ETV Bharat / state

કોરોના વાયરસ બાદ વધુ એક મહામારી આપશે દસ્તક, આરોગ્ય વિભાગે કર્યા લોકોને સચેત...

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2023, 5:27 PM IST

Etv Bharat
Etv Bharat

કોરોના પછી એકવાર ફરી ચીનની દુનિયાની ચિંતા વધી રહી છે. કોરોના વાઈરસ પછી ચીનમાં વધુ એક વાયરસનો હાહાકાર વર્તાઈ રહ્યો છે. કોરોના મહામારી બાદ વધુ એક રોગે સમગ્ર વિશ્વને ગભરાટમાં મુકી દીધો છે.

વાયરસ

અમદાવાદ : આ વખતે પણ આ નવા રોગની ઉત્પત્તિ ચીનથી શરૂ થઈ છે. ચીનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિત લિયાઓનિંગ પ્રાંતના બાળકોમાં ન્યુમોનિયાનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. ચીનમાં હાલના મહામારીને કારણે લોકો ફફડી રહ્યા છે. જેમાં બાળકોમાં ફેફસામાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ અને ઉધરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં ફેલાતા ન્યુમોનિયા પર AIIMS તરફથી એક મોટું અપડેટ આવ્યું છે. AIIMSએ આ માટે ચીનને સંપૂર્ણપણે જવાબદાર ગણાવ્યું છે.

આ પ્રકારની સલાહ આપવામાં આવી : આ નવી બિમારીને ફેલાતા અટકાવવા ભારતની આરોગ્ય વિભાગ ટીમ સજ્જ બની ગઈ છે. જેમાં અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલોમાં આ મહામારીનો પહોંચી વળવા આરોગ્ય વિભાગે પૂરી તૈયાર કરી છે. તો બીજા રાજ્યમાં આ વાઈરલ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કારણ કે આ મહામારીના ફેલાવા પાછળનું કારણ બદલાતા હવામાનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. ડોકટરો દ્વારા આ બીમારીને અટકાવવા માટે સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી રહીં છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ જો કોઈના બાળકને તાવ, ખાંસી, સર્દી કે જુકામ જેવી કોઈ અસર દેખાય તો તેવા બાળકને ડૉક્ટર પાસે લઈ જવા અને ડોક્ટરના જણાવ્યા અનુસાર દવા લેવા સલાહ આપવામાં આવી છે.

મહામારીને પહોંચી વળવા તૈયારીઓ કરવામાં આવી : ઉલ્લેખનીય છે કે કોરાના મહામારી બાદ આરોગ્ય તંત્ર કોઈ પણ બીમારીને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારીમાં છે. ત્યારે હવે ચીનથી ફરી એકવાર મહામારીએ માથું ઉંચકતા સમગ્ર દુનિયામાં મહામારીનો ખતરો ઉભો થયો છે. ત્યારે ભારતે પણ આવનારી મહામારીનો સામનો કરવા પૂરી તૈયારી કરી છે. જેમાં હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને બેડ પણ ઉપલબ્ધ રાખવા સાથે ટેક્નિકલ ઉપકરણો પણ ઉપલબ્ધ કરવામા આવ્યા છે. આ સાથે જ મૉક ડ્રાઇવની કેન્દ્ર સરકારની પરિપત્ર મુજબ દિશા નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

  1. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર આપશે સરકાર, આજથી સર્વેની પ્રક્રિયા શરૂ
  2. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T-20 મેચ, ભારત પાસે સિરીઝ કબ્જે કરવાની તક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.