ETV Bharat / state

Doctor Suicide: નિકોલમાં ડોકટરે ઘરમાં કર્યો આપઘાત, કારણ અકબંધ

author img

By

Published : Apr 6, 2023, 12:24 PM IST

નિકોલમાં ડોકટરે ઘરમાં ઇન્જેક્શન લઈને કર્યો આપઘાત
નિકોલમાં ડોકટરે ઘરમાં ઇન્જેક્શન લઈને કર્યો આપઘાત

અમદાવાદમાં આવેલા નિકોલમાં ડોકટરે ઘરમાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે પરંતુ ડોકટરે કયાં કારણે આપઘાત કર્યો તે હજુ અકબંધ છે.

નિકોલમાં ડોકટરે ઘરમાં ઇન્જેક્શન લઈને કર્યો આપઘાત

અમદાવાદ: કહેવાય છે કે ડોક્ટર ભગવાન સમાન ગણાય છે. પરંતુ હવે ભગવાન એટલે કે દરેક લોકોને બચાવતા ડોક્ટર પણ આત્મહત્યા તરફ વળ્યા છે. લોકોને જે નવી જીંદગી આપે છે તે ડોક્ટર જ હવે પોતાની જીંદગી ટૂંકાવી રહ્યા છે.અમદાવાદમાં આવેલા નિકોલમાં ડોક્ટરે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

ઘરમાં જ આત્મહત્યા:અમદાવાદ શહેરમાં આત્મહત્યાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તાર નિકોલમાં એક ડોક્ટરે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડોક્ટરે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે. ડોક્ટરની આત્મહત્યાનું કારણ અકબંધ છે. નિકોલ પોલીસને જાણ થઈ હતી કે નિકોલમાં રહેતા એક ડોકટરે આપઘાત કર્યો છે. જેથી ઘટના સ્થળે પહોંચીને પોલીસે તપાસ કરતા આપઘાત કરનારનું નામ રાહુલ પટેલ હોવાનું સામે આવ્યું છે. તે નિકોલની સરદાર હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાનો ખુલાસો થયો હતો. આપઘાત કરનાર ડોકટર રાહુલ પટેલ B.A.M.Sનો અભ્યાસ કર્યો છે. તેઓએ પોતાના ઘરમાં જ મોડી રાત્રે આત્મહત્યા કરી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime News : વિવેકાનંદનગરમાં યુવકે વીડિયો બનાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, કર્યા ગંભીર આક્ષેપ

મૃત હાલતમાં:આપઘાત કરનાર ડૉ. રાહુલએ નિકોલમાં એક હોટલ શરૂ કરી હતી. જેમાં રાહુલ અને તેની પત્ની ભેગા મળી ચલાવવા હતા. ગત રાત્રીના ડો. રાહુલ અને પિતા હોટલ પર સાથે હતા. બાદમાં ઘરે આવીને પોતાના રૂમમાં સુઈ ગયા હતા. સવારે રાહુલએ રૂમ ન ખોલતા આસપાસના લોકોની મદદથી દરવાજો ખોલતા રૂમમાં મૃત હાલતમાં રાહુલ પટેલ મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે નિકોલ પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્મોટમ માટે મોકલીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જોકે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી . પોલીસે આ ઘટનાને લઈને અકસ્માત મોત દાખલ કરીને પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચો Ahmedabad Crime : પ્રેમસબંધમાં ભાઈએ ભાઈનું અપહરણ કરીને રાજસ્થાનમાં ઢોર માર માર્યો

કારણો જાણવા માટેની તપાસ: ડોક્ટરના આપઘાત પાછળના કારણો જાણવા માટેની પોલીસે તપાસ શરૂ કરી છે. આપઘાત કરનાર રાહુલ પટેલના લગ્ન પાંચ મહિના પહેલા હોવાનું સામે આવ્યું છે. હાલ નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.ડી જાટે જણાવ્યું હતું કે હાલ આ સમગ્ર મામલે અકસ્માત મોત દાખલ કરીને આપઘાત પાછળના કારણો જાણવા માટેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.