Ahmedabad Police Honeytrap Case: પૂર્વ PI ગીતા પઠાણ સહિત કુલ 8 આરોપી નિર્દોષ જાહેર કર્યા, જાણો શું હતો સમગ્ર મામલો

author img

By

Published : May 18, 2022, 8:34 PM IST

Ahmedabad Police Honeytrap Case: પૂર્વ PI ગીતા પઠાણ સહિત કુલ 8 આરોપી નિર્દોષ જાહેર કર્યા, જાણો શું હતો સમગ્ર મામલો
Ahmedabad Police Honeytrap Case: પૂર્વ PI ગીતા પઠાણ સહિત કુલ 8 આરોપી નિર્દોષ જાહેર કર્યા, જાણો શું હતો સમગ્ર મામલો ()

અમદાવાદના હની ટ્રેપ કેસ મામલે(Ahmedabad Police Honey trap Case)મેટ્રોપોલિટન કોર્ટ આજે કેસનો ચુકાદો આપતા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ થઈ હતી. આરોપી સામે હની ટ્રેપ અને તોડ કરવાના આરોપ લાગ્યા હતા.

અમદાવાદઃ શહેરના હની ટ્રેપ કેસ મામલામા (Ahmedabad Police Honeytrap Case)મેટ્રોપોલિટન કોર્ટ આજે કેસનો ચુકાદો આપતા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. મહિલા ક્રાઈમના પૂર્વ PI ગીતા પઠાણ, PSI જે.કે.બ્રહ્મભટ્ટ સહિત કુલ 8 આરોપી સામે હની ટ્રેપ (Honey trap)અને તોડ કરવાના આરોપ લાગ્યા હતા. બચાવપક્ષના વકીલ ચંદ્રશેખર ગુપ્તાએ જણાવ્યું કે 20 માર્ચ 2021 ના રોજ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમા કેસ નોંધાયો હતો. ત્યારબાદ ક્રાઇમબ્રાન્ચએ આ મામલામાં તપાસ શરૂ કરી હતી.

હની ટ્રેપ કેસ

આ પણ વાંચોઃ અમદાવાદ: નકલી પોલીસ બનીને ફરતો યુવક ઝડપાયાં બાદ હની ટ્રેપ કરતી ગેંગ કરી, ઝડપાઈ ગયો

લાખો રૂપિયાનો તોડ કરવાનો આરોપ - આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ થઈ હતી. આ મામલામાં કોર્ટે 40 સાક્ષી તપસ્યા હતા. આ કેસમાં ચાર ભોગબનનાર હતા તેઓએ કોર્ટમાં કહ્યું હતું કે અમે કોર્ટમાં કોઈ ફરિયાદ કરી નથી. ક્રાઇમબ્રાન્ચએ અમારી સહીઓ લીધી હતી. અંદર શું લખ્યું તે અમને ખબર નથી. મહિલા ક્રાઈમના પૂર્વ પીઆઈ ગીતા પઠાણ, PSI જે.કે.બ્રહ્મભટ્ટ સહિત કુલ 8 આરોપી સામે હનીટ્રેપ અને તોડ કરવાનો આરોપ છે. 20 માર્ચ 2021ના દિવસે વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. હની ટ્રેપમાં ચાર લોકો સાથે તોડ કર્યો હતો. આરોપીઓ પર પોલીસ ફરિયાદમાં સમાધાન કરાવવાના નામે લાખો રૂપિયાનો તોડ કરવાનો આરોપ છે.

આ પણ વાંચોઃ ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરનાર શૂટરને કઈ રીતે વલસાડ SOG ઝડપી પાડ્યો જૂઓ...

રૂપિયા 8 લાખ પડાવ્યા હોવાનો ઉલ્લેખ - હનીટ્રેપ કેસમાં ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી હનીટ્રેપ ગેંગ અને પોલીસ વચ્ચેની સંડોવણીના આક્ષેપો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યા હતા. કારણ કે આ ગેંગે વેપારી બાદ બિલ્ડર પાસેથી પણ રૂપિયા 8 લાખ પડાવ્યા હોવાનો ઉલ્લેખ અરજીમાં કર્યો હતો. અહીં મહત્વનું છે કે, મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમા પીઆઈ તરીકે ફરજ બજાવતા ગીતા પઠાણ અને તેની ટીમ આ નેટવર્કમા સંડોવાયેલી હોવાનો ગંભીર આરોપ વેપારીએ લગાવ્યો છે.તાજેતરમા જ ક્રાઈમ બ્રાંચે બે વેપારીને ખોટા દુષ્કર્મ કેસમા ફસાવવાનું કાવતરૂ ઘડનાર આરોપીની ધરપકડ કરીને વેપારીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમા પણ પીઆઈ ગીતા પઠાણની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.