ETV Bharat / state

MJ લાઇબ્રેરીનું 17 કરોડ 34 લાખ 10 હજાર રૂપિયાનું બજેટ મંજૂર

author img

By

Published : Jan 28, 2020, 9:08 PM IST

Updated : Jan 28, 2020, 10:44 PM IST

અમદાવાદ: શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયનું 15 કરોડ 88 લાખ દસ હજારનું બજેટ મૂકવામાં આવ્યું હતું. જેમાં વ્યવસ્થાપક મંડળે રૂપિયા એક કરોડ 46 લાખના નવીન આયોજનો ઉમેરી કુલ 17 કરોડ 34 લાખ 10 હજારનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જે ગત વર્ષના અંદાજપત્ર કરતા 3 કરોડ 81 લાખ 75 હજારનો વધારો સૂચવે છે.

એમજે લાયબ્રેરીનું 3.81 કરોડના વધારા સાથેનું બજેટ મંજૂર
એમજે લાઇબ્રેરીનું 17 કરોડ 34 લાખ 10 હજાર રુપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું

શેઠ મા.જે. પુસ્તકાલયના અંદાજપત્રની માહિતી આપતા બીજલ પટેલે જણાવ્યું કે, આગામી વર્ષે મા જે પુસ્તકાલય અને સંપૂર્ણ વાતાનુકૂલિત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીં આવતા સભાસદો પુસ્તકોની આપ-લે જાતે કરી શકે અને તેનું નિયંત્રણ કરી શકાય તે માટે આર એફ આઈ ડી radio frequency identification system શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ સોલર રૂફ ટોપ યોજનાને પ્રોત્સાહિત કરી શકાય અને લાઇટ બિલમાં રાહત મળે તે હેતુથી મા.જે. પુસ્તકાલય ભવન ઉપર સોલર રુફટોપ સિસ્ટમ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

M.J લાઇબ્રેરીનું 17 કરોડ 34 લાખ 10 હજાર રૂપિયાનું બજેટ મંજૂર

મા.જે. પુસ્તકાલયનું મહાત્મા ગાંધીજીના કરકમળોથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વરદહસ્તે જાહેર જનતાના લાભાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોમાં વસાવવામાં આવેલ ફર્નીચરનું આધુનિકરણ કરી કોર્પોરેટ લૂક આપવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. પુસ્તકાલયના ઓડિટોરિયમમાં ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ વિવિધ પ્રકારની એલઇડી લાઇટ સિસ્ટમ એલઇડી સ્ક્રીન પ્રોજેક્ટર અને સ્ક્રીન તેમજ આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મા. જે પુસ્તકાલયમાં હેરીટેજ વીક દરમિયાન હેરિટેજ આધારિત અલભ્ય પુસ્તકોનું પ્રદર્શન તેમ જ હેરિટેજ થીમ બેઝ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

  • મા.જે. પુસ્તકાલયના બાળ કિશોર વિભાગના અને મ્યુનિસિપલ નાના બાળકો તેમ જ શહેરના સ્લમ વિસ્તારમાં વસવાટ કરતાં બાળકો માટે ઉનાળુ વેકેશન દરમિયાન વિવિધ કાર્યક્રમોનું તેમ જ બાળ કિશોર વિભાગના 63મા સ્થાપના દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
  • મા.જે પુસ્તકાલય અને સંપૂર્ણ વાતાનુકૂલિત બનાવવાના આયોજન માટે ૩૦ લાખ
  • મા.જે પુસ્તકાલયમાં rfid system શરૂ કરવા અંગે 50 લાખ
  • મા.જે પુસ્તકાલયમાં સોલર સિસ્ટમ લગાવવા માટે 20 લાખ
  • મા.જે પુસ્તકાલયના પરિસરમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવા માટે પાંચ લાખ
  • પુસ્તકાલય તેમ જ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોમાં ફર્નિચર આધુનિકરણ માટે 30 લાખ
  • પુસ્તકાલયમાં આધુનિકિકરણ કરવા માટે સાત લાખ
  • પુસ્તકાલયમાં વર્ષ 2020ના ઉનાળુ વેકેશન દરમિયાન વિવિધ કાર્યક્રમો માટે એક લાખ
  • બાળ કિશોર વિભાગના 63માં સ્થાપના દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એક લાખ હેરિટેજ બૂક ફેસ્ટિવલ માટે 1.50 લાખ
  • મોટિવેશનલ સ્પીકર દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંગેના પ્રેરણાદાયી કાર્યક્રમ માટે 00.50 લાખ
Intro:બીજલ પટેલ(મેયર,અમદાવાદ)

શેઠ માણેકલાલ જેઠાભાઇ પુસ્તકાલયનું 15 કરોડ ૮૮ લાખ દસ હજાર નું બજેટ મુકવામાં આવ્યું હતું જેમાં વ્યવસ્થાપક મંડળ રૂપિયા એક કરોડ 46 લાખ ના નવીન આયોજનો ઉમેરી કુલ ૧૭ કરોડ 30 લાખ દસ હજાર નું બજેટ મંજુર કરવામાં આવ્યું છે જે ગત વર્ષના અંદાજપત્ર કરતાં ત્રણ કરોડ ૮૧ લાખ 75 હજાર નો વધારો સૂચવે છે.



Body:શેઠ મા.જે. પુસ્તકાલયના અંદાજપત્ર ની માહિતી આપતા બીજલ પટેલ જણાવે છે કે આગામી વર્ષે મા જે પુસ્તકાલય અને સંપૂર્ણ વાતાનુકૂલિત બનાવવાનું આયોજન કરેલ છે જેમાં અહીં આવતા સભાસદો પુસ્તકોની આપ-લે જાતે કરી શકે અને તેનું નિયંત્રણ કરી શકાય તે માટે આર એફ આઈ ડી radio frequency identification system શરૂ કરવાનું આયોજન હાથ ધરેલ છે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ સોલર રૂફ ટોપ યોજના ને પ્રોત્સાહિત કરી શકાય અને લાઇટ બિલમાં રાહત મળે તે હેતુથી મા જે પુસ્તકાલય ભવન ઉપર સોલર રુફટોપ સિસ્ટમ લગાવવા નું આયોજન હાથ ધરેલ છે ચેટ મા જે પુસ્તકાલય નું મહાત્મા ગાંધીજીના કર કમળોથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે જાહેર જનતાના લાભાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું મા જે પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોમાં વસાવવામાં આવેલ ફર્નીચર નો આધુનિકરણ કરી કોર્પોરેટ લુક આપવાનું આયોજન નક્કી કરેલ છે આજે પુસ્તકાલયના ઓડિટોરિયમમાં ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ વિવિધ પ્રકારની એલઇડી લાઇટ સિસ્ટમ એલઇડી સ્ક્રીન પ્રોજેક્ટર અને સ્ક્રીન તેમજ આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનું આયોજન હાથ ધરેલ છે મા જે પુસ્તકાલય માં હેરીટેજ વીક દરમિયાન હેરિટેજ આધારિત અલભ્ય પુસ્તકો નું પ્રદર્શન તેમ જ હેરિટેજ થીમ બેઝ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ હાથ ધરેલ છે.

મા જે પુસ્તકાલય ના બાળ કિશોર વિભાગના અને મ્યુનિસિપલ નાના બાળકો તેમજ શહેરના સ્લમ વિસ્તારમાં વસવાટ કરતા બાળકો માટે ઉનાળુ વેકેશન દરમિયાન વિવિધ કાર્યક્રમોનું તેમ જ બાળ કિશોર વિભાગના 63 મા સ્થાપના દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરેલ છે.

1. મા જે પુસ્તકાલય અને સંપૂર્ણ વાતાનુકૂલિત બનાવવાનું આયોજન માટે ૩૦ લાખ

2. માજે પુસ્તકાલયમાં rfid system શરૂ કરવા અંગે 50 લાખ

3. માજે પુસ્તકાલયમાં સોલર સિસ્ટમ લગાવવા માટે ૨૦ લાખ

4. મા જે પુસ્તકાલય ના પરિસરમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવા માટે પાંચ લાખ

5. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોમાં ફર્નિચરનું આધુનિકરણ કરવા માટે ૩૦ લાખ

6. પુસ્તકાલયમાં આવેલો આધુનિકિકરણ કરવા માટે સાત લાખ

7. પુસ્તકાલયમાં વર્ષ 2020 નું ઉનાળુ વેકેશન દરમ્યાન વિવિધ કાર્યક્રમો માટે એક લાખ

8.બાળ કિશોર વિભાગના 63 માં સ્થાપના દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એક લાખ હેરિટેજ બુક ફેસ્ટિવલ માટે 1.50 લાખ

9. મોટિવેશનલ સ્પીકર દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંગેના પ્રેરણાદાયી કાર્યક્રમ માટે 00.50 લાખ


Conclusion:
Last Updated :Jan 28, 2020, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.