ETV Bharat / state

Ahmedabad Crime : માધવપુરામાં ઇન્ટરનેશનલ સટ્ટા કૌભાંડ તપાસ માટે એસઆઈટીની રચના, દુબઇ બેઝ ટીમ કરતી હતી વેપલો

author img

By

Published : Mar 27, 2023, 9:09 PM IST

Updated : Mar 27, 2023, 9:53 PM IST

Ahmedabad Crime : માધવપુરામાં ઇન્ટરનેશનલ સટ્ટા કૌભાંડ તપાસ માટે એસઆઈટીની રચના, દુબઇ બેઝ ટીમ કરતી હતી વેપલો
Ahmedabad Crime : માધવપુરામાં ઇન્ટરનેશનલ સટ્ટા કૌભાંડ તપાસ માટે એસઆઈટીની રચના, દુબઇ બેઝ ટીમ કરતી હતી વેપલો

અમદાવાદમાંથી પકડાયેલા સટ્ટાકાંડનો આંકડો 5000 કરોડ સુધી પહોંચવાની શક્યતાઓ છે. માધવપુરામાં સુમેલ બિઝનેસ પાર્કમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ પર રેડ પાડવામાં આવી હતી. જેમાં મળેલા વ્યવહારો અને ડેટા પર વધુ તપાસ કરવામાં આવી રહી છે. સટ્ટા કૌભાંડ તપાસ માટે એસઆઈટીની રચના પણ થઇ છે.

દુબઇ બેઝ ટીમ કરતી હતી વેપલો

અમદાવાદ : અમદાવાદના માધવપુરામાં PCBએ કરેલી કાર્યવાહી મામલે તપાસમાં મામલે મોટો ખુલાસો થયો છે. દૂધેશ્વરમાં સુમેલ બિઝનેસ પાર્કમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ પર રેડ પાડવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તબક્કે ઝડપાયેલું બે હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન 5 હજાર કરોડ સુધી પહોંચવાની શકયતા સેવાઈ છે. આ મામલે પોલીસને મળેલા વ્યવહારો અને ડેટા પર એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.

દુબઇ સુધી પહોંચ્યાં તાર : મહત્વનું છે કે સટ્ટાના પૈસાનો વ્યવહારના તાર દુબઈ સુધી હોવાથી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરી), હોમ મિનિસ્ટ્રી, એક્સ્ટર્નલ અફેર સહિતની કેન્દ્રીય એજન્સીઓ હવે આ તપાસમાં જોડાશે. આ કેસમાં બુકી રાકેશ રાજદેવ સુધી કનેક્શન છે કે કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. આ સમગ્ર તપાસ બાબતનું સુપરવિઝન શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો ઇન્ટરનેશન સટ્ટાકાંડમાં 500 એકાઉન્ટ થકી 1800 કરોડનું ટ્રાન્ઝેક્શન કરનાર ઝડપાયા, હજુ મોટું નેટવર્ક ખુલવાની શકયતા..

સૌરભ ચંદ્રનાગર ચલાવતો સ્કેમ : ફોરેન્સિક એક્સપર્ટ, CA અને બેન્ક એક્સપર્ટની તપાસ માટે મદદ લેવામાં આવશે. ઇન્ટરનેશનલ સ્કેમ મહાદેવ એજન્સીના MPના સૌરભ ચંદ્રનાગર થકી ચાલતું હતું.ઇન્ટરનેશનલ સટ્ટા ટ્રાન્ઝેક્શન કૌભાંડ ફ્રેન્ચાઇઝ બેઝ ચલાવાતું હોવાનું ખુલ્યું છે. જેથી હવે પોલીસ દ્વારા જે બેંકના ખાતાઓ મળી આવ્યા છે તે બેન્કના નોડલ અધિકારીને બોલાવી બેન્ક એકાઉન્ટની માહિતીઓ મેળવવામાં આવશે.

દુબઇ બેઝ ટીમ : સમગ્ર નેટવર્ક ચલાવનાર મુખ્ય સંચાલક મહાદેવ પાસે 50થી 60 લોકોની એનાલિસિસ ટીમ હતી, જે ટીમ દુબઇ બેઝ હોવાનું સામે આવ્યું છે. મહાદેવ એક ફ્રેન્ચાઇઝી નોન રીફન્ડેબલ પાંચ કરોડ રૂપિયામાં વેચતો હતો. આ મામલે તમામ આરોપીઓની સિટીઝનશીપ બાબતે તપાસ કરવામાં આવશે. ખાસ તો અમુક એકાઉન્ટ ડમીની સાથે ભાડે આપ્યા હોવાની દિશામાં તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો Ahmedabad Crime : આ યુવકે પીએમ મોદીને જાનથી મારવાની ધમકી આપી, કોણ છે અને કેમ કર્યું આવું જાણો

તપાસ માટે SIT : ઇન્ટરનેશનલ મની ટ્રાન્ઝેક્શન કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી છે. જેમાં બે PI, એક PSI, એક CA અને એક લીગલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. આ ગુનામાં સામેલ ચાર મુખ્ય આરોપીઓએ દુબઇમાં ટેક્નિકલ ટ્રેઇનિંગ મેળવી હતી. છેલ્લા વર્ષોમાં અસંખ્ય અને અકલ્પનિય ટ્રાન્ઝેક્શન થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાં અંદાજે માત્ર બે વર્ષમાં 10 હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું અનુમાન છે. સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગ માત્ર દેખાડો હોય અને તેની આડમાં કરોડોના ટ્રાન્ઝેકશન કરવાનું આ કૌભાંડ હોવાની આશંકા છે.

બેન્ક અધિકારીઓને બોલાવાયા : ઇન્ટલએક્ચ્યુઅલ સર્વિસના નામે વિદેશી કંપનીઓની આડમાં કરોડોનો વ્યવહાર કરવામાં આવતો હોય જેથી તપાસ એજન્સીએ બેન્કના જવાબદાર અધિકારીઓને તપાસમાં મદદ માટે બોલાવ્યા છે. IPL ક્રિકેટ મેચ પહેલા જ ઇન્ટરનેશનલ સટ્ટા રેકેટના નાણાકીય વ્યવહારો કરતી ગેંગ ઝડપાઇ હતી, અમદાવાદની PCB ટીમે દુધેશ્વરમાં સુમેલ બિઝનેસ પાર્ક-6 માં જે બ્લોકમાં 128 નંબરની ઓફિસમાં મહાવીર એન્ટરપ્રાઇઝ નામે સમગ્ર ગેરરીતિ ઝડપી પાડી હતી.

16 લોકોને વોન્ટેડ જાહેર કરાયા : આ મામલે ઓફિસમાંથી પોલીસે જીતેન્દ્ર હીરાગર, સતીશ પરિહાર, અંકિત ગેહલોત અને નીરવ પટેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલે રાજસ્થાનના ડેવિડ સહિત નિકુંજ અગ્રવાલ, કૃણાલ, મેસી, ગરૂડા, રિશી સુગર, સૌરભ ચંદ્રનાગર ઉર્ફે મહાદેવ, અમિત મજેઠીયા, માનુષ શાહ, અન્ના રેડી, કમલ, કાર્તિક, જીતેન્દ્ર ઠક્કર, વિવેક જૈન, નિલેશ તેમજ અન્ય આઈડી ધરાવનાર સહિત કુલ 16 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે.

1800 કરોડનું ટ્રાન્જેક્શન : આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે આરોપીઓ દ્વારા 500 અલગ અલગ એકાઉન્ટમાંથી 1800 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે. PCB એ દરોડા પાડી 50 હજાર રોકડ, 7 મોબાઈલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, જુદી જુદી બેંકના 14 POS મશીન, એક રાઉટર 193 સીમકાર્ડ, 7 પાનકાર્ડ, જુદી જુદી કંપનીઓના નામના 83 સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ સહિત કુલ 3.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપીઓને ઝડપી લીધા : પકડાયેલા આરોપીઓ દ્વારા મહાદેવ બુક (કિંગ ઓફ ઓનલાઈન વર્લ્ડ), રેડ્ડી બુક ટ્રસ્ટેડ ઓનલાઈન ક્રિકેટ આઈડી પ્રોવાઇડર), ડાયમંડ એક્સ નામે વ્યવહાર કરતા હતા. મહત્વનું છે કે થોડાક દિવસો પહેલા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રાકેશ રાજદેવ એટલે કે આર.આર સહિતની ટોળકીઓ સામે 1400 કરોડના ક્રિકેટ સટ્ટાને લઈને કાર્યવાહી હાથ ધરી હતી, જો કે તેમાં એક પણ આરોપી હાથે ન લાગ્યો હોય અને તે પહેલા જ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની હસ્તક આવતી PCB ટીમે 1800 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો કરતા આરોપીઓને ઝડપી લીધા હતા.

કઇ કલમ હેઠળ ગુનો : આ સમગ્ર મામલે પકડાયેલા ચારે આરોપીઓ સામે માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારાની કલમ 4 , 5 તેમજ IPC ની કલમ 406, 420, 465, 467, 468, 471, 120 (બી), 34 તેમજ આઇટી એક્ટ કલમ 66 (સી) (ડી) અને સિક્યુરિટી કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એકટ 1956ની કમલ 23 ઈ, 23 એએફ, 23 જી, 22 એચ મુજબ ગુનો દાખલ કરવામા આવ્યો છે. આ સમગ્ર બાબતને લઈને માધવપુરા પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પીઆઇનું નિવેદન : આ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ. એન. ઘાસુરાએ જણાવ્યું હતું કે હાલ બંને આરોપીઓના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવ્યું છે આરોપીઓ સાથે સામેલ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.

Last Updated :Mar 27, 2023, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.