ETV Bharat / state

Ahmedabad Crime : એએમસી કોંગ્રેસના મહિલા કાઉન્સિલરને જાનથી મારી નાખવાની ધમકી મળી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2023, 7:05 PM IST

Ahmedabad Crime : એએમસી કોંગ્રેસના મહિલા કાઉન્સિલરને જાનથી મારી નાખવાની ધમકી મળી
Ahmedabad Crime : એએમસી કોંગ્રેસના મહિલા કાઉન્સિલરને જાનથી મારી નાખવાની ધમકી મળી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતાની દાવેદારીમાં આગળ રાજેશ્રી કેસરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમને એસિડ નાંખી મારી નાંખવાની ધમકી ઉપરાંત સોશિયલ મીડિયામાં પોસ્ટ પર પણ અભદ્ર પોસ્ટ મૂકાઇ છે. મામલાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદખેડા વોર્ડના કોંગ્રેસ કાઉન્સિલર રાજશ્રી કેસરીને ફોન પર એસિડ ફેંકીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં પોસ્ટ પર પણ તેમને ધમકી આપી હતી. તે મુદ્દે કોંગ્રેસ કાઉન્સિલર રાજશ્રી કેસરીએ તેમના પક્ષના કાઉન્સિલર સાથે મળીને તે શખ્સ વિરોધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ પહેલા પણ અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા સામાન્ય સભાનો બોયકોટ કરાયો હતો. ત્યારે વિપક્ષ નેતાના દાવેદાર ગણાતા રાજશ્રી કેસરીને સોશિયલ મીડિયામાં ધમકી અપાઇ હોય તે પોસ્ટ વાયરલ થઇ હતી. જેને લઈને રાજશ્રી કેસરીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કોંગ્રેસના કોર્પોરેટરને ટાર્ગેટ બનાવાયા : કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રીબેન જણાવ્યું હતું કે કેટલાક એસામાજિક તત્વો દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેટલીક રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા પણ આવા સામાજિક તત્વોનો સાથ આપીને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જેને મામલે આ ઘટનાની જાણ પણ હાઈ કમાન્ડને પણ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસથી એક વ્યક્તિ તેઓને ફોન મેસેજ કરીને પરેશાન કરી રહ્યો હતો. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કરેલા પોસ્ટની નીચે કોમેન્ટ લખીને ધમકી આપવામાં આવી હતી કે તારા અંતિમ સંસ્કારની તૈયારી કરી લેજે. તેવી રીતે અવારનવાર ફોન કે મેસેજ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના પગલે રાજશ્રીબેન કેસરીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી છે...રાજેશ્રી કેસરી (કોંગ્રેસ કોર્પોરેટર)

કમળાબેન ચાવડાની પ્રતિક્રિયા : અન્ય મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાએ જણાવ્યું હતું કે આ ઘટના પહેલા પણ બની ચૂકી છે. ભૂતકાળમાં પણ મને પણ સોશિયલ મીડિયામાં જેમ ફાવે તેમ લખીને હેરાન પરેશાન કરવામાં આવતા હતાં. આ પ્રવૃત્તિ કેટલાક અસામાજિક તત્વો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. આની હવે અમે ગંભીરતાથી નોંધ લઈને કોંગ્રેસને પણ અરજી કરીશું. આમાં વિપક્ષના નેતાને લઈને કોઈ જૂથવાદ કે તેને લઈને કોઈ પણ બાબત નથી. અમે જૂથવાદના માનતા નથી તેવું જણાવ્યું હતું.

અલગ અલગ નંબર પરથી ફોન કરીને ધમકી : રાજશ્રીબેન કેસરીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઈમ્તિયાઝ શેખ અને જમશેદ નામના વ્યક્તિઓ કેટલીક પોસ્ટ મૂકી રહ્યા છે. છેલ્લા દસેક દિવસથી અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરીને પરેશાન કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ નંબર પરથી ફોન કરીને ધમકી આપવામાં આવી રહી છે કે વિપક્ષના નેતામેં સે તેરા નામ હટા દે નહીં તો મેં તેરે પે એસિડ ડાલ કે તુજે જાન સે માર દુંગા અને તુમ લોગો કો બહોત ચરબી ચડ ગઈ હૈ. તુમ્હારી ચરબી નિકાલની પડેગી એમ કહીને ધમકીઓ આપવામાં આવી રહી છે. જે મુદ્દે રાજશ્રી કેસરીએ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

વિપક્ષના નેતા બદલવાની માગ : ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બદલવાની માગ જોવા મળી રહી છે. જે લઈને કોંગ્રેસ કાઉન્સિલરોમાં પણ બે ફાંટા જોવા મળી રહ્યા છે કોંગ્રેસ કાઉન્સિલર દ્વારા દિલ્હી સુધી પણ વિપક્ષ અને નેતા બદલવાની માગ કરી ચૂક્યા છે. ત્યારે વધુ એકવાર ધમકી આપતા સોશિયલ મીડિયામાં ચેટ વાયરલ થઈ છે તેને લઈને વધુ એક વિવાદ ઊભો થયો છે.

  1. Ahmedabad Congress Dispute : વિપક્ષ નેતા બદલવાની માંગ ફરી ઉઠી, કોંગ્રેસ કોર્પોરેટરોએ કર્યો એએમસી સામાન્ય સભાનો બોયકોટ
  2. Ahmedabad Corporation: અમદાવાદ કોર્પોરેશન બન્યું કૌભાંડ કેન્દ્ર, બ્રિજથી લઈને બિલ સુધી કરોડોના ગોટાળા
  3. Ahmedabad News : અમદાવાદ શહેરમાં અકસ્માતોનો મુદ્દો એએમસી સભામાં ગાજ્યો, વિપક્ષ દ્વારા આંકડા સાથે તડાફડી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.