ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદમાં એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમોને ત્યાં તંત્રના દરોડા

author img

By

Published : Jun 9, 2023, 10:23 PM IST

Ahmedabad News : અમદાવાદમાં એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમોને ત્યાં તંત્રના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમોને ત્યાં તંત્રના દરોડા

અમદાવાદમાં એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતાઓને ત્યા તંત્ર એ દરોડા પાડ્યા હતા. તંત્રના દરોડામાં 444 નંગ દવાનું વેચાણ શંકાસ્પદ સામે આવ્યું છે. તેમજ નફો મેળવવાની લાલચમાં ઇન્જેક્શનો પર લેબલ બદલી વેચાણ કરવામાં આવ્યું હતું. ઇન્‍જેક્શનોને વડોદરા પૃથ્થક્કરણ માટે મોકલી આપવામાં આવેલા છે.

અમદાવાદ : એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમોને ત્યાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડા પાડ્યા હતા. જેમાં ‘સ્કર્વી’ રોગમાં વપરાતા SCORBINT-C INJECTIONના રીલેબલીંગના કૃત્યમાં સંડોવાયેલા તેજેન્‍દ્ર ઠક્કર તેમજ પુજારા સ્વપનીલ મહેશભાઇ સામે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જે નફો મેળવવાની લાલચમાં આ પાંચ ઇન્જેક્શનો પુજારા સ્વપનીલ મહેશભાઇની મદદથી લેબલ બદલી વેચાણ કરવામાં આવ્યું હતું.

શું છે સમગ્ર મામલો : ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, જન આરોગ્ય સાથે ચેડા કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમો, લોકોને ત્યાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડી સ્કર્વી રોગમાં વપરાતા SCORBINT-C INJECTIONના રીલેબલીંગના કૃત્યમાં સંડોવાયેલા તેજેન્‍દ્ર ઠક્કર તેમજ પુજારા સ્વપનીલ મહેશભાઇ સામે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

દવાના ખરીદ વેચાણ બાબતે પૂછપરછ : આ અંગે વધુ માહિતી આપતા કોશિયાએ જણાવ્યું કે, મળેલી બાતમીના આધારે તારીખ 02 જૂન 2023ના રોજ તંત્ર દ્વારા અમદાવાદના અમરાઈવાડી ખાતેની મે. મહાદેવ એજન્‍સીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢીના જવાબદાર વ્યક્તિ તેજેન્‍દ્ર ઠક્કરની SCORBINT-C INJECTION, B. NO. NL21036, EXP. DT. 03-2023 MFG. BY MS. NIXI LABORATORIES PVT. LTD., SIRMOUR, HIMACHAL PRADESH તેમજ MKTD. BY MS. INTEGRITY PHARMACEUTICAL, BAJWA, VADODARA નામની દવાના ખરીદ વેચાણ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે MS. INTEGRITY PHARMACEUTICAL, BAJWA, VADODARA પાસેથી ઇનવોઇસ નં. 00000103, 0000142, 0000406, 0000532, 0000705થી સમયાંતરે SCORBINT-C INJECTION મેળવી વેચાણ કરતાં હતાં.

દવાનું વેચાણ શંકાસ્પદ : આ તપાસમાં અધિકારીને 444 નંગ દવાનું વેચાણ શંકાસ્પદ લાગતાં પૂછપરછ કરાઇ હતી. પૂછપરછ દરમિયાન તેજેન્‍દ્ર ઠક્કરે જણાવ્યું કે, તેઓ દ્વારા ઓરીજીનલ એક્ષપાયરી તારીખ 03, 2023 અને બેચ નં. NL21036 બદલી તેઓના કોમ્પ્યુટરમાં નવી એક્ષપાયરી તારીખ 09,2023 અને બેચ નં. NB21-07A પ્રિન્ટ કરી કાર્ટન પર લગાવવામાં આવ્યા હતા. જ્યારે દવાના વાયલ પરથી દવાનું નામ, બેચ નં, ઉત્પાદન તા, મુદ્દત વિત્યા તા. અને ઉત્પાદકનું નામ જેવી તમામ વિગતો લેબલ પરથી ભૂસી કાઢી આ એક્સપાયર્ડ પાંચ ઇન્જેક્શનો મે. યુનાઇટેડ એન્‍ટરપ્રાઇઝ, એલીસબ્રિજ, અમદાવાદને તારીખ 22,05,2023 ઇનવોઇસ નં. 23-SZ-002397થી વેચાણ કરવામાં આવ્યા હતા.

જનઆરોગ્ય સાથે ચેડા : વધુ તપાસમાં તેઓએ જણાવેલ કે નફો મેળવવાની લાલચમાં આ પાંચ ઇન્જેક્શનો પુજારા સ્વપનીલ મહેશભાઇની મદદથી લેબલ બદલી વેચાણ કરવામાં આવ્યું હતું. આ દવા સ્કર્વી નામના ગંભીર પ્રકારના રોગમાં વપરાય છે. નફો મેળવવાની લાલચે એક્ષપાયર્ડ દવાનું રીલેબલીંગ કરી જનઆરોગ્ય સાથે ચેડા કરનાર શખ્સોએ આ બાકી 439 ઇન્‍જેક્શનોનું તેઓ દ્વારા ક્યાં વેચાણ કે નાશ કરવામાં આવ્યો હતો. તેની માહિતી ન આપતા જવાબદારો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે FIR કરવામાં આવી છે. તપાસ દરમિયાન પાંચ ઇન્‍જેક્શનોમાંથી ચાર ઇન્‍જેક્શનોને વડોદરાની ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં પૃથ્થક્કરણ માટે મોકલી આપવામાં આવેલા છે અને બાકી રહેલ 1 ઇન્‍જેક્શન નિવેદન હેઠળ રજૂ કરેલ છે.

  1. Rajkot Crime : રાજકોટમાં નોકરાણીએ દૂધમાં ઘેનની દવા નાખીને લૂંટ ચલાવી ભવનાથમાં રોકાઈ, ત્રણ શખ્સોની ધરપકડ
  2. Sabarkantha News : સગર્ભા મહિલાની કેલ્શિયમની દવામાંથી લોખંડનો સળિયો નીકળ્યો, કંપનીનું લાઇસન્સ રદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.