ETV Bharat / state

Ahmedabad News: ઈરાનમાં અપહરણ અને ખંડણી કેસમાં ફસાયેલ દંપતિ અમદાવાદ પરત પહોંચ્યું, યુવકને સારવાર માટે ગાંધીનગર ખસેડાયો

author img

By

Published : Jun 21, 2023, 4:23 PM IST

Updated : Jun 21, 2023, 5:13 PM IST

અમદાવાદના દંપત્તિનો ઇરાનમાં અપહરણકારોની ચુંગલમાંથી છૂટકારો થયો છે. દંપતી અમદાવાદ પહોંચ્યું હતા અને યુવકને સારવાર માટે ગાંધીનગર ખસેડાયો છે. આ દરમિયાન રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની ઉત્તમ કામગીરી રહી હતી. ભોગ બનનારની પત્નીએ ગૃહ પ્રધાન હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો.

ahmedabad-couple-held-hostage-in-iran-released-kidnapping-reached-ahmedabad-youth-was-shifted-to-gandhinagar-for-treatment
ahmedabad-couple-held-hostage-in-iran-released-kidnapping-reached-ahmedabad-youth-was-shifted-to-gandhinagar-for-treatment

ઈરાનમાં અપહરણ અને ખંડણી કેસમાં ફસાયેલા દંપતિ અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ: ઇરાનમાં અપહરણકારોની ચુંગલમાં ફસાયેલું દંપતી આજે અમદાવાદ પહોંચ્યું હતું. એજન્ટોના સહયોગથી દંપતિ ગેરકાયદેસર અમેરિકા જવા માટે ઘરેથી નીકળ્યું હતું. એજન્ટે હૈદરાબાદ વાયા ઈરાન લઇ જવાનું કહ્યું હતું. જોકે મામલો ત્યારે ધ્યાને આવ્યો જયારે યુવકનો લોહી લુહાણ હાલતમાં બ્લેડ મારતો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ તેને ગૃહ પ્રધાનને વ્હોટ્સએપથી જાણ કરતા હર્ષ સંઘવીએ એજન્સીઓનો સંપર્ક સાધીને તેને મુક્ત કરાયો હતો. અમદાવાદ પહોંચતા જ ઈજાગ્રસ્ત યુવકને ગાંધીનગરમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?: નવા નરોડામાં રહેતા સંકેત પટેલનાં ભાઈ-ભાભી ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા એક કરોડ 15 લાખમાં ગેરકાયદેસર અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. સંકેત પટેલના કહેવા પ્રમાણે એજન્ટને એડવાન્સમાં એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દુબઈ અને ઈરાન થઈને અમેરિકા મોકલવાનો હતો. જોકે અમેરિકા જવાના બદલે ઈરાનમાં તેમનું અપહરણ થયું હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. સામે આવેલા વીડિયોની અંદર યુવકને ઊંધો સુવડાવી દેવામાં આવે છે અને એક વ્યક્તિ તેના પીઠ ઉપર સંખ્યાબંધ બ્લેડ વડે ઇજાઓ પહોંચાડે છે. થોડીવારમાં આખી પીઠ ઉપર લોહી લોહી જોવા મળે છે. અને દર્દમાં બૂમો પાડતો યુવક અપહરણ કરનાર લોકોને રૂપિયા ચૂકવી દેવા માટે આજીજી કરતો જણાતો હતો.

'માત્ર 24 કલાકમાં વિદેશની ધરતી પર મદદ કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓનું અમારો પરિવાર ખૂબ જ ઉપકાર માની આભારની લાગણી વ્યકત કરીએ છે. અમારી સાથે થયું તેવુ કોઇની સાથે ન થાય. કોઇએ બે નંબરમા, એજન્ટની વાતોમાં આવીને વિદેશ જવા માટે ખોટો રસ્તો અપનાવો નહિ.' - ભોગ બનનાર

ગૃહ પ્રધાન આવ્યા મદદે: આ અંગે સંકેત પટેલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને એક વ્હોટ્સેપ મેસેજ કર્યો અને હર્ષ સંઘવીએ 24 કલાકમાં જ અપહરણકર્તાઓને ત્યાં ફસાયેલા પંકજ અને નિશા પટેલને છોડાવી આપ્યા હતા. તેમણે જાતે જ Ministry of External Affairs; GOI, Central IB, RA&W, INTERPOLનો પણ સંપર્ક કર્યો અને ઇરાન ખાતેના ભારતીય દૂતવાસ, ડેપ્યુટી ચીફ ઓફ મિશન જહોન માઈનો સંપર્ક કરીને ભાઇ પંકજ અને નિશાને શોધવા મદદ માંગી હતી. ગૃહ પ્રધાનના પ્રયાસોથી ગુજરાતી દંપતિ તહેરાનથી મળી આવ્યા છે અને તેઓ પરત ભારત આવી ગયા છે.

એજન્ટની અટકાયત
એજન્ટની અટકાયત

ગુનો દાખલ કરવામાં આવ્યો: આ અંગે કૃષ્ણનગર પોલીસ મથકે અરજી લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પિન્ટુ ગોસ્વામી, અભય રાવલ નામના એજન્ટ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. આરોપીઓએ ભેગા મળીને ભોગ બનનાર દંપતીને અમેરિકા મોકલવાનો વિશ્વાસ અપાવી અમદાવાદથી હૈદરાબાદ લઈ જઈ અને ત્યાંથી દુબઈથી ઈરાન ખાતે અપહરણ કરી લઈ જઈને ભયમાં મૂકી છોડાવવા માટે 15 લાખ રૂપિયાની ખંડણી અજાણ્યા વ્યક્તિ થકી માંગી હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં સામેલ એક એજન્ટની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે.

  1. International Crime News : ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારી હત્યા
  2. Ahmedabad Crime: ગેરકાયદેસર USA જવા નીકળેલો યુવક અચાનક ગુમ, ઢોર માર મારતો વિડિયો સામે આવ્યો
Last Updated :Jun 21, 2023, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.