ETV Bharat / state

Ahmedabad Metro : અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, રાત્રે ફક્ત 7 વાગ્યા સુધી જ ચાલુ રહેશે મેટ્રો ટ્રેન

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2023, 8:13 PM IST

Ahmedabad Metro
Ahmedabad Metro

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં મેટ્રોના સમયને લઈને અગત્યની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર માહિતી અનુસાર ફક્ત 12 નવેમ્બર એટલે દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. ઉલ્લેખનિય છે કે, દિવાળીની રાત્રે ફૂટતા ફટાકડાથી ટ્રેન અને મુસાફરોની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે.

અમદાવાદ : દિવાળીના તહેવારને લઈને અમદાવાદમાં કાર્યરત મેટ્રો ટ્રેનની સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર ફક્ત 12 નવેમ્બર અને દિવાળીના દિવસે મેટ્રો ટ્રેન સેવા સવારે 6:30 વાગ્યાથી રાત્રીના 7:00 વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • અમદાવાદ મેટ્રોનો નિર્ણય: તા. ૧૨ નવેમ્બરના (દિવાળી) રોજ અમદાવાદ મેટ્રો સવારે ૬:૨૦થી સાંજે ૭ વાગ્યા સુધી દોડશે.#Ahmedabadmetro #Transportation pic.twitter.com/yDDy1B1VSA

    — Gujarat Information (@InfoGujarat) November 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મેટ્રો ટ્રેન સેવાનો સમય : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરેલી સત્તાવાર માહિતી અનુસાર દિવાળીના તહેવાર નિમિત્તે જાહેરમાં ફૂટતા ફટાકડાથી મેટ્રો ટ્રેન અને મુસાફરોની સલામતીને અસર થઈ શકે છે. આથી 12 નવેમ્બર 2023, રવિવારના રોજ ફક્ત એક દિવસ માટે મેટ્રો ટ્રેન સેવા સવારે 6:30 વાગ્યાથી રાત્રીના 7:00 વાગ્યા સુધી જ કાર્યકર રહેશે. ઉલ્લેખનિય છે કે, હાલ સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં સવારના 6:30 વાગ્યાથી રાત્રીના 10:00 વાગ્યા સુધી નિયમિતપણે મેટ્રો ટ્રેન સેવા ચાલુ રહે છે.

  1. 108 Emergency : દિવાળીની ઉજવણીને લઇ 108 તૈયાર, ઇમરજન્સી કોલ અને કેસોમાં 9થી 22 ટકા જેટલો વધારો થવાની સંભાવના
  2. AMA Doctor on Call : અમદાવાદમાં દિવાળીના પાંચ દિવસ એએમએ ડોક્ટર ઓન કોલની સેવામાં જોડાયાં 52 તબીબ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.