવા હોય તેવા લોકો હજી પણ લગ્ન કરવા માટે આતુર છે ત્યારે તેમના માટે શહેરની કેટલીક હોટેલ એક નવું પેકેજ લઈને આવી છે જે મધ્યમ વર્ગના લોકોને પણ પરવડે તેમ છે.

કોરોના મહામારી વચ્ચે લગ્નની સિઝન પણ ચાલી રહી હોવાથી લગ્નની તારીખો પણ લેવાઈ હતી. જેમાં મંડપ, જમણવાર, વરઘોડો, બેન્ડ, કંકોત્રી સહિતની તમામ તૈયારીઓ થયો હોવા છતાં લગ્નને કોરોના નું ગ્રહણ નડ્યું હતું અને ત્યારબાદ સરકારે ૫૦ લોકોની હાજરીમાં ઇનહાઉસ લગ્ન કરવાની મંજૂરી આપી હતી જેમાં લોકડાઉન બાદ અનલોક એકમાં ફક્ત 50 લોકોની હાજરીમાં કોરોના ગાઈડલાઈન નું પાલન કરી લગ્ન કરવાની છૂટ અપાઈ હતી. પરંતુ કોરોના મહામારીને પગલે અનેક લોકો પોતાના વતન પાછા ફરી ગયા છે.

અનલોકમાં લગ્ન કરવા છે? તો આ રહ્યું પેકેજ, માસ્ક, સેનીટાઈઝરથી લઈ  લગ્નની ચોરી સુધીની છે વ્યવસ્થા...
અનલોકમાં લગ્ન કરવા છે? તો આ રહ્યું પેકેજ, માસ્ક, સેનીટાઈઝરથી લઈ લગ્નની ચોરી સુધીની છે વ્યવસ્થા...

જેના પગલે બધી જ લગ્નની પીઠી ધામધૂમથી કરવી એ શક્ય નથી તેના માટે જ શહેરની ફાઇસટાર હોટેલ એક નવું પેકેજ લઈને આવી છે આ પેકેજ ૩ લાખનું છે. જેમાં બહાર ગામના લોકો માટે ઇનવાઈટ કે જેમાં લગ્નની લીંક પણ આપેલી હોય તેનાથી માંડીને ડેકોરેશન, લગ્નની ચોરી, કેટરિંગ, મેકઅપ તેમજ જે 50 લોકોના સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવું તેમનું હાઇજીન સાચવવું તેવી તમામ બાબતો પેકેજમાં સમાવવામાં આવી છે.

વિવેક શર્મા જે રેનેસાન્સ અમદાવાદના જનરલ મેનેજર છે તેઓ જણાવે છે કે યજ્ઞ સંબંધિત કોઇપણ પ્રકારની તૈયારીઓ અમે અહીંયા જ કરીશું અમારી પાસે ત્રણ હજાર સ્ક્વેર ફીટનો બેન્કવેટ છે જય અમે લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ ને આપવાના છે જેમાં બધી જ વ્યવસ્થા અમારા તરફથી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.