ETV Bharat / state

માલધારીઓના આક્ષેપ બાદ દાણીલીમડા ઢોરવાડાની મુલાકાતે અમદાવાદ મનપા Dy.MC મિહિર પટેલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 1:53 PM IST

Dy.MC મિહિર પટેલ
Dy.MC મિહિર પટેલ

અમદાવાદ મનપા પર માલધારી સમાજ દ્વારા ઢોરવાડામાં પશુઓની સ્થિતિ અંગે આકરા આરોપ લગાવ્યા હતા. ત્યારે હાલ અમદાવાદ મનપા Dy.MC મિહિર પટેલે દાણીલીમડા ઢોરવાડાની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જાણો શું આ મામલે Dy.MC મિહિર પટેલે શું કહ્યું હતું.

ઢોરવાડાની મુલાકાતે અમદાવાદ મનપા Dy.MC મિહિર પટેલ

અમદાવાદ : શહેરમાં ઘણા વર્ષોથી રખડતા ઢોર મામલે AMC દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતા. અમદાવાદ મનપાએ હાઈકોર્ટના આદેશની વારંવાર અવગણના કરતા આખરે હાઈકોર્ટે AMC વિરૂધ્ધ લાલ આંખ કરી હતી. આખરે માલધારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડતા શહેરમાં રખડતા ઢોરોને શહેર બહાર રાખવા AMC દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું હતું.

મનપાની કાર્યવાહી : અમદાવાદ મનપાના જાહેરનામા બાદ માલધારીઓ આખરે ઢોર રાખવા બાબતે સજાગ થયા હતા. જોકે હજુ પણ શહેરમાં રખડતા ઢોરો જોવા મળતા અમદાવાદ મનપાએ ઢોરોને પકડીને પાંજરાપોળમાં મૂકવાની ફરજ પડી હતી. ત્યારે દાણીલીમડા ખાતે આવેલા ઢોરવાડામાં ગાયોના મોત અને માવજત મામલે માલધારીઓ દ્વારા થયેલા આક્ષેપ બાદ AMC જાગ્યું હતું.

માલધારી સમાજ દ્વારા આક્ષેપ : માલધારીઓ દ્વારા દાણીલીમડા સ્થિત ઢોરવાડામાં સંખ્યા કરતા વધુ ઢોર રાખી મૂકાયાનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો. ઉપરાંત પકડેલા ઢોરની યોગ્ય માવજત ન થતી હોવાનો પણ માલધારીઓએ આરોપ લગાવ્યો હતો. સાથે જ ગાયોની અયોગ્ય માવજત અને સંભાળ ન રાખવાથી મૃત્યુ થતાં ગાયોના મૃતદેહનો નિકાલ પણ યોગ્ય રીતે ન કરતા હોવાના મનપા પર આરોપ છે.

રખડતા ઢોરોની સંખ્યા વધુ હોવાથી અમદાવાદ મનપા દ્વારા માલધારીઓએ ઢોરોનું આંકલન કરી તેમના મૂળ માલિકને જાણ કરવાની કવાયત હાથ ધરી હતી. ઉપરાંત લાયસન્સની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. -- મિહિર પટેલ (Dy.MC, અમદાવાદ મનપા)

મનપા Dy.MC નો એક્શન મોડ : માલધારીઓના આક્ષેપ બાદ આખરે અમદાવાદ મનપા Dy.MC મિહિર પટેલ દાણીલીમડા ઢોરવાડાની મુલાકાતે પહોંચ્યા હતા. મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા રખડતા ઢોરોને નિયંત્રિત કરવા બાબતે સપ્ટેમ્બર માસથી પોલિસી અમલમાં મુકવામાં આવી હતી. જેમાં છેલ્લા ત્રણ મહિનાથી અંદાજે સાત હજારથી વધુ રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવ્યા છે. અમદાવાદમાં આવેલા ત્રણ સ્થળોએ આ પશુઓ રાખવામાં આવે છે અને તમામ જગ્યાએ પશુધનની યોગ્ય સંભાળ પણ કરવામાં આવે છે.

ઢોરવાડાની સ્થિતિ શું ? જોકે દાણીલીમડા ખાતે હાલ રાખવામાં આવેલ ગાયોને રોજનું 20 ટન સૂકું ઘાસ અને 40 ટન લીલું ઘાસ આપવામાં આવે છે. ગાયોના આરોગ્યની પણ વેટરનરી ટીમ દ્વારા સમયાંતરે યોગ્ય ચકાસણી અને સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે માલધારીઓ દ્વારા કરાયેલા આક્ષેપ બાદ સત્ય શું છે તે હકીકત તપાસ બાદ સામે આવશે.

  1. માલધારીઓ અમદાવાદ કોર્પોરેશનનો ઘેરાવ કરશે, પશુ રાખવાના 200 રુપિયાના ઉઘરાણાં યાદ કરાવ્યાં
  2. અમદાવાદમાં દર ચોમાસે પાણી કેમ ભરાઈ જાય છે ? જાણો તેની પાછળનું કારણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.