ETV Bharat / state

અમદાવાદમાં સૌથી વધુ અને આદિવાસી વિસ્તાર ડાંગમાં સૌથી ઓછા મતદારોએ NOTAને મત આપ્યો

author img

By

Published : Dec 10, 2022, 2:00 PM IST

અમદાવાદમાં સૌથી વધુ અને આદિવાસી વિસ્તાર ડાંગમાં સૌથી ઓછા મતદારોએ NOTAને મત આપ્યો
અમદાવાદમાં સૌથી વધુ અને આદિવાસી વિસ્તાર ડાંગમાં સૌથી ઓછા મતદારોએ NOTAને મત આપ્યો

રાજ્યમાં આ વખતની ચૂંટણીમાં NOTAમાં 5 લાખથી વધુ વોટ પડ્યા છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ 49,601 મત NOTAને અમદાવાદ શહેરમાં (Ahmedabad in first NOTA Voting Gujarat) મળ્યા છે. ત્યારબાદ 36,071 NOTA મત સાથે સુરત બીજા ક્રમાંકે અને 31,799 NOTA મત સાથે બનાસકાંઠા ત્રીજા ક્રમાંકે છે.

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ખૂબ જ ઓછું મતદાન થયું હતું. તેમ છતાં ભાજપે સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવી લીધી છે. ત્યારે આ વખતે રાજ્યમાં 5,01,202 (1.5 ટકા) મત NOTAને મળ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, રાજ્યમાં સૌથી વધુ 49,601 NOTA મતનું મતદાન અમદાવાદમાં થયું છે. અમદાવાદમાં શિક્ષિત મતદારો હોવા છતાં સૌથી વધુ મત NOTAને ગયા છે. એટલે કે અમદાવાદમાં (Ahmedabad in first NOTA Voting Gujarat) મતદારો પાસે ઉમેદવારોને પસંદ કરવાના અનેક વિકલ્પ (Gujarat Election 2022 Result) હતા. તેમ છતાં તેમણે પોતાની પસંદગી NOTA પર ઢોળી હતી.

શહેરમાં 19 બેઠક પર ભાજપની લહેર અમદાવાદ શહેરમાં (Ahmedabad in first NOTA Voting Gujarat) 21માંથી 19 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 2 બેઠક પર કૉંગ્રેસની જીત થઈ છે. આ સાથે જ મોટા ભાગના લોકોએ ભાજપને તો ખોબલેને ખોબલે મત આપ્યા હતા. અમદાવાદમાં કુલ 35,66,035 મતદારોએ મત આપ્યા હતા. આમાંથી 21,80,169 મત ભાજપને, 8,90,414 મત કૉંગ્રેસને, 3,31,476 મત આમ આદમી પાર્ટીને અને 36,850 મત અપક્ષ ઉમેદવારોને મળ્યા હતા. જોકે, આમાંથી 49,601 મત NOTAને મળ્યા હતા. એટલે કે સ્પષ્ટ કહી શકાય કે, રાજકીય પાટનગર ગણાતા અમદાવાદમાં ભણેલી જનતાએ જાણી જોઈએ એક પણ રાજકીય પાર્ટીને મત જ ન આપ્યા અને તેમને નકારી દીધા છે.

અમદાવાદીઓએ ઉમેદવારોની સામે ન જોયું અમદાવાદમાં ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), વિરમગામથી પાટીદાર નેતા હાર્દિક પટેલ, વેજલપુરથી અમિત ઠાકર, નિકોલથી જગદીશ પંચાલ, એલિસબ્રિજથી અમિત શાહ, અમરાઈવાડીથી ડો. હસમુખ પટેલ, જમાલપુરથી ઈમરાન ખેડાવાલા, મણિનગરથી અમૂલ ભટ્ટ, દાણીલીમડાથી શૈલેષ પરમાર, સાબરમતીમાંથી ડો. હર્ષદ પટેલ જેવા દિગ્ગજ કલાકારો મેદાને હતા. તેમ છતાં મતદારોએ NOTA ઉપર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

ડાંગમાં સૌથી ઓછા મત NOTAને આ સાથે જ 36,071 NOTA મત સાથે સુરત બીજા ક્રમાંકે અને 31,799 NOTA મત સાથે બનાસકાંઠા ત્રીજા ક્રમાંકે રહ્યું છે. તો ડાંગ જિલ્લામાં સૌથી ઓછા 1,910 મત NOTAને મળ્યા છે. આ સાથે જ સાબિત થાય છે કે, આદિવાસી વિસ્તારમાં મતદારો પાસે એવા ઉમેદવારો મેદાને હતા. જેમની પર તેઓ પસંદગી ઉતારી શકે. એટલે જ રાજ્યભરમાંથી અહીં સૌથી ઓછા મત NOTAને મળ્યા છે. એટલે કે અહીંના આદિવાસી મતદારોએ રાજકીય પાર્ટીઓને (Gujarat Election 2022 Result) મત આપ્યા હતા.

ક્યાં 10,000થી વધુ NOTAને મત મળ્યા તો આજે આપણે વાત કરીએ (NOTA Voting Gujarat Election) 10,000થી વધુ NOTAને મત કયા જિલ્લામાં મળ્યા છે. અમરેલી જિલ્લામાં 11,372, આણંદ જિલ્લામાં 18,589, ભરૂચમાં 12,755, ભાવનગરમાં 16,652, છોટા ઉદેપુરમાં 13,834, ગાંધીનગરમાં 14,370, જામનગરમાં 10,581, કચ્છમાં 18,363, ખેડામાં 18,454, મહેસાણામાં 16,227, નવસારીમાં 14,191, પંચમહાલમાં 18,282, પાટણમાં 11,202, રાજકોટમાં 19,748, સાબરકાંઠામાં 16,469, સુરતમાં 36,071, સુરેન્દ્રનગરમાં 14,862, વડોદરામાં 27,945 અને વલસાડમાં 16,112 મત NOTAને મળ્યા છે.

10,000થી ઓછા NOTA મત અહીં મળ્યા અરવલ્લી જિલ્લામાં 7,805, બોટાદમાં 4,464, ડાંગ 1,910, દેવભૂમિ દ્વારકામાં 5,501, ગીર સોમનાથમાં 8,133, જૂનાગઢમાં 8,814, મહીસાગરમાં 9,051, મોરબીમાં 5,642, નર્મદામાં 6,078, પોરબંદરમાં 4,732, તાપીમાં 8,244 મત NOTAને મળ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.