ETV Bharat / state

Ahmedabad Jagannath Temple : અમદાવાદનું જગન્નાથ મંદિર પરિસર કરાશે રિડવેલપ, બહારથી આવનાર લોકો માટે અનેક સુવિધાઓ

author img

By

Published : Jun 21, 2023, 3:24 PM IST

Ahmedabad Jagannath Temple : અમદાવાદનું જગન્નાથ મંદિર પરિસર કરાશે રિડવેલપ, બહારથી આવનાર લોકો માટે અનેક સુવિધાઓ
Ahmedabad Jagannath Temple : અમદાવાદનું જગન્નાથ મંદિર પરિસર કરાશે રિડવેલપ, બહારથી આવનાર લોકો માટે અનેક સુવિધાઓ

અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરના પરિસરને રિડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ બે માળનું પાર્કિંગ, લોકોને રહેવાની સગવડ, સંત નિવાસ, હાથીખાનું, મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત એકસાથે 50 હજાર જેટલા લોકો દર્શન કરી શકે તે પ્રમાણે તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે.

મદાવાદનું જગન્નાથ મંદિર પરિસર કરાશે રિડવેલપ, બહારથી આવનાર લોકો માટે અનેક સુવિધાઓ

અમદાવાદ : અમદાવાદ જમાલપુર ખાતે આવેલા ગુજરાતમાં પ્રસિદ્ધ ભગવાન જગન્નાથનું મંદીર તેમજ તેના પરિસરને રિડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જમાલપુર દરવાજા પાસેથી લઇને મ્યુનિસિપલ સ્કુલ તેમજ સાબરમતી નદીના કિનારા તરફ વિસ્તાર સુધી જગન્નાથ મંદિર વ્યાપ છે. જેથી હવે મંદિર દ્વારા આ તમામને જગ્યાનો ઉપયોગ કરી મંદિરના પરીસરમાં લાવી વિશાળ જગન્નાથ મંદીર પરિસર બનવાની તૈયારી મંદિર ટ્રસ્ટ તૈયારી દર્શાવી છે. એટલે હવે આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારબાદ રિડેવલપની કામગીરી શરૂ કરવામાં આવશે.

જગન્નાથજીની રથયાત્રામાં લગભગ 18 લાખ જેટલા લોકોએ ભગવાન દર્શનનો લાભ લીધો હતો. લોકોની શ્રદ્ધા અને ભાવ જોઈએ અને હવે મંદિર અને મંદિર પરિસર રીડેવલપ થાય અને લોકોને સારી રીતે દર્શનનો લાભ મળે તેવી રીતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. એક સાથે 50 હજાર ભાવી ભક્તો દર્શન કરી શકે તેવા પ્રકારનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. - મહેન્દ્ર ઝા (જગન્નાથ મંદિર, ટ્રસ્ટી)

6 ચાલીના લોકોને એપાર્ટમેન્ટ બનાવી આપવામાં આવશે : જગન્નાથ મંદિરની આસપાસ 6 જેટલી ચાલીઓ આવેલી છે. તે ચાલીમાં રહેતા લોકો જગન્નાથ મંદીરના ભાડુઆત છે. તેમને તે મકાન લઈને બાજુમાં એપાર્ટમેન્ટ બનાવીને આપવામાં આવશે. આ ઉપરાંત રીડેવલપ દરમિયાન બહાર ગામથી આવતા લોકો પાર્કિંગ સુવિધા મળી રહે તે માટે બેઝમેન્ટ પાર્કિંગ પણ તૈયાર કરવાના આવશે. હાલમાં એક સર્વે ટીમ દ્વારા સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. આ નવા પરિસરમાં સાધુ સંતો તેમજ બહારગામથી જે લોકો જગન્નાથજી દર્શન કરવા માટે મંદિરે આવતા હોય છે. તે લોકોને રહેવાની પણ સુવિધા ઉભી કરવામાં આવશે.

કઈ કઈ સુવિધા મળશે : મંદિર રિડેવલપમાં ભગવાન જગન્નાથ જુના રથને એક મ્યુઝિયમમાં બનાવીને મુકવામાં આવશે. સાથે જે મંદિરની ધરોહરને પણ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. બહાર ગામથી આવતા લોકો માટે રૂમ, સંત નિવાસ કાર્યાલય ઓફિસ, હાથીખાનું, વિશાળ બે માળનું પાર્કિંગ જેવી વિવિધ સુવિધા પણ મળી રહેશે.

  1. Ahmedabad Rath Yatra 2023 : આ વર્ષે રથયાત્રામાં માર્શલ આર્ટે જમાવ્યું આકર્ષણ
  2. Ahmedabad Rath Yatra 2023: રથયાત્રામાં મુસ્લિમ ભાઈઓએ કબૂતર ઉડાવીને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપ્યો
  3. Surat Rath Yatra 2023: ગુજરાતના સૌથી મોટા અને હાઇટેક રથ પર સવાર થયા જગન્નાથ, ભક્તોએ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.