ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદ શહેરમાં 6000થી વધુ જર્જરિત મકાનો, એએમસી આમાં કંઇ કરવા માગશે?

author img

By

Published : Jul 13, 2023, 6:09 PM IST

Ahmedabad News : અમદાવાદ શહેરમાં 6000થી વધુ જર્જરિત મકાનો, એએમસી આમાં કંઇ કરવા માગશે?
Ahmedabad News : અમદાવાદ શહેરમાં 6000થી વધુ જર્જરિત મકાનો, એએમસી આમાં કંઇ કરવા માગશે?

અમદાવાદમાં તમામ ઝોનમાં જોવા મળતાં સરકારી સ્ટાફ ક્વાર્ટસોની ખખડધજ હાલત વિશે કહીએ એટલું ઓછું છે. ત્યારે અમદાવાદમાં 6000 જેવા જર્જરિત મકાનોને લઇને અમદાવાદ કોર્પોરેશન નોટિસ સિવાય કોઇ કાર્યવાહી શરુ કરે તેવી આશા હાલમાં નથી.

588 જેટલા મકાનનો સર્વે કરવામાં આવ્યો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા 1 મહિનાથી જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે.જેમાં અત્યારે સુધી અંદાજિત 3 જેટલા લોકોના અવસાન થયા છે. જયારે 50 વધુ લોકો ઘાયલ થયા છે.અમદાવાદ શહેરમાં હાલમાં 6718 જેટલા જર્જરિત મકાન જોવા મળી રહ્યા છે. જેમાં અત્યારે સુધી 10 વધુ મકાન ધરાશાયી થવાના કેસ સામે આવ્યા છે.જેમાં 3 જેટલા લોકોના અવસાન અને 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં સૌથી મોટી ઘટના રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં એક મકાન ધરાશાયી થયું હતું જેમાં 1 વ્યક્તિનું અવસાન અને અંદાજિત 38 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 588 જેટલા મકાનનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી 102 જેટલા મકાનોના જર્જરિત ભાગને દૂર કરવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં આવક ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં કોઈપણ જર્જરિત મકાનની જાણ થાય તો તે ત્યાં પહોંચી રહી છે. આ ઉપરાંત જે પણ જર્જરિત મકાન જણાય તો માલિકને નોટિસ પણ આપવામાં આવી રહી છે....દેવાંગ દાણી (ચેરમેન, ટાઉન પ્લાનિંગ કમિટી)

શહેરમાં 6000 મકાન જર્જરિત : સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ માટેના સ્ટાફ ક્વાર્ટસ જ્યારે બન્યાં તેને દાયકાઓ વીતી ચૂક્યાં છે. અમદાવાદ શહેરમાં ચોમાસામાં રોડ પર ભુવા પડવાની સંખ્યા તો સામે આવી રહી છે.પણ તેની સાથે શહેરમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી રહી છે. અમદાવાદ શહેર વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આવસોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.

દરેક ઝોનમાં આવેલ અંદાજીત 6000થી વધારે મકાન હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા આવા જર્જરિત મકાનને નોટિસ પાઠવવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે જગન્નાથની રથયાત્રા દરમિયાન એક મોટી ઘટના બની હતી. ભાજપ શાસકો સૌના સાથ અને સૌના વિકાસની વાત કરે છે.પંરતુ જે કુદરતી આપત્તિ સમયે જ કામગીરી કરે છે. તેમના મકાન રીનોવેશન કરવામાં આવી રહ્યાં નથી...શહેઝાદખાન પઠાણ(અમદાવાદ શહેર વિપક્ષ નેતા )

સૌથી વધુ દક્ષિણ ઝોનમાં જર્જરિત મકાન : અમદાવાદ શહેરમાં કુલ 6718 જેટલા મકાનો જર્જરિત જોવા મળી રહ્યા છે. જે માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્વાર્ટરસની સંખ્યા છે. વાત કરવામાં આવે તો સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 3197 મકાન જર્જરિત મકાન જોવા મળી રહ્યા છે, જેમાં ખોખરામાં નાથાલાલ ઝઘડા સ્ટાફ ક્વોટર્સ, સિલ્વર મિલ ક્વાર્ટર્સ , મણિનગર ખાતે ઉત્તમ નગર ભૈરવનાથ હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સ, પ્રગતિનગર સ્લમ ક્વાર્ટર્સ, દાણીલીમડા પરીક્ષિત લાલ શાસ્ત્રી સ્લમ ક્વાર્ટર્સ, બહેરામપુરા હેલ્થ ક્વાર્ટર્સ, વસંત રજબ સ્ટાફ ક્વોટર્સ. ઉપરાંત ઉત્તર ઝોનમાં સરસપુર ચામુંડા હેલ્થ ક્વાર્ટર્સ 144 મકાન, વીરા ભગત હેલ્થ ક્વાર્ટર્સ 192, મકાન તુલસીદાસ 216 મકાન, નરોડા ખાતે કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડ 88 મકાન, સત્યમ ફ્લેટ 108 મકાન, બાપુનગર એચ.બી.જી રો હાઉસ 500 મકાન જર્જરિત જોવા મળી રહ્યા છે.

શહેરમાં હાલમાં 6718 જેટલા જર્જરિત મકાન
શહેરમાં હાલમાં 6718 જેટલા જર્જરિત મકાન

મધ્ય ઝોનમાં 1504 જેટલા જર્જરિત મકાન : જ્યારે મધ્ય ઝોનમાં 1504 જેટલા મકાનો જોવા મળી રહ્યા છે. જેમાં જમાલપુર સ્ટાફ એન્ડ હેલ્થ ક્વાર્ટર્સ ,જમાલપુર જે.પી ક્વાર્ટર્સ, શાહપુર લાલ ક્વાર્ટર્સ, એમ.એલ.એ ક્વોટર સિવિલ હોસ્પિટલ તેમજ ગોમતીપુર ખાતે 609 જેટલા મકાનો જોવા મળી રહ્યા છે. જેમાં ગોમતીપુર હેલ્થ સ્ટાફ ક્વોટર્સ, સારંગપુર બ્રિજ પાસે 192 મકાન, રાજપુર હેલ્થ સ્ટાફ ગોમતીપુર 104 મકાન, અમરાઈવાડીમાં 33 મકાન અને સુખરામનગરમાં 440 મકાન જોવા મળી રહ્યા છે.

  1. Valsad News : આ રીતે ભણશે ગુજરાત તો આગળ કેવી રીતે વધશે ગુજરાત, 248 શાળાના 787 નવા ઓરડાની લાંબી રાહ
  2. Valsad Accident News : નાનકવાડાના જર્જરિત એપાર્ટમેન્ટમાં દાદરાનો સ્લેબ ધરાશાયી, 3 ઈજાગ્રસ્ત
  3. Rajkot News : રાજકોટની તાલુકા પંચાયત કચેરીની જર્જરિત હાલત ક્યારે ધ્યાને લેવાશે?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.