1,071 crore budget: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 2023-24 માટે 1,071 કરોડનું બજેટ બનાવ્યું

author img

By

Published : Jan 11, 2023, 10:34 PM IST

1,071 crore budget: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 2023-24 માટે 1,071 કરોડનું બજેટ બનાવ્યું

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજ 1,067 કરોડનું(Primary Education Committee Budgeted 1071 Crore ) ડ્રાફ્ટનુ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બજેટ બેઠકમાં સ્કૂલના બોર્ડના સભ્યોની દરખાસ્ત અને ટેકાથી 4 કરોડના વધારા સૂચવી 1071 કરોડનું 2023-24નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં ધોરણ 6 થી 8 બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ ઉપર ભાર આપવામાં આવશે. આ સાથે સ્કૂલ બોર્ડના દિવ્યાંગો બાળકો માટે વાર્ષિક મહોત્સવનું પણ આયોજન કરવામાં આવશે.

અમદાવાદ: અમદાવાદ નગર શિક્ષણ પ્રાથમિક સમિતિ દ્વારા 2023-24 નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું જે ડ્રાફ્ટ અંદાજપત્રમાં 1067 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતો. જેમાં વધારા સાથે 1071 કરોડનું રજુ કરવામાં આવ્યું છે. આજના આ અંદાજપત્રમાં અમદાવાદ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર, અમદાવાદના પ્રભારી અને સહ કોષાઅધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, ડેપ્યુમિયર ગીતાબેન પટેલ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

1,071 crore budget: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 2023-24 માટે 1,071 કરોડનું બજેટ બનાવ્યું
ડબલ એન્જીન સરકાર કામ કરે છે: નગર શિક્ષણ સમિતિના ચેરમેન ડો સુજય મહેતાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જ્યારે અહીં મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં જ્યારે પ્રેસ કોન્ફ્રન્સ કરવામાં આવી હતી. તે સમયે મેયર જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ 2020માં જ્યારે ઇલેક્શનનો જે ચૂંટણી ઢંઢેરો જ્યારે બહાર પાડેલો હતો. ત્યારે ચૂંટણી ઢંઢેરામાં લખેલું હતું કે દરેક વોર્ડની અંદર એક સ્માર્ટ શાળાનું નિર્માણ થશે મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે વચન આપેલું હતું તે આજ પૂર્ણ થયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં જે ડબલ એન્જીન સરકાર જે ચાલી રહી છે. આ નેતૃત્વવાળી સરકારના સાથ સહકારથી આજે દરેકે દરેક વોર્ડમાં ઓછામાં ઓછી એક સ્માર્ટ શાળાનું નિર્માણ થયું છે. અત્યારે મને એ જણાવતા આનંદ થાય છે કે બજેટમાં જે કામો રજૂ કરવામાં આવેલા હતા.બજેટમાં જે કંઈ કામો લીધેલા હતા. એમાં મોટાભાગના કામો અહીંયા પૂર્ણ થયા છે. આજે જે નવા 4 કરોડના કામો વધારવામાં આવ્યા છે.

વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવશે: આગળ તેમણે જણાવ્યું હતુ કે, સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત જે વિદ્યાર્થીઓની પહેલી બેન્ચ 139 બાળકોને નજીકની કોર્પોરેશનની શાળામાં દાખલ કરાવેલા હતા. આ વખતે બીજા 104 બાળકોની અત્યારે બેન્ચ ચાલી રહી છે. હવે તેમના વાલીઓને પણ રોજગારની તકો મળે તેના માટે વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાનો પણ સામાજિક સંસ્થા અને શૈક્ષણિક સંસ્થા સાથે નક્કી કરીને આ વર્ષે નવું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે વિદ્યાર્થીઓ માટે જે આપણને સૌને ખબર છે કે 2036 માં વર્ષમાં જે ઓલમ્પિક અહીંયા આગળ અમદાવાદ શહેરમાં એનું આયોજન થવાનું છે. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદનો વિદ્યાર્થી પણ તેની અંદર અત્યારથી જ જો ટ્રેનિંગ લઈને જો એ ત્યાં આગળ ભાગ લઈ શકે તેના માટેનો એક સત્તાધારી પક્ષે ખૂબ જ સારો નિર્ણય કર્યો છે. એલિસબ્રીજ શાળા નંબર 17 છે. ત્યાં આગળ જે સ્પોર્ટ સંકુલ અત્યારે પહેલા પ્રાઇમરી બનેલું છે.તેને ફરી એક વખત ડેવલોપ કરવાનો કામ કરવાના છે. તેમાં સ્કૂલ બોર્ડના જે વિદ્યાર્થીઓ છે. તે વિદ્યાર્થીઓને ત્યાં ટ્રેનિંગ આપવામાં છે.

આ પણ વાંચો: Makar Sankranti 2023 Surat : પતંગ સહિતની વસ્તુઓમાં મોટો ભાવવધારો, PM મોદીના ફોટો સાથેના પતંગોની માગ

કોર્પોરેશનની શાળામાં શિક્ષક ઘટ નથી: સ્કૂલ બોર્ડની કોઈપણ સ્કૂલની અંદર શિક્ષકોની ઘટ નથી. દરેક જગ્યાએ ક્યાંકને ક્યાંક પ્રવાસી શિક્ષકોને અત્યારે મુકેલા છે. રાજ્ય સરકારમાં તેની રજૂઆત થઈ છે. ટૂંક સમયમાં જે શિક્ષકોની ઘટ છે ત્યાં પ્રવાસી શિક્ષકો મુકવામાં આવ્યા છે. જે ઘટ ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવશે. આ વર્ષે જ 9500 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળા પ્રવેશ લીધેલો છે. આ વખતે રેકોર્ડ બ્રેક પહેલા ધોરણમાં પણ 25,000 વિદ્યાર્થીઓએ એડમિશન પણ લીધેલા છે.
ધોરણ 6 થી 8 ના બાળકોને સ્કીલ ડેવલોપમેન્ટ: આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્કિન ડેવલપમેન્ટ કરવા માટે 6 થી 8 ના બાળકોને પ્રાથમિક શિક્ષણ દરમિયાન પરંપરાગત વ્યવસાયો શીખે તેમના વિવિધ સ્કીલ વિકસાવવા માટે અને ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુથી વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવવાની પૂરી તક પાડવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાળાઓમાં સોલર પેનલ પણ નાખવામાં આવશે. દિવ્યાંગ બાળકોને તેમનામાં રહેલી વિશિષ્ટ શક્તિઓ અને અભિવ્યક્ત કરવાની તક મળે તે હેતુથી સહ અભ્યાસિક કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં સ્કૂલ બોર્ડના દિવ્યાંગો બાળકો માટે વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવશે.
કોર્પોરેશન શાળાઓમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ: અમદાવાદ કોર્પોરેશનની શાળાઓમાં પૈકી 6 થી 8 ધોરણ ધરાવતી 350 જેટલી શાળાઓમાં વિજ્ઞાન શીખવા માટે પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સમયાંતરે શાળાઓને વિવિધ પ્રકારના સાધનો આપવામાં આવશે. આ ઉપરાંત શાળાકીય પ્રવૃત્તિઓ અને વ્યવસાયલક્ષી સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે જેથી સમૂહ ભાવના કેળવાય અને વિદ્યાર્થીઓની શાળા સંચાલન અને નેતૃત્વનું પ્રશિક્ષણ પણ આપવામાં આવશે. (Primary Education Committee Budgeted 1071 Crore )

આ પણ વાંચો: હવે વ્યાજખોરોની ખેર નહીં, પોલીસે ઘરે ઘરે જઈને જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યુ

etv play button
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.